Trending News
ક્રાઈમ

પૂર્વ કચ્છ LCB નો  સપાટોઃ ટપ્પર વાડી વિસ્તારમાંથી બિનવારસુ દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

13 June



ગાંધીધામ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છ એલસીબીએ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ટપ્પર વાડી વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં અંદાજે ૧,૨૭૭ પેટી વિદેશી દારૂ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી ટેન્કરને કબજે લઈ દારૂના જથ્થાની ગણતરી અને તપાસ શરૂ કરી છે. દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીથી દારૂના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.

 

Comments

COMMENT / REPLY FROM