Trending News
સ્થાનિક સમાચાર

સરહદી વિસ્તારના લોકોએ એડીજીપી સમક્ષ પાણી, રસ્તા, શિક્ષણ, લાઈટના પ્રશ્નો રજૂ કર્યા

12 June



ભુજ - કચ્છઉદય : સરહદી વિસ્તારના ગામોમાં લોકોની સાથે બે દિવસ રહી લોકોના પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆત સાંભળી સરકાર સમક્ષ રિપોર્ટ કરવા અંગેના કાર્યક્રમ દરમ્યાન જાટાવાળા અને શિરાંનીવાંઢ ગામની મુલાકાત એડીજીપી અજય ચૌધરી દ્વારા લેવામાં આવેલી હતી. જાટાવાળામાં રાત્રી સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ વિજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, નર્મદા યોજના અંગે વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કર્યા હતા. શિરાંનીવાંઢ ખાતે લોક સંવાદ કાર્યક્રમમાં ઘડુલી, બાલાસર, સાંતલપુર નેશનલ હાઇવે પર જમ્પ બનાવવા, ટેન્કરો તથા ટેઇલર પર સ્પીડ લીમીટ, નર્મદા યોજના આવી જાય તો પીવાનું પાણી તથા ખેતી માટે પાણીની સમસ્યા હલ થઈ જાય અવાર નવાર વીજળી જાય છે તે નિવારવા તથા અપુરતા શિક્ષકો આરોગ્ય સહિતની રજુઆત કરાઈ હતી. 
રજુઆત સમયે જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકીએ ઉપસ્થિત રહીને એડીજીપી સમક્ષ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અપુરતા શિક્ષકો, આરોગ્ય, રસ્તા તથા જિલ્લા પંચાયતના વિવિધ કામો અંગે રજૂઆત કરી હતી. માજી મહામંત્રી રામજીભાઈ ચાવડાએ આ વિસ્તારમાં નર્મદા પાણી અપુરતા સ્ટાફ, પેટ્રોલીંગ કરવા માટે રજુઆત કરી હતી. શિરાંનીવાંઢના સરપંચ હરેશ ઠાકોર દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન નેશનલ હાઇવે, આરોગ્ય, પીજીવીસીએલ સહિતના વિવિધ અપુરતી સુવિધાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. લોક સંવાદ અગાઉ બાલાસર ખાતે સમર્થ સંસ્થા દ્વારા પાણી યોજાના અંગેની કામગીરી નિહાળી અભિભૂત થયા હતા. કાર્યક્રમમાં જાટાવાળા ખાતે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર તથા શિરાંનીવાંઢના લોકસંવાદ કાર્યક્રમમાં એડીજીપી અજય ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડા, આઇબી પીઆઇ મુકેશ સુથાર, બાલાસર પીએસઆઇ ડી.આર. ગઢવી, બીએસએફના કમાન્ડન્ટ નેગી પ્રવિણ ડાંગર, રવજી ચૌધરી, પ્રકાશ પટેલ, વશરામ ચૌધરી, સુમતિભાઈ પરમાર, જેઠાભાઈ મુસીર, જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી, માજી રાપર તાલુકા ભાજપના મહામંત્રી રામજીભાઈ ચાવડા, સરપંચ હરેશ ઠાકોર, માજી સરપંચ હરેશ ચાવડા, નરેન્દ્ર ચાવડા, અમરશીભાઈ મકવાણા, દિલીપભાઈ ચાવડા, નરેન્દ્ર ચાવડા, રામજીભાઈ પરમાર, બાબુભાઈ ચાવડા તલાટી, આસ્થાબેન ડાભી, અજીતસિંહ સોઢા, હેમરાજભાઈ, પરેશભાઈ ભટી, માયાભાઈ ઘૈયડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિરાંનીવાંઢની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ એડીજીપી અજય ચૌધરીએ બાળકો સાથે ચર્ચા કરી હતી. બાળકીએ પોલીસ બનવા માટે શું કરવું પડે અને તમારા પર સ્ટાર છે તે માટે મોટા થઈ ભણીને પોલીસ અધિકારી બનવા માટે જણાવ્યું હતું. એડીજીપીએ બાળકીની સાથે સામાન્ય રીતે વાતચીત કરીને ભણવા માટે ભાર મુક્યો હતો અને વધારેમા વધારે ઉચ્ચ શિક્ષણ મેળવી આઇપીએસ આઇએએસ તથા અન્ય સરકારી હોદા પર વિધાર્થીઓ મેળવે તેવી શુભકામના આપી હતી. આચાર્ય પાસેથી ખાલી સ્ટાફ તથા વિદ્યાર્થીઓની સંખ્યા તથા સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. સરહદી વિસ્તારના લોકો સાથે રહેવા મળ્યું તે માટે એડીજીપી અજય ચૌધરીએ ખુશી વ્યક્ત કરી હતી અને કચ્છ વાગડ વિસ્તારના લોકોની મહેમાન ગતિ તથા લોકો એ જે પ્રેમ આપ્યો તે માટે ફરી વખત મુલાકાત લેવાનું કહ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM