કેપ્ટાગોન ડ્રગ્સકાંડ : બંટી- રાજુ-લાકડાના ઠગ બની બેઠેલ વેપારી-મુકેશ આણી ચંડાળ ચોકડીની ટુકડીમાં ભંગાણ..!
વિદેશના કેાઈ સેઝમાથી લાકડાની આડમાં બે નંબરી વસ્તુઓ મંગાવી અને ટુંકા સમયમાં કરોડોની મોંધીદાટ ગાડીઓ મર્શિડીઝ-ઓડીમાં ફરતા થઈ ગયેલ લાકડાના બની બેઠલ ઠગ વેપારી-રાજુને હેમ-ખેમ બચાવવા મુકેશે દિલ્હી સુધી ફોનની ઘંટડીઓ તો રણકાવી પણ એનસીબીએ દરોડો પાડયો હોવાથી હવે રેલો તો આ ટોળકીના પગ તળે ગમે ત્યારે આવી જવાની સેવાય છે ભીતી : મુકેશ-રાજુ આણી ટોળકીમાં પડી છે મોટી ફા..ડ.. કે કુતરૂં કાઢતા કયાંક ઉંટ ન પેંસી જાય.!
લાકડાની અમુક બની બેઠેલી રેડીશન મીટીંગ પાર્ટીની ગોસીપમાં મુકેશ-લાકડાનો બની બેઠેલ ઠગવેપારી બન્યો ચર્ચાનું કેન્દ્ર..? ચીયર્સ કરતા ગ્લાસની સાથે નીતનવી વાતો આવી બહાર : લાકઠાનો બની બેઠલ ઠગ વેપારી તો હદ નથી કરતો, દિવસે સુંદરકાંડ કરાવે, રામનામની ઝાપ બોલે અને પછી ડ્રગ્સકાંડ જેવા ગુનાઓમાં હાથ કળે છે કાળા, રાજુ તો વરસોથી બેનામી ધંધાઓ જ કરે છે, બધાયને ખબર છે, આ બધાયની સાથે હવે મરો તગડી રકમના રોકાણ કરનાર મુકેશનો થવા પામ્યો છે..! મુકેશ વચેટીયો દલાલ છે, રોકાણ મોટુ કર્યુ છે, પરંતુ પોતાના તરફ તપાસનો રેલો આવતો જોઈ હવે મુકેશે ઠગ ટોળકીને બચાવવાના આદર્યા છે પેંતરા
ગાંધીધામઃ રાજયમાં તાજેતરમાં ઝડપાયેલા હાઈપ્રોફાઈલ ડ્રગ્સકાંડ અન સાઉથઆફ્રીકાથી કિમંતી લાકડાની આડમાં ચાલતા બેનામી આયાત-નકાસના કૌભાંડની ગંધના પગલે ગુનાખોરીની દુનીયામાં ભારે ખળભળાટી મચી ગયો હોવાનુ ચર્ચાય છે. લાકડાના બની બેઠલ ઠગ વેપારી(રામનામ ઝપનાર),રાજુ, બંટી અને તેના મુખ્ય આક્કા મુકેશની ચંડાળ ચોકડીની ટોળકીમાં હવે આંતરીક ડરને કારણે મોટી ફાડ ભંગાણ પડી હોવાની વાતો પણ સામે આવવા પામી રહી છે.
ડ્ર્ગ્સકાંડ ગંભીર પકડવવા પામ્યુ છે અને તેમાં પણ એનસીબીની એન્ટ્રી થઈ હોવાથી હવે આંતરીક રીતે ફફડાટ પણ વ્યાપેલો જ હોવાનુ મનાય છે. આ ટોળકીની સાથે સંકળાયેલા અમુક રોકાણકારો હવે તેમનાથી અંતર બનાવવાનુ મન કરી લીધુ છે. તેમનાથી દુર જ રહેવાનુ પસદ કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. રેડીશનમાં સાંજે યોજાતી પાર્ટીમાં ગોશીપ મોટાપાયે શરૂ થવા પામ્યા છે. લોકો કહી રહ્યા છે કે, આ લાકડાનો બની બેઠલ ઠગ વેપારી હવે તો હદ નથી કરતદો, દીવસે સુંદરકાંડના પાઠ ગાતો રહે છે અને બાદમાં ડ્રગ્સ જેવી વસ્તુઓની હેરફેરમાં લીપ્ત થઈ અને હાથ કાળા કરે છે? રાજુ તો સમજયા કે પહેલેથી બેનામી ધંધાઓની આદતવાળો જ છે, પણ મુકેશને કયા આ ટોળકીને બચાવવા માટે કેબીનેટ પ્રધાન સુધી ફોન કરવાની જરૂર પડી? મુકેશનું શું લુંટાઈ જઈ રહ્યુ છે? તો આ જ મીટીંગમાં ચીયર્સના અવાજથી ગ્લાસ ટકરાવનારામાથી એક કહે છે કે, મુકેશ તો રોકાણ કાર મોટો છે. આ ટોળકીમાં એમએચઓ હોય કે પછી ડીજલ દાણચોરી કે લાકડાની આડમાં બેનામી વસ્તુઓની હેરફેર તેની ગોઠવણીઓમાં આ મુકેશની મોટી ભુમિકા રહેલી હોવાનુ કહી રહ્યા છે. ચર્ચા વધુમાં એ પણ થાય છે કે ડ્રગ્સકાંડમા નામ ઉછળતા જ આ ટોળકીને બચાવવા માટે મુખ્ય સુત્રધાર મુકેશે દિલ્હી સુધી જોડાણો સાધી એક કેન્દ્રીય મંત્રી પાસે ફોન પણ કરાવ્યા હતા. પરંતુ આ કેસની તપાસ હવે નાર્કાટેીકસ કંટ્રોલ બ્યુરાના હાથમાં આવતા જ સ્થાનિક કડીઓ અને મોટા માથાઓના હોશ ઉડી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, કેપટાગોન જેહાદી ડ્રગ્સ કાંડની તપાસ જેમ જેમ આગળ ધપી રહી છે તેમ તેમ ડ્રગ્સ સાથે મુકેશ આણી ચંડાળ ચોકડીના વિદેશથી લાકડાની આડમાં ચાલતા આ ખા કૌભાડ અને તેનુ નેટવર્ક પણ બહાર આવી જવાની પુરેપુરી સંભાવના દર્શાઈ રહી છે. આ ટોળકી માની રહી છે કે ડ્રગ્સકાંડમાં બચવા જઈ રહ્યા છીએ પણ વિદેશમા એક સેઝથી ગાંધીધામનામીઠીરોહરમા આવેલા એક વેરહાઉસ સુધીના લાકડાના ગોઠવાયેલા શંકાસ્પદ માયાજાળ કયાંક ખુલ્લુ ન પડી જાય? કહેવાય ને કે કુતરું કાઢવા જતા કયાંક ઉંટ ન પેંસી જાય.!લાકડાનાબની બેઠલ ઠગ વેપારી, બંટી અને રાજુની સાથે હવે આ પ્રકરણમાં ચોથુ નામ મુકેશનું પણ ચર્ચામાં ઉમેરાઈ ગયુ છે. મુકેશ પણ આ ગેગની સાથે સંકળાયેલ જ હાવેાનુ મનાય છે. વચેટીયો દલાલ છે અને મોટો રોકાણકાર આ કન્સાઈનમેન્ટમાં હોવાનુ ચર્ચાય છે. આ તમામે તમામના નામો હવે સરાજાહેર ચર્ચાનુ કારણ બની રહ્યા છે ત્યારે તેમની સાથે રહેલા સાથીદારો તેમનાથી કિનારો કરી રહ્યા છે અને આ ટોળકીમાં ભંગાણ પડી રહ્યુ હોવાની વાત સપાટી પર આવી રહી છે. કહેવાય છે કે એકતરફ સુંદરકાંડના પાઠ કરવા અને બીજીતરફ કરોડોના કૌભાંડોનું હેન્ડલીંગ કરવુ, આ બેવડી નીતી ધરાવતી આ ગેગથી હવે રોકાણકારો અને સાથીદારો દુર ભાગી રહ્યા છે. સુત્રોના જણાવ્ય અનુસાર બેનામી ંધામા સંકળાયેલા ૧૦ મુખ્ય લોકોમાથી પાંચથી છ જણાઓએ આ ગેંગથી અંતર બનાવી લીધુ છે. સાથીદારોમાં ફફડાટ છે, કે આ ટોળકી હવેમાત્ર ડિજલ દાણચોરી પુરતીસમીતી નથી રહી પરંતુ ડ્રગ્સ જેવા કાળૃા કારોમાં પણ ગળાડુબ છે. જેના છાંટા ભવિષ્યમાં તેમના પર પણ પડી શકે તેમ છે.
........
મુખ્ય સુત્રધારની ભુમિકાવાળો મુકેશ કોણ?
ગાંધીધામ : આ સમગ્ર ટોળકીને ખુલ્લેઆમ પીઠબળ પુરૂ પાડનાર મુખ્ય સુત્રધાર મુકેશ છે. મુકેશ કેન્દ્રીય પ્રધાન સાથેના પોતાના સબંધોની ધોંસ જમાવીને રાજુ-બંટી અને લાકડાના બની બેઠેલા ઠગ વેપારીને બચાવવાના દાવાઓ કરી રહ્યો છે. હું બેઠો છુ, તમે તમારા એમએઓ, ડીઝલ, અને બીજું જે કંઈ લાવવુ હોય તે લાવો, તમારો કોઈ વાળ પણ વાંકો નહી કરે, ભારા બાળપણના મિત્ર કેન્દ્રમાં પ્રધાન છે, હું તેનાથી ફોન કરાવી દઈશે અને તેમને હેમ-ખેમ બધાયમાથી બહાર કઢાવી લઈશ આવા દાવાઓ કરી અને બંટી-રાજુ અન લાકડાના બની બેઠેલા ઠગ વેપારીને મુકેશ જ છાવરતો હોવાનુ કહેવાય છે.
.........
એનસીબી મુકેશની કડક સરભરા કરે :
તો અનેક બેનામી ધંધાઓ ખુલશે..
ગાંધીધામ : કેપ્ટાગોન ડ્રગ્સકાંડમાં બારોઈના એક શખ્સને ઉઠાવાયો તે તો ફોલ્ડરીયો માત્ર જ છે, પરંતુ તેણે જે નામો ઓકી દીધા છે તેમાં લાકડાનો બની બેઠલ ઠગ વેપારી(રામ નામ ઝપનાર), બંટી, રાજુ અને મુકેશની ટોળકી જ સાણસામાં આવી રહી છે.જો એનીસબી દ્વારા મુકેશની કડકાઈથી પુછપરછ કરવામા આવે અને તેની સરખી સરભરા થાય તો માત્ર ડ્રગ્સકાંડ જ નહી પરંતુ લાકડાની આડમાં થતી કરોડો રૂપીયાની બેનામી હેરફેરના તમામ રહસ્યો અને મોટા માથાઓના નામ બહાર આવી શકે તેમ ચર્ચાય છે. એજન્સી આવનારા દીવસોમાં વધુ આકરા પગલા ભરે તેવી આશંકાઓ વર્તમાન સમયે જોવાઈ રહી છે.
.........

Comments