Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ઓસ્લો સર્કલ માટે એક નિયમ અને કલેક્ટર રોડ માટે બીજો કેમ ? સુપ્રીમના આદેશની ઐસીતૈસી : કેબીન ધારક પ્રમુખને રાષ્ટ્રપતિએ સત્તા આપી છે?

15 June

મનપાતંત્ર વ્હલાદવલા ત્યજે 



કમિશ્નરશ્રી તપાસ કરાવે : કલેક્ટર રોડ પર કેબિનોના વેપલા અને દબાણ માટે સત્તા કોણે આપી? શું કોઈ સમાંતર સરકાર ચાલી રહી છે?

ગાંધીધામના કલેક્ટર રોડ પર કોનું રાજ ? મહાનગરપાલિકાનું કે બની બેઠેલા ‘પ્રમુખ’નું? વરસાદી નાળા પર કેબિનોના આડેધડ ખડકલા સામે સવાલો : 

કેબીનધારકના બની બેઠલ પ્રમુખનો જ કમિશ્નરશ્રી લે કડક ઉધડો : પોતાની ચાર-પાંચ કેબીનો ઉપરાંત ર૦થી વધુ કેબીનો બારોબાર ગોઠવાવી લીધી હોવાની છે આશંકા : આ બની બેઠેલ કેબીન ધારક એસો.ના પ્રમુખ પર એફઆઈઆર જ કરાવો દાખલ : પોલીસ ફરીયાદ થશે, કાયદાની ભીંષમાં લેવાશે તો જ આ બની બેઠલ પ્રમુખની શાન ઠેકાણે આવશે!


ગાંધીધામ :શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે કલેક્ટર રોડ વિસ્તારમાં દેખાતી સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો ઓસ્લો સહિતના વિસ્તારોમાં કાચી-પાક્કી કેબિનો દૂર કરી શકાય છે તો કલકેટર રોડ જેવા બીજા વિસ્તારમાં સમાન પ્રકારના નાળા પરના દબાણો સામે કાર્યવાહી કેમ નથી થતી? શું તંત્ર તમામ માટે સમાન ધોરણ અપનાવી રહ્યું છે કે પછી પસંદગીયુક્ત કાર્યવાહી થઈ રહી છે?ગાંધીધામ શહેરમાં એક તરફ દબાણ હટાવવાની ઝુંબેશ થોડા સમય પહેલા પૂરજોશમાં રીતે ચલાવાવમા આવી હતી. શહેરમાં વરસાદી નાળા પરના કાચા પાકકા દબાણો, પાણીની એકસપ્રેસ લાઈન પર ખડકાઈ ગયેલ દબાણો સહીતનાઓને ધડાધડ દુર કરી દેવામા આવ્યા હતા ત્યારે બીજીતરફ આ જ શહેરમાં કલેક્ટર રોડ વિસ્તારમાં વરસાદી નાળા ઉપર અને આસપાસ કેબિનો તથા કન્ટેનરોના ખડકલાઓ યથાવત જ રહી જતા અનેક સવાલો ઉભા થવા પામી રહ્યા છે. સામાન્ય નાગરિકોમાં ચર્ચા છે કે આખરે અહીં નિયમોનું પાલન થાય છે કે પછી કોઈના આશીર્વાદથી બધું મંજૂર ગણાય છે? ઓસ્લો સર્કલ પાસે કેબીનોને વરસાદી નાળાનું કારણ આપી અને એકઝાટકે જ ઉડાળી દેવામા આવી, દુર કરી દેવાઈ તો કલેકટર રોડ પર પણ વરસાદી નાળા પર આવા બેનામી દબાણો ખડકાયેલા નથી પડયા? કેમ અહી વ્હલાદવલાની નીતીઓ અપનાવાઈ રહી છે. આજ રોજ જયારે ઓસ્લો સર્કલવાળા કેબીનધારકોએ આવેદન આપ્યુ છે ત્યારે સવાલ થવો સહેજ જ બની જાય છે. કલેકટર રોડ પર બની બેઠલ પ્રમુખ આડેધડ આવી કેબીનો ખુદના ગજવા ગરમ કરવા માટે લ્હાણી કરી રહ્યો હોવાનુ ચર્ચાય છે તો શું આ બની બેઠેલ પ્રમુખને આમ કરવાની કોઈ વિશેષ સત્તા મળેલી છે? શુ તેને રાષ્ટ્રપતિએ સત્તા આપી છે આવુ કરવા માટેની? નોધનયી છે કે, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વરસાદી નાળા અને કુદરતી વહેણમાં અવરોધરૂપ બાંધકામો સામે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. છતાં કલેક્ટર રોડ વિસ્તારમાં વરસાદી નાળા પર કેબિનો ઉભી થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આવા દબાણો માન્ય હોય તો પછી શહેરના અન્ય વિસ્તારોમાં સમાન ધોરણો કેમ લાગુ નથી પડતા? આ પ્રશ્નનો જવાબ તંત્રએ જનતા સમક્ષ સ્પષ્ટ કરવો જરૂરી છે.જાહેર માર્ગો, વરસાદી નાળા અને સરકારી જમીન અંગેનો કોઈપણ નિર્ણય 
પારદર્શક અને કાયદેસર હોવો જોઈએ. આથી શહેરના હિતમાં જરૂરી છે કે નવનિયુકત કમિશ્નરશ્રી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવે, વાસ્તવિક સ્થિતિ જનતા સમક્ષ મૂકે અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક પગલાં ભરે. વિકાસશીલ શહેર ગાંધીધામમાં કાયદાનું શાસન જળવાય અને તમામ માટે એકસરખા નિયમો અમલમાં આવે તે સમયની માંગ છે.

..........


પાલિકાની મૂળ કેબિનોનું શું થયું?

મનપાની પાંચ કેબીનો હતી એ પણ બારોબાર વહેંચી મારી છે? જુઓ તો ખરા આ બની બેઠલ પ્રમુખની કેટલી મનમાની ચાલે છે? કોઈ પુછતું પણ નથી? એનઓસીની કોઈ આવશ્યકતા હોય તો આ બની બેઠલ પ્રમુખની એનઓસી કેબીનધારકોને લેવી પડતી હોય છે, મનપાની નહી? મનપાના સમાંતર જ આ બની બેઠલ પ્રમુખ બિનધાસ્ત સત્તા ચલાવી રહ્યો છે?


ગાંધીધામ : સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે અગાઉ જે કેબિનોની મર્યાદિત સંખ્યા હતી, તે આજે નોંધપાત્ર રીતે વધી ગઈ છે. જો કેબિનોની સંખ્યા વધેલી હોય તો તેના માટે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી? શું તમામ કેબિનોને અધિકૃત મંજૂરી છે? મહાનગરપાલિકાની મૂળ નોંધાયેલ કેબિનોનું હાલ શું થયું? આ મુદ્દે પારદર્શક તપાસ જરૂરી બની છે.


........


ઓસ્લો ભીમ માર્કેટના ૨૦૦ કેબીન ધારકોની મનપા કમિશનર સમક્ષ વૈકલ્પિક જગ્યા માટે ઉગ્ર રજૂઆત


ગાંધીધામ : ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં આવેલા ભીમ માર્કેટના આશરે ૨૦૦ કેબીન ધારકો અને તેમના પ્રતિનિધિઓએ મહા
નગરપાલિકાના કમિશનર શ્રી બી.ડી. દવેરાને રૂબરૂ મળી પોતાની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. દુકાનદારોએ જણાવ્યું હતું કે ચાર મહિના અગાઉ મહાનગરપાલિકા દ્વારા ભીમ માર્કેટની કેબીનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને તે સમયે વૈકલ્પિક જગ્યા ફાળવવા અથવા યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી.રજૂઆતમાં જણાવાયું હતું કે ચાર મહિના વીતી જવા છતાં કેબીન ધારકો માટે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે આશરે ૨૦૦ 
પરિવારો રોજગાર વિહોણા બની આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વર્ષોથી ભીમ માર્કેટમાં વ્યવસાય કરીને 
પરિવારનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ માટે હાલની સ્થિતિ અત્યંત કઠિન બની ગઈ છે.દુકાનદારોએ વધુમાં જણાવ્યું હતું કે તેમની કેબીનોને અગાઉ લાયસન્સ અને એનઓસી આપવામાં આવ્યા હતા તેમજ તેઓ નિયમિત રીતે સફાઈ વેરો અને વીજળીના બિલની ચૂકવણી કરતા હતા. મહાનગરપાલિકા દ્વારા અન્ય વિસ્તારોમાં વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ત્યારે ભીમ માર્કેટના કેબીન ધારકો માટે પણ યોગ્ય અને ઝડપી નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.કેબીન ધારકોના પ્રતિનિધિઓએ કમિશનર સમક્ષ કેબીનોના 
પુનઃસ્થાપન અથવા વૈકલ્પિક દુકાનોની ફાળવણી માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવા માટે તેઓ મજબૂર બનશે.

.......


મનપાના કમિશ્નર-દબાણ શાખાના આમળે કાન : કરાવે આ કડક કામગરી..!

* કલેક્ટર રોડ પર આવેલી તમામ કેબિનોની સ્થળ ચકાસણી કરીને અધિકૃત અને બિનઅધિકૃત કેબિનોની યાદી જાહેર કરવી જોઈએ. * દરેક કેબિન માટે મંજૂરી, ભાડા, લાયસન્સ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવી જરૂરી છે. * સરકારી જમીન પર કેબિનો ગોઠવવા કે તેનો વ્યવહાર કરાવવા પાછળ કોઈ વ્યક્તિ અથવા જૂથની ભૂમિકા હોય તો તેની જવાબદારી નક્કી કરવી જોઈએ. * શહેરના તમામ વિસ્તારોમાં દબાણ બાબતે એકસરખી નીતિ અપનાવી ભેદભાવના આક્ષેપો દૂર કરવા જોઈએ. * ગેરકાયદે વીજ જોડાણો, પાણી જોડાણો અથવા અન્ય સુવિધાઓ આપવામાં આવી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ. * વરસાદી નાળા અને કુદરતી વહેણમાં અવરોધરૂપ દબાણો સામે તાત્કાલિક તકનિકી સર્વે કરીને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

..........


કેબિનોના સોદા માટે અલગ સત્તા કેન્દ્ર?

ગાંધીધામ : ચર્ચાતી વિગતો મુજબ કેબિનોની ફાળવણી, હસ્તાંતરણ અથવા સ્થળાંતર જેવા મુદ્દાઓમાં સત્તાવાર પ્રક્રિયા કરતાં કેટલાક પ્રભાવશાળી તત્વોની ભૂમિકા વધુ જોવા મળી રહી હોવાનું કહેવાય છે. જો આ પ્રકારની સ્થિતિ હોય તો તે મહા 
નગરપાલિકાની સત્તાને પડકાર સમાન છે. સરકારી જમીન અને જાહેર સ્થળોના ઉપયોગ અંગેનો અંતિમ નિર્ણય કાયદા અને નિયમોથી જ થવો જોઈએ, વ્યક્તિગત પ્રભાવથી નહીં.

........



 

Comments

COMMENT / REPLY FROM