સાબાસ છે પૂર્વ કચ્છ એલસીબીને : પુના-રામાની ‘બકરી ડબ્બામાં પૂંછડી બહાર’ની કરી સ્થિતિ
અંજારમાં પીઆઇ જાડેજાની કડકાઇથી અંજાર આસપાસ ખેડોઇ સહિતના પટ્ટા માંથી બુટલેગરો ઊતર્યા ભૂગર્ભામાં અથવા સ્થળ બદલવાની સ્થિતિ આવી તો બીજી તરફ એલસીબીના પીઆઇની ટીમ પુના-રામા જેવાની ગોઠવણી પર ફેરવી દીધું પાણી
ગાંધીધામ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પીઆઇ અને તેમની ટીમે એક કડક અને ઐતિહાસિક ઓપરેશન પાર પાડીને સ્થાનિક સ્તરે મોટો ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધી જે તત્વો સામે કાયદાકીય હાથ નાખતા પણ જવાબદારો અચકાતા હતા, તેવા કુખ્યાત બુટલેગરો સામે પોલીસે સપાટો બોલાવ્યો છે.અત્યાર સુધી ‘પુના રામાની બકરી ડબ્બામાં ને પૂંછડી બહાર’ જેવી સ્થિતિ ભોગવતા અને કાયદાના સકંજાથી દૂર ભાગતા પુના અને રામા નામના તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જો આ તત્વોના ભૂતકાળની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો દારૂની હેરાફેરી સહિતના અનેક ગુનાઓનું મોટું લિસ્ટ બહાર આવી શકે તેમ છે. અગાઉ જેમનું નામ લેવામાં પણ ભલભલા કાયદાના રક્ષકો પાછીપાની કરતા હતા, તેમની સામે પૂર્વ કચ્છ એલસીબીએ સીધું નિશાન સાધીને આશરે કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પકડી પાડી, તેમના વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને એક મોટી સફળતા મેળવી છે.
..........
પુના-રામાના અડ્ડા કયા મહિલા અધિકારીની રહેમનજરે ગોઠવાયા?
એસપી શ્રી તપાસ કરાવે
કેરા-ગજોડના બદલે હવે દૂધઈ પટ્ટો બન્યો બેનામી ધંધાનું એપીસેન્ટર : ૫શ્ચિમ કચ્છમાં પુના-રામાના દારૂના મોટા નેટવર્ક પર એસએમસી સહિતની તવાઈ ત્રાટકી હોવાથી પર્વમાં સામ્રાજ્ય ગોઠવવા ગયા પણ એલસીબીની સજાગતાથી ઝપટે ચડીગયા
ભુજ/અંજાર :પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કડક કાર્યવાહી વચ્ચે એક ચોંકાવનારો ગણગણાટ વહેતો થયો છે. અત્યાર સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કેરા અને ગજોડ પંથક ચર્ચામાં રહેતો હતો, પરંતુ હવે તેના બદલે દૂધઈ પટ્ટો બેનામી ધંધાઓનું નવું એપીસેન્ટર (મુખ્ય કેન્દ્ર) બની ગયો હોવાની વિગતો સપાટી પર આવી રહી છે. સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, કુખ્યાત તત્વો પુના અને રામાએ કેરા પંથક છોડીને દૂધઈ પટ્ટામાં પોતાના કાળા કારોબારના અડ્ડા જમાવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, આખરે કયા મહિલા અધિકારીની મહેરબાની અથવા રહેમનજર હેઠળ આ શખ્સો દૂધઈ પટ્ટામાં પોતાના અડ્ડા ગોઠવવામાં સફળ રહ્યા? પૂર્વ કચ્છ એલસીબીએ આ તત્વો સામે કરોડોનો મુદ્દામાલ પકડીને સરાહનીય પ્રશંસનીય કામગીરી કરી છે, ત્યારે હવે પૂર્વ કચ્છ પોલીસ વડા (SP) સાગર બાગમાર આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે. ખાખીને ડાઘ લગાડતા અને ગુનેગારોને કથિત પીઠબળ પૂરું પાડતા આવા જવાબદારો સામે જો એસપી શ્રી કડક તપાસ કરાવશે, તો દૂધઈ પટ્ટામાં ચાલતી બેનામી પ્રવૃત્તિઓ અને તેની પાછળ રહેલા આકાઓનો અસલી ચહેરો જનતા સામે આવી જશે.
..........
અંજારમાં પીઆઇ હકુમતસિંહ જાડેજાની કડક ધાક :
ની અસર : પુના-રામાનો દારૂ દુધઈ પટ્ટામાં પડકાવવો ઉત્તમ દાખલો
અંજારઃ અંજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ હકુમતસિંહ જાડેજાએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા તત્વો સામે પોતાની આગવી શૈલીમાં લાલ આંખ કરી છે.
પીઆઇ જાડેજાની આક્રમક કાર્યવાહીના કારણે અંજાર વિસ્તારમાં ગેરકાયદેસર અને બેનામી ધંધા કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અંજાર અને તેની આસપાસના વિસ્તારોમાંથી ગાંજો, ચરસ, દેશી દારૂ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂના ધંધાર્થીઓ હવે અંજાર છોડીને અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે, જ્યારે મોટાભાગના રીઢા ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખાસ કરીને અંજાર વિસ્તારમાં માથું ઊંચકનારા કેબલ ચોરો સામે પીઆઇ જાડેજાએ જે કડક કાયદાકીય ધોકો પછાડ્યો છે, તેની સ્થાનિક જનતામાં ભારે પ્રશંસા થઈ રહી છે. અગાઉ કુખ્યાત બુટલેગરો અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાડી વિસ્તારોમાં મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ કરતા હતા અને દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી. પરંતુ પીઆઇ જાડેજાએ ચાર્જ લેતા જ ગુનેગારો સામે કાયદાનો સકંજો એવો કસ્યો કે રીઢા બુટલેગરોને અંજારમાંથી પોતાના અડ્ડા બદલવાની ફરજ પડી હતી. આ કડક કાર્યવાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છે, જેમાં કુખ્યાત બુટલેગર પુના ભરવાડને અંજાર પીઆઇ જાડેજાની કડક એક્શનના કારણે જ પોતાનું ચોક્કસ સેન્ટર અને સ્થળ બદલવાની નોબત આવી હતી. અંજારમાં કાયદાનો કોરડો વીંઝાતા પુના ભરવાડને આ વિસ્તાર છોડીને દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તાર તરફ ભાગવું પડ્યું હતું. અંજારમાંથી સ્થળ બદલાવીને અન્યત્ર જતા જ તેનું કોઈ ગોઠવણ કે સેટિંગ ન ફાવતા આખરે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેનો એક કરોડની આજુબાજુની કિંમતનો વિદેશી દારૂનો મોટો મુદ્દામાલ
પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ઘટના જ સાબિત કરે છે કે પીઆઇ જાડેજાની કડક ધાકને કારણે ગુનેગારો માટે અંજારની ધરતી પર પગ મૂકવો પણ અશક્ય બન્યો છે. અંજાર પીઆઇ શ્રી હકુમતસિંહ જાડેજાની સતત વોચ અને કડક અમલવારીના કારણે સમગ્ર અંજાર પંથકમાં હવે દેશી કે વિદેશી દારૂ મળવો મુશ્કેલ જ નહીં પણ અશક્ય બની ગયો છે. પોલીસની આ સરાહનીય ધાકના
પગલે અસામાજિક તત્વો રીતસર ધ્રુજી ઉઠ્યા છે અને અંજારમાં કાયદાનું શાસન વધુ મજબૂત બન્યું છે.
........
ફરાર આરોપીઓ સામે પાસા-તડીપાર જેવા કડક પગલાં
હાલમાં આ ગુનામાં ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર પુના અને રામા સહિત તેમના આશરે ૧૨ જેટલા સાગરીતોને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. લોકમુખે ચર્ચાતી લોકમાંગ મુજબ, આ અસામાજિક તત્વો ફરી ક્યારેય માથું ન ઊંચકે તે માટે તેમની ધરપકડ કરી, તેમની સામે ’પાસા’ (PASA) તેમજ તડીપાર (હદપાર) જેવી કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
..........
કુખ્યાત પુના ભરવાડના નેટવર્ક પર પૂર્વ કચ્છ એલસીબીની તવાઈ
ગાંધીધામ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા દુધઈ પોલીસ મથક વિસ્તારના ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. કાર્યવાહીમાં રૂ. ૭૯.૫૨ લાખનો પ્રતિબંધિત વિદેશી દારૂ તેમજ વાહનો સહિત કુલ રૂ. ૧.૦૪ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે પુના ભાણાભાઈ ભરવાડ, રામા વજાભાઈ ભરવાડ, યુનુશ ઉર્ફે યુનીસ ઉર્ફે ઈનુશ ફકીરમામદ મીર, વાલજી ઉર્ફે વાલો ભીખાભાઈ દેસાઈ (રબારી), મેરૂભા ઉદેસંગ વાઘેલા અને અરજણ હીરાભાઈ હેઠવાડીયા સહિત કુલ ૧૨ આરોપીઓને નામજોગ કર્યા છે.આ ઉપરાંત ટેન્કર નં. GJ-12-BV-9881 ના ચાલક-માલિક, હાઈવા ડમ્પર નં. GJ-12-BV-9880 ના ચાલક-માલિક, નંબર વગરની મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડીના ચાલક-માલિક, હીરો સ્પ્લેન્ડર પ્લસ નં. GJ-12-EK-0408 ના ચાલક-માલિક, રેઇડ દરમિયાન અંધારાનો લાભ લઈ ફરાર થયેલા અજાણ્યા શખ્સો તેમજ દારૂનો જથ્થો ભરી મોકલનાર વ્યક્તિઓને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.LCB ના PI જે.એમ. વાળા, PSI . પટેલ અને તેમની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે દુધઈ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
........

Comments