Trending News
સ્થાનિક સમાચાર

નરેન્દ્રભાઈ મોદી સરકારને ૧ર વર્ષ પૂર્ણ થતાં ગઢડા રાસાજી ખાતે ર૦ હજાર વૃક્ષો વવાશે 

13 June


રાપર ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કરાયું

રાપર - કચ્છઉદય : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  સરકારના અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં રાપર તાલુકાના રાસાજી ગઢડા ભાંટણીયા માતાજી મંદિર ખાતે વન વિભાગ દ્વારા વન કવચમાં ૨૦ હજાર વૃક્ષોનું વાવેતરની શરૂઆત ધારાસભ્ય  વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યનું વિશેષ સન્માન ઢીલા આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેળાએ વિનુભાઈ થાનકી, આરએફઓ વિજય ભાઈ ચૌધરી, આરએફઓ અરવિંદભાઈ ભાટીયા, રાપર તાલુકા પંચાયત પ્રમુખ  રાજેશ ઢીલા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઇ દયા,  વેલજીભાઈ આહીર, નામેરીભાઈ આહીર, હમીરાભાઈ આહીર, વેલજીભાઈ આહીર, હમીરજી સોઢા, મહામંત્રી  મહેન્દ્રસિંહ વાઘેલા, મહાદેવભાઈ ભૂષણ, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા,  કમલસિંહ સોઢા, માયાભાઈ ધેડા, ભચાઉ પરબતભાઈ ચાવડા સહિત સરપંચો, ઉપસરપંચો, સદસ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો, કાર્યકર્તા અને વન વિભાગ ના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
------ 

Comments

COMMENT / REPLY FROM