Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં હનીટ્રેપ જેવો કિસ્સો ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ વીડિયો અપલોડ કરી ૨૦ વર્ષીય યુવતીને બ્લેકમેઇલ કરતી ગેંગ સામે કાયદાનો સિંકજો

14 June


ગાંધીધામ : ઇન્સ્ટાગ્રામ પર યુવતીનું ફેક આઈડી બનાવી ફોટો-વીડિયો અપલોડ કરી બ્લેકમેઇલિંગ તથા રૂ. ૧,૨૨,૭૦૦/- ની તોડબાજી કરનાર આરોપી પ્રિયાંશુ રાજેન્દ્રસીંગ  તથા તપાસમાં ખુલવા પાત્ર અન્ય આરોપીઓ (અટક કરવાના બાકી, તપાસ ચાલુમાં).ઇસમો સામે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ  ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ૨૦ વર્ષીય ભોગ બનનાર યુવતીને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૪ ના ડિસેમ્બર મહિનાથી શરૂ કરીને તા. ૦૨/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રે અગિયાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદી યુવતીના નામનું એક ખોટું (ફેક) આઈ.ડી. બનાવ્યું હતું. આ ફેક આઈ.ડી. પર આરોપીઓએ ફરિયાદી યુવતીના ફોટા તથા અશ્લીલ (ન્યુડ) વીડિયો અપલોડ કરી દીધા હતા. ત્યારબાદ આ અશ્લીલ સામગ્રીનો દુરુપયોગ કરીને આરોપીઓએ ફરિયાદી યુવતી પાસે થી બળજબરીપૂર્વક કટકે-કટકે કુલ રૂ. ૧,૨૨,૭૦૦/- (અંકે રૂપિયા એક લાખ બાવીસ હજાર સાતસો પુરા) કઢાવી લીધા હતા.  નાણાં પડાવ્યા બાદ પણ આરોપીઓની લાલચ સંતોષાઈ ન હતી અને તેઓએ ફરિયાદી યુવતી પાસે વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી. જોકે, યુવતીએ વધુ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા આરોપીઓએ તેને સોશિયલ મીડિયા પર વધુ બદનામ કરવાની અને બ્લેકમેઇલ કરવાની ધમકીઓ આપી ગુનો આચર્યો હતો. આ બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસ સામે આખરે ભોગ બનનારે હિંમત દાખવી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.  આ સમગ્ર મામલે ભોગ બનનારની ફરિયાદના આધારે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રિયાંશુ રાજેન્દ્રસીંગ (મોબાઈલ નંબરઃ ૮૧૯૯૦ ૯૦૦૦૭,  ૭૦૪૨૪૮૮૦૦૭) તથા તપાસમાં ખુલવા પાત્ર અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુના રજીસ્ટર નંબર ૧૧૧૯૯૩૦૦૬૨૬૦૭૨૪/ ૨૦૨૬ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૫૧(૧), ૩૫૬, ૩૦૮(૨) તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ડી), ૬૭(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ફરિયાદ તા. ૧૩/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રે ૨૦ઃ૨૦ વાગ્યે દાખલ કરવામાં આવી છે અને હાલમાં કેસની આગળની તપાસ પો.ઈન્સ. એમ.જે.રાઠોડ તથા યુ.એચ.સી. દેવજીભાઈ ધર્માભાઈ ગામેતી દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.  


 

Comments

COMMENT / REPLY FROM