ગોરેવાલીમાં ભાજપ લઘુમતી મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું
ગોરેવાલી મધ્યે ભાજપા લઘુમતી મોરચા ભૂજ તાલુકા દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષ રોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સરાડા સીટ તાલુકા પંચાયતના સદસ્ય અસરફભાઈ, કચ્છ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અકીબ બાયડ અને ભૂજ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ મુસાભાઈ રાયશી, કોષાધ્યક્ષ લઘુમતી મોરચાના ફેઝલ મુતવા, લઘૂમતી મોરચાના મહામંત્રી આર.ટી. સમા, અનુ.જા. મોરચાના વિરાભાઈ મારવાડા, તાલુકા ભાજપના કારોબારી સભ્ય અમીરઅલી મુતવા, અ કરિમ મુતવા, હાજી જરાર મુતવા વગેરે લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
-------

Comments