Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ SP સાગર બાગમારની વ્યાજખોરી સામે કડક કાર્યવાહી : ૧૦થી વધુ અરજદારોને રૂબરૂ મળી ત્વરિત નિકાલની ખાતરી

15 June



ગાંધીધામ : પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા વ્યાજખોરીની બદી દૂર કરવા તથા તેના કારણે સર્જાતા ગંભીર બનાવોને અટકાવવાના હેતુથી વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થાય તેમજ વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો નિર્ભયપણે પોતાની રજૂઆત કરી શકે તે માટે પોલીસ અધિક્ષક કચેરી ખાતે અરજદારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબે ૧૦થી વધુ અરજદારોને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળી હતી. તેમણે દરેક અરજીઓની તટસ્થ અને 
નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમજ યોગ્ય કાયદેસરની કાર્યવાહી સાથે ત્વરિત નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.આ વેળાએ PI  શ્રી એસ.એન. કરંગીયા તથા PIશ્રી વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરી જેવી સામાજિક બદી સામે લોકો આગળ આવી નિર્ભયપણે ફરિયાદ નોંધાવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.


 

Comments

COMMENT / REPLY FROM