Trending News
સ્થાનિક સમાચાર

સર્વોચ્ચ અદાલત દ્વારા દેશભરમાં લોક અદાલતનું આયોજન

12 June


‘સમાધાન સમારોહ-૨૦૨૬’ માટે અરજીની મુદ્દત ૩૧ જુલાઈ સુધી લંબાવાઈ

ભુજ-કચ્છઉદય : વર્ષો સુધી કોર્ટમાં ચાલતા વિવાદોનો પરસ્પર સમજૂતીથી ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવવા માટે ભારતના સર્વોચ્ચ અદાલત દ્વારા ‘સમાધાન સમારોહ-૨૦૨૬’ નામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશના નાગરિકોને સરળ, સસ્તો અને સુલભ ન્યાય મળે તેમજ વિવાદોના નિરાકરણ માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ બને તે હેતુથી આ વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સર્વોચ્ચ અદાલતની આ મહત્વાકાંક્ષી પહેલ અંતર્ગત ખાસ લોક અદાલત આગામી ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ લોક અદાલતમાં બંને પક્ષોની સંમતિ અને પરસ્પર સમજણના આધારે વિવાદોનો નિકાલ કરવામાં આવશે. પરિણામે પક્ષકારોને લાંબી કાનૂની પ્રક્રિયા, વધતા ખર્ચ અને સમયના બગાડમાંથી રાહત મળશે. સાથે જ ન્યાયિક વ્યવસ્થા પરનો ભાર પણ ઘટાડવામાં મદદ મળશે.વિશેષ લોક અદાલતમાં વધુમાં વધુ લોકો જોડાઈ શકે તે માટે સર્વોચ્ચ અદાલતે અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ ૩૧ મે, ૨૦૨૬ સુધી અરજી સ્વીકારવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તેને લંબાવીને ૩૧ જુલાઈ, ૨૦૨૬ કરવામાં આવી છે. આ નિર્ણયથી દેશભરના પક્ષકારો અને તેમના વકીલોને અરજી કરવા માટે વધુ સમય મળશે.રસ ધરાવતા પક્ષકારો અથવા તેમના વકીલો સત્તાવાર ગુગલ ફોર્મ મારફતે પોતાની અરજી ઓનલાઈન નોંધાવી શકે છે. અરજી માટેની લિંક રંંજઃ// ર્કદ્બિજ.ખ્તઙ્મી/  દ્ઘૂટીકૂ હ્લ૪મ્ઝ્રઉ ર્ડેાઁ૬ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત વધુ વિગતો માટે સર્વોચ્ચ અદાલતની સત્તાવાર વેબસાઇટ  રંંજઃ// ુુુ.જષ્ઠૈ. ર્ખ્તદૃ.ૈહ/ પર પણ માહિતી ઉપલબ્ધ છે. આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે સર્વોચ્ચ અદાલતે વિશેષ હેલ્પલાઈન વ્યવસ્થા પણ ઊભી કરી છે. વન સ્ટોપ સેન્ટર (વોર રૂમ), સી.આર.પી. વિભાગ તેમજ નિર્ધારિત ઈ-મેઇલ મારફતે પક્ષકારો જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. સર્વોચ્ચ અદાલતે જનહિતમાં દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ પરસ્પર સમજૂતીના આધારે પોતાના વિવાદોનો ઝડપી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવે. ‘સમાધાન સમારોહ-૨૦૨૬’ માત્ર કેસોના નિકાલનો કાર્યક્રમ નથી, પરંતુ ન્યાયને વધુ માનવીય, સુલભ અને અસરકારક બનાવવાના રાષ્ટ્રીય પ્રયાસનું મહત્વપૂર્ણ પગલું છે. 
---------

Comments

COMMENT / REPLY FROM