Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહર ખનીજચોરીકાંડ : ભ્રષ્ટ ગલાલ મહેરબાન તો જશો પહેલવાન : એસપીશ્રી કરાવે કડક તપાસ..!

13 June

ઝભ્ભાલેંગાવાળાની ઓથ તળે ધૂમ રેતીચોરી? : ગલાલને સરહદ દેખાડો




જશા આણી ટોળકી લાંબા સમયથી મીઠીરોહર પટ્ટામાથી માટી-રેતીની કરી રહ્યા છે આડેધડ ચોરી :
 આ તો આંતરીક હુંસ્સાતુસ્સીમાં વાત વણસી, અને જસાના મશીન-વાહનોની માહીતીઓ જિલ્લા કલેકટર સુધી પહોચતા મામલતદારશ્રીની ટીમે કરી કાર્યવાહી : બાકી જશા પાસે કડકાઈભરી કાર્યવાહી કરવા તો કોઈ પહોચી જ ન શકે..!

જશાને રેતી-માટી ચોરી અટકાવવા જાવ, એટલે તેના વતીથી ભ્રષ્ટ વહીવટદાર ગલાલનો ફોન આવી જ જાય, મુકોને, જશાને શુ કામ હેરાન કરો છો, તમે તમારૂ બોલો, સીધી આગળીથી ઘી ન નીકળે તો સાહેબના નામની આ ભ્રષ્ટ વહીવટદાર ગલાલ આપે જાગૃત વર્ગને ધમકીઓ, સાહેબ મળવા બોલાવે છે, રજુ થઈ જાવ..!


ગાંધીધામ : એકતરફ રાજય સરકાર દ્વારા ખનીજચોરીને ડામવાને માટે નીતનવા પ્રયાસો થવા પામી રહયા છે અને ભગીરથ કાર્યો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે બીજીતરફ સરકારના અમુક પળલેલા તત્વો, અમુક ઝભાલેંગાવાળાઓ મળી અને ચીભડ ખનીજચોરોને માફીયા બનાવી રહ્યા હોવાની ઘટનાઓ પૂર્વ્‌ કચ્છમાં પણ સામે આવવા પામી રહી છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર વર્તમાનમા ગાંધીધામ તાલુકાના મીઠીરોહર પટ્ટામાં પણ આ જ રીતે રેતી અને માટીચોરીમાં એક નામ કુખ્યાતી સાથે પંકાઈ જવા પામ્યુ છે અને તે જશાનું છે. જશો પાછલા લાંબા સમયથી આ વિસ્તારમાં આડેધડ બિનધાસ્ત અને બેફામ થઈ રેતી-માટીની અઢળક ચોરીઓ કરી રહ્યો છે. આ જશો એટલો ફાટીને ફુલેકે ગયો છે કે તેની ચોરી બાબતે કોઈ જાગૃતનાગરીક તપાસ કરવા જાય તો જશો તેની બાઉન્સર ગેંગને કામે લગાડી અને તેમનો પીછો કરાવ ડરાવી ધમકાવીને ભગાડી દે છે. જાણકારો કહી રહ્યા છે કે, આ જશો આટલો બધો ફાટીને ધુમાડે કેમ ગયો છે. કહેવાય છે કે, રાજકીય ઓથ વગર આ બધુ શકય બની શકે તેમ નથી ઝભ્ભાલેંગાવાળાઓના જોરે તથા સ્થાનિકે જશાની રેતીચોરીમાં ભ્રષ્ટ વહીવટદાર ગલાલની ભુમીકા રહેલી છે.
 ગલાલ મહેરબાન છે તો જશા જેવા રેતીચોરો માફીયા બનીને પહેલવાન થઈ રહ્યા છે. જશાનીમાટી ચોરી તો લાંબા સમયથી જ ચાલી રહી છે પરંતુ તેના પર જે રેઈડ પડી છે, તે પણ આંતરીક હુંસાતુસ્સીના ભાગરૂપે જ પડવા પામી છે. બાકી તો જશા પાસે કોઈ જાય, અટકાવવાની વાત કરે એટલે ભ્રષ્ટ ગલાલનો તેને ફોન આવી જાય. મુકોને જશાને શા માટે હેરાન કરો છો? તમે તમારૂ બોલો? કંઈ હોય તો..સીધી રીતે કે સીધી આંગળીએ વાત ન બને તો જશાનો વહીવટદાર ગલાલ આંગળી ટેળી કરી અને સાહેબના નામે ધાક ધમકીઓ કરી ને તે વ્યકિતને પજવતો હોય છે. કયા સાહેબના નામે આ ગલાલ ધામ ધમકી કરે છે તે પણ તપાસનો વીષય બની રહ્યો છે. જે સાહેબના નામે ડારા-ડફારા કરે છે તે સાહેબને આ ગલાલ વહીવટમાથી કઈ આપે છે કે તેમના નામે બધું ખુદ જ ઓંઈયા કરી જાય છે? એસપીશ્રી ખુદ સનિષ્ઠ અને કડક અધિકારી છે, ત્યારે આ બાબતે તપાસ કરાવી જોઈએ કે, કયા ભ્રષટ્‌ વહીવટદારો આ પ્રકરણમાં ભુમિકાઓ ભજવી રહ્યા છે. આ તો ભલુ થજો જાગૃત ગ્રામલોકોનું કે જેણે જશાને પડકાર ફેકયો અને ગામની નખ્ખોદ ન વાળવા અટકાવ્યો, ત્યારે જશાએ મુંછને તાવ આપીને કહી દીધુ કે તારાથી થાય તે કરી લેજો, મારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે, હું બધાયને હપ્તા આપું છે, તે બાદ કલેકટરશ્રી સુધી વાત ફરીયાદ સ્વરૂપે લેખિતમાં પહોચી અને મામલતદારની ટીમે દરોડો પાડી દેખાડયો છે. બાકી ગલાલ જેવા ભ્રષ્ટ વહીવટદારો હોય ત્યા સુધી જશાને ઉની આંચ આવે તેમ નથી હોતી.

..........



કંડલા પોર્ટ ટ્રસ્ટના કાર્યદક્ષ-કડક અને તટસ્થ ચેરમેનશ્રી આટઆટલી મોટી ખનીજચોરી તેમની જમીન પર થતી હોવા છતા કેમ એકશનમાં નથી દેખાતા? તેઓએ એસ્ટેટ વિભાગના જવાબદારોના આમળવા જોઈએ કડક કાન : શું કંડલાના એસ્ટેટ વિભાગના અમુક અધિકારીઓની રહેમનજરેથી જ જશા જેવો રેતી-માટીચોર અહી બેફામ બનીને આડેધડ ડીપીટી-કંડલાની જમીન પર આદરી રહ્યો છે આંધળી લુંટ? : શું ડીપીટી- કંડલાના કોઈ ચોકીદારો પણ આવી જમીનની રખેવાળી નથી કરતા? જો કરે છે તો આટઆટલી મોટી રેતીચોરી સેકંડો એકરોમાં થઈ ગઈ ત્યા સુધી તેઓને શેની ચોકી કરી? 
રેડ્ડી સાહેબ તો હવે બદલાઈ ગયા, તો પછી જશા જેવા રેતી-માટી ચોરને હજુય કોણ છાવરી રહ્યુ છે...?

Comments

COMMENT / REPLY FROM