Trending News
સ્થાનિક સમાચાર

મખણા ગામે શિવ કથામાં દેવી પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

12 June



મખણા - કચ્છઉદય : મખણા રબારી સમાજ આયોજિત શિવ કથામાં દેવી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. કથા વક્તા યુવા આંતરરાષ્ટ્રીય કથાકાર ધ્રુવકુમાર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે માતાજી ધર્મના રક્ષણ માટે નવા-નવા રૂપમાં અવતાર ધારણ કરે છે. તેમણે કથા દરમ્યાન સતીનું પ્રાગટ્ય, બિલી, ભસ્મ, રૂદ્રાક્ષનું વર્ણન કર્યું હતું. કથા દરમ્યાન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન રબારી, હરિભાઈ જાટિયા, મશરૂભાઈ રબારી, અખિલ કચ્છ રબારી સમાજ પ્રમુખ હિરા (બાપા), દેવા રબારી, ભુવાજી જેશા બાપા (ગડુવાદાદા), બોચાના ભુવાજી દુલા બાપા ઉપસ્થિત રહ્યા હતા. કથાનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી પ.૩૦નો રખાયો છે. તા.૧૭-૬ના કથા વિરામ પામશે. 
----------

Comments

COMMENT / REPLY FROM