Trending News
સ્થાનિક સમાચાર

સેશન્સ કોર્ટે મુન્દ્રા કોર્ટના હુકમ વિરુદ્ધ ફરિયાદીની અપીલ નામંજૂર કરી

15 June



ભુજ-કચ્છઉદય : ભુજ સેશન્સ કોર્ટ દ્વારા મુન્દ્રા કોર્ટના ચુકાદા વિરુદ્ધ મૂળ ફરિયાદી દ્વારા કરવામાં આવેલી અપીલને નામંજૂર કરવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે, મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામના આરોપીઓ કૈલાશદાન ખીમરાજ ગઢવી, નાગશ્રીબેન ખીમરાજ ગઢવી, નેહલબેન ખીમરાજ ગઢવી અને માનશી જીવણ ગઢવી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૪૯૮ એ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસ મુન્દ્રાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતાં, કોર્ટે ગત તારીખ ૩/૮/૧૭ના રોજ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. મુન્દ્રા કોર્ટના આ ચુકાદાથી નારાજ થઈને મૂળ ફરિયાદી વંદનાબેન કૈલાશદાન ખીમરાજ ગઢવીએ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ભુજ સ્થિત નામદાર સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આ અપીલને ના-મંજૂર રાખીને નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે. આ કેસમાં સામાવાળા વતી ભુજના એડવોકેટ કુલદીપ જીતેન્દ્રભાઈ મહેતાએ હાજર રહીને દલીલો રજૂ કરી હતી.
------------

Comments

COMMENT / REPLY FROM