નરેન્દ્ર મોદી સરકારને ૧ર પૂર્ણ થતાં ભાજપ લઘુમતી મોરચા દ્વારા હાજીપીર દરગાહે ચાદરપોશી કરાશે
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે હાજીપીર દરગાહ ખાતે ચાદર અર્પણ કરવામાં આવી હતી. આયોજનના માધ્યમથી સર્વે આગેવાનોએ દેશના પથદર્શક પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલ કામના કરી હતી. ૧૨ વર્ષ દરમિયાન કેન્દ્રના વડાપ્રધાન મોદીની અનેક યોજનાઓ જન જન લોકો સુધી પહોંચી તે નિમિત્તે ચાદરપોશી કરાઈ હતી. આ અવસરે કચ્છ લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઈ બાયડ, હાજી આદમ બાયડ, મોરચાના ફેજલ મુતવા, હાજીપીર મુજાવર હાજી દાઉદ હાજી ઈસ્માઈલ, સ્થાનિક કાર્યકર ઉમેશભાઈ આચાર્ય, અબ્દુલ કરીમ મુતવા ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments