આસંબીયા પાસેના વણોટી ડેમના કામમાં ભ્રષ્ટાચારની બૂ
ભુજ - કચ્છઉદય : મોટા આસંબીયા ગામ પાસેના નાની વણોટી ડેમની જૂની દિવાલો અને જૂનું કામ રીપેર કરી અને મોટી રકમનું બિલ મંજૂર કરાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. લોકોએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કામની રકમના ચુકવણા થઈ ગયા પછી પણ જૂની દીવાલોમાં મોટી મોટી તિરાડો નજરે પડે છે, જેથી તાત્કાલિક ચુકવણુ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે. સિંચાઈ વિભાગ દ્વારા કામ જોયા વિના જ ચુકવણું કરાયું હોવાથી તે તંત્રના જવાબદારો પણ શંકાના દાયરામાં છે. એક જ કોન્ટ્રાટકરને વારંવાર કોન્ટ્રાકટ મળે છે અને તેની તપાસ કરવામાં આવે તો કેટલાક મિલભગત તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના પગ નીચે રેલો આવે તેમ છે તેવું લોકોએ જણાવ્યું હતું. મોટા આસંબીયાના હુસેનશા જણાવ્યું હતું કે, આ ડેમને રિપેર કરવા માટે સરકાર દ્વારા મોટી રકમ મજૂર કરવામાં આવી હતી, પરંતુ થીંગડા મારીને જુનુ કામ દેખાયું ત્યાં થીંગડા મારીને રીપેર કરી કરવામાં આવ્યું છે, બાકી જૈસે થે હેની પરિસ્થિતિમાં મુકી દેવામાં આવ્યું છે. વણોટી ડેમના કામ માટે ૮૦ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ રીતસરના આસંબીયા પાસેનાટોડા પથ્થર ફેંકીને થીગડ થાગડ કોન્ટ્રાકટર દ્વારા કરાયા છે. હજુ તો ચોમાસુ બેઠુ નથી અને કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ થયું ત્યાં જ ડેમમાં તિરાોડ અને પથ્થરો જોવા મળી રહ્યા છે, જેના કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. આર.ટી.આઈ માં જ્યારે માહિતી માંગવામાં આવે છે ત્યારે પણ ગોળ ગોળ માહિતી આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે જિલ્લા કલેકટરને અને સિંચાઈ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમનો અને ગામ લોકોનો અવાજ કોઈ સાંભળતું જ નથી. જિલ્લા પંચાયતની નાની સિંચાઈ વિભાગની એક શાખા માડવીમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલી છે એની દેખરેખ અને તેમના નિયંત્રણમાં વણોટી ડેમનું કાર્ય કરાયું હતું.
દક્ષિણ ગુજરાતના આઠ ઠેકેદારનું કામ મજબૂત હોય કે ન હોય પરંતુ તેઓ ખૂબ જ મજબૂત હોવાનો દાવો કરે કહે છે. લોકો કહે છે કે સો ટકામાંથી કમસે કમ ૮૦ ટકા તો કામ કરો પરંતુ અહીં તો ફક્ત ૨૦ ટકા કામ થાય છે અને ૮૦% "સ્વાહા" થઈ જાય છે તેવો લોકોનો આક્ષેપ છે. માહિતી માંગવામાં આવે છે ત્યારે થોડું થોડું કામ કરવામાં આવે છે. માંડવી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રફિકભાઈ મારાએ સમગ્ર પ્રકરણ અંગે પૂરતી તપાસ કરવા ઉપર ભાર મૂક્યો છે અને ચોમાસામાં જો કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે તેવો પ્રશ્ન
ઉઠાવ્યો હતો.
.........
કોન્ટ્રાકટર જાણે સિંચાઈ વિભાગનો ફેમિલી કોન્ટ્રાકટર બન્યો
માંડવી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ રફિકભાઈ રાયમા જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટર જાણે સિંચાઈ વિભાગના "ફેમિલી કોન્ટ્રાક્ટર "બની ગયા તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના આ મનાતા કોન્ટ્રાક્ટર પાસે જ આવી રીતે વારંવાર કોન્ટ્રાક્ટર ફિક્સ કરાય છે કે બધે જ આવું કામ થયું છે. રાજડા ડેમના કામમાં અઢી કરોડના કામમાં દોઢ કરોડનું કામ કરી અને એક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા હતા. તો માંડવી બસ સ્ટેશન અને ડેપોનું કામ પણ કહેવાય છે કે મહાકૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ છે.
.......

Comments