Trending News
ક્રાઈમ

મેઘપર કુંભારડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : અંજાર પોલીસે રૂ. ૧.૪૭ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

13 June


અંજાર : અંજાર પોલીસે પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત મેઘપર કુંભારડી વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે રવેચીનગર ખાતે આવેલા એક મકાનમાં રેડ દરમિયાન વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. ૧.૪૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં મકાનમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો સંગ્રહ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.આ મામલે મેરૂભા ઉદેસંગ વાઘેલા, રહે. અંતરજાળ (તા. ગાંધીધામ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.


 

Comments

COMMENT / REPLY FROM