નરેન્દ્ર મોદી સરકારને ૧ર વર્ષ પૂર્ણ થતાં રાપર આરોગ્ય ટીમનું સન્માન કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમો હેઠળ “પ્રગતિ પથ યાત્રા” અંતર્ગત રાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ લીધી જેમાં નવ નિયુક્ત ડોક્ટરો તથા કર્મચારીઓની ટીમ સાથે વિશેષ કામગીરી માટે ડોકટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ડોલરરાય ગોર, પૂર્વ રાડા ચેરમેન કેશુભા વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય કમલસિંહ સોઢા, મહામંત્રી મધુભા વાઘેલા,પૂર્વ પ્રમુખ ભચાઉ પરબતભાઈ ચાવડા સહિત કાર્યકર્તા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments