Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામની જનતા માટે પીડાદાયક બનેલો ‘રાજવી ઓવરબ્રિજ’ઃ  દાયકાથી અધ્ધરતાલ પ્રોજેક્ટ : ધારાસભ્યશ્રી કરે લાલઆંખ

12 June

છે ને સંકુલવાસીઓની કમનશીબી : કોઈના પેટનું પાણી જ નથી હાલતું?



૧૦ વર્ષથી વધુ સમયથી ખોરંભે પડેલો પ્રોજેક્ટઃ રેલ્વે સિવાયનું કામ હજુ પણ અધૂરું. : આર એન્ડ બી-મનપા વિભાગનો ૮૦% કામ પૂર્ણ થવાનો દાવો વાસ્તવિકતાથી વેગળો

રૂ. ૭૦ કરોડની મંજૂરી અને રૂ. ૪૩ કરોડના ટેન્ડર બાદ હવે અચાનક વધુ રૂ. ૩૦ કરોડની નવી દરખાસ્ત શા માટે? : ઇશ્મ્, જીયુડીસી, નગરપાલિકા, અને બીએસએફ વચ્ચે રમાતી ‘ખો-ખો’ની રમત : 
બ્રિજનો અસલી માલિક કોણ?


એપ્રીલ માસમાં અમારા તબક્કેથી દરખાસ્ત મોકલાઈ છે, જીયુડીસી તરફથી હજુ સુધી કોઈ પ્રતિસાદ સાંપડેલ નથી : શ્રી રામાનુજ (ડે.કમીશ્નર ગાંધીધામ મનપા)


જીયુડીસી હસ્તક પ્રોજેકટ મંજુર થયેલ છે, આર એન્ડ બી કામ કરી રહી છે, કામ પ્રગતિમાં જ છે, સંકલન સાથે બ્રીજનું કામ વેળાસર પૂર્ણ થાય તેવા પ્રયાસો ચાલુમાં જ છે : શ્રી મારવાડા
(આર એન્ડ બી વિભાગ)


રેલવેની ગાંધીધામ-આદિપુર વચ્ચે સિંગલ ટ્રેક લાઈન હતી તે વખતે પ્રોજેકટ શરૂ કરાયો છે, હવે તો છ-છ લાઈનો પથરાઈ ગઈ, રેવલેએ પણ પોતાના ક્ષેત્રનું કામ કરી લીધું છે પુરૂ.!, તેમ છતા પણ રાજવી ફાટક બ્રીજ હજુય પણ પડયો છે અડધો અધુરો...?



ગાંધીધામઃ ગાંધીધામ શહેરના મુખ્ય માર્ગ પર આવેલો અને પાટનગર સમાન વિસ્તારને જોડતો ‘રાજવી ઓવરબ્રિજ’ પાછલા એક દાયકા (૧૦ વર્ષ) કરતાં વધુ સમયથી સ્થાનિક પ્રજા માટે માથાનો દુખાવો અને ભારે હાલાકીનું કારણ બન્યો છે. એક યા બીજા નિત નવા કારણોસર સતત વિલંબમાં મુકાતા આ પ્રોજેક્ટને લઈને હવે જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને બીએસએફ તરફથી મંજૂરીનો પત્ર આવી ગયો હોવા છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
એક તરફ માર્ગ અને મકાન વિભાગ (ઇશ્મ્) એવો દાવો કરી રહ્યો છે કે બ્રિજનું ૮૦% કામ 
પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ધરાતલ પરની વાસ્તવિકતા તદ્દન અલગ છે. જાણકારોના મતે માત્ર રેલ્વે લાઈન પરનું કામ જ પૂરું થયું છે, બાકીનું મુખ્ય કામ હજુ પણ વણઉકેલાયેલું અને અધૂરું પડ્યું છે. દાયકાથી ઉભું રહેલું આ અડધુંપડધું સ્ટ્રક્ચર હવે ચોમાસા અને સમયના ઘસારાને કારણે ખખડવા લાગ્યું છે અને ભંગાર જેવી સ્થિતિમાં ફેરવાઈ રહ્યું છે.ગાંધીધામનો આ મેઈન રોડ હોવાથી રોજ હજારો વાહનચાલકો અને નાગરિકો ધૂળ, ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. વહીવટી અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આખો પ્રોજેક્ટ રહસ્યના પડદા પાછળ ધકેલાઈ ગયો છે. હવે સમય આવી ગયો છે કે ઉચ્ચ કક્ષાએથી આ મામલે કડક તપાસ થાય, જવાબદારોની જવાબદારી નક્કી થાય અને ગાંધીધામના હિતમાં આ ‘પીડાદાયક બ્રિજ’નું કામ યુદ્ધના ધોરણે 
પૂર્ણ કરવામાં આવે તે જ સમયની માંગ બની રહી છે. આ સંદર્ભે આર એન્ડ બી વિભાગના શ્રી મારવાડાની સાથે વાત ચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, પ્રોજેકટ જીયુડીસી હસ્તક મંજુર થયેલ છે, આર એન્ડ બી કામ સતત કરી જ રહ્યુ છે, હાલમાં પણ કામ પ્રગતિમાં છે, અમને આશા છે કે, સમય અવધિ અનુસાર કામ પૂર્ણ થશે. ગ્રાન્ટનો અભાવ હોવાનુ શ્રિ મારવાડાએ જણાવ્યુ હતુ અને તે વિષયજીયુડીસી તથા ગાધીધામ મનપા કક્ષાનો હોવાનુ ઉમેર્યુ હતુ.બીજીતરફ આ બાબતે ગાંધીધામ મનપાના ડે.કમિશ્નર રામાનુજની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અમે એપ્રીલ માસમાં વધારાની રકમ ગ્રાન્ટ ફાળવણી સંદર્ભે દરખાસ્ત જીયુડીસીને મોકલી આપી છે, પરંતુ જીયુડીસી કક્ષાએથી હજુ સુધી કોઈજ પ્રત્યુત્તર આવવા પામ્યો નથી.  આ સંદર્ભે આર એન્ડ બી અને જીયુડીસીએ આગળની કાર્યવાહી થવા પાત્ર છે ઉપરાંત પણ અમારી કક્ષાએથી ફરીથી જીયુડીસી તબક્કે થયેલ દરખાસ્ત બાબતે સુચી-યાદી આપતો પત્ર ગાંધીધામ મનપા કમીશ્નરશ્રી કક્ષાએથી પાઠવીશું.
બીજીતરફ જાણકારો આ તબક્કે કહી રહ્યા છે કે, ગાંધીધામના કાર્યદક્ષ ધારાસભ્યશ્રીમતી માલતીબેન મહેશ્વરીએ લાલઆંખ કરવાની જરૂર છે. દાયકા કરતા વધુ સમયથી આ રીતે કોઈ બ્રીજનું સ્ટ્રકચર સતત અડધું લટકતુ રહે તો તેમા ચોકકસથી કયાંક ને કયાંક ઈચ્છાશકિતનો અભાવ જ હોઈ શકે. કારણ કે ગુજરાત સરકાર દ્વારા તો શહેરોના માળખાગત વિકાસ માટે જોઈતી ગ્રાન્ટ સમયસરની ફાળવી રહ્યા છે. રાજવી ઓવરબ્રીજ તો જયારે અહી એક લાઈન માત્ર આદિપુર-ગાંધીધામ વચ્ચેની હતીત્યારે મંજુર થઈ શરૂ થયેલ હતો અને આજે છ-છ લાઈનો પથરાઈ ગઈ તેમ છતા રાજવી બ્રીજ અદ્વર જ લટકતો જોવાઈ રહ્યો છે.જે કોઈની પણ નિષ્કાળજી હોય અથવા તો સંકલનનો અભાવ હોય કે પછી કામ પ્રત્યેની બેદરકારી હોય તે તમામનો ધારાસભ્યશ્રીએ પ્રજા-સરકાર હિતમાં બરાબરનો કડક ઉધડો લેવો ઘટે તો અને તો જ નિર્ભર તંત્ર રાજવી ઓવર બ્રીજના કામને પૂર્ણતા સુધી લઈ જવા કદાચ વ્યાયાપ આદરશે.



.............................


જમીન સંપાદનનો પેચ અને અધિકારીઓની આનાકાની


ગાંધીધામ : સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજવી ઓવરબ્રિજના વિલંબ પાછળ મુખ્ય કારણ અપ્રોચ રોડની જમીન સંપાદન (ન્ટ્ઠહઙ્ઘ છષ્ઠૂેૈજૈર્ૈંહ)નો મામલો હોઈ શકે છે. આ અપ્રોચ રોડ બનાવવા માટે જ વધારાના રૂ. ૪.૫ થી ૫ કરોડ મંગાવવામાં આવી રહ્યા છે, જે આખા કામને ઘોંચમાં નાખી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ અંગે કોઈ સરકારી વિભાગ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. હાલમાં ઇશ્મ્ વિભાગ એવું કહીને હાથ ઊંચા કરી રહ્યો છે કે, અમારા સ્તરેથી હવે કોઈ કામ બાકી નથી.




.......................

રૂ. ૩૦ કરોડની નવી દરખાસ્ત પાછળ શું છે રહસ્ય?


ર૧/૧૦/રરના રૂપીાય ૭૦,પ૯,૩૩,પ૦૦ની રીવાઇજડ સૈદ્વાંતિક મંજુરી અપાઈ તે બાદ ૬/૯/રરના રોજ ૭૦,પ૯,૩૩,પ૦૦ની તાંત્રિક મંજુરી(રેલવે પોર્શનના ૧૯.૩૧ કરોડ)સહિત પ્રદાન કરાયા તે બાદ આર એન્ડ બીએ ૧૩/૧ર/ર૩ના મહેસાણાની પાર્ટીને વર્કઓર્ડર આપ્યો : અને ૮૦ ટકા આ કામગીરી પૂર્ણ પણ ૩૦ કરોડવાળી દરખાસ્તમાં જ દર્શાવાઈ છે, જો કામ ૮૦ ટકા પુરી થઈ ગયુ તો હવે ૩૦ કરોડની રકમની દરખાસ્તની કયાં આવશ્કયતા ઉભી થઈ?


ગાંધીધામ : વર્ષ ૨૦૨૨માં રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂ. ૭૦ કરોડની રિવાઇઝ્‌ડ સૈદ્વાંતિક રકમ મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં રૂ. ૪૩ કરોડના ખર્ચે મહેસાણાની ‘રાધે એસોસિએટ્‌સ‘ કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમ છતાં, હવે અચાનક જ રૂ. ૩૦ કરોડથી વધટ્ઠુની રકમની નવી વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે! તંત્ર દ્વારા આ નવી દરખાસ્તમાં વરસાદી નાળાના કામો, પાણી ન ભરાય તે માટે અપ્રોચ રોડની કામગીરી અને ‘એક્સ્ટ્રા આઈટમ જથ્થો’ દર્શાવવામાં આવ્યો છે. ગાંધીધામ મનપા દ્વારા પાંચમી એપ્રીલના રોજ થયેલ લેખિત દરખાસ્તમાં જણાવાયુ છે કેડરેઈન, સર્વસ રોડ પર સીસી રોડ તેમજ બીએસએફના કેમ્પસમા થતા નવા બાંધકામની કામગરી માટે ભલામણ કરવામા આવેલ લછે.  માટે રીવાઈઝડ વહીવટી તેમજ ખુટતી અંદાજીત રકમ ૩૦,પ૮,૬પ,૬૧૯.૮૩(જથ્થા વધારા), એકસ્ટ્રા આઈટમ, જમીન સંપાદન તથા અન્ય ખર્ચ સાથેની ગ્રાનટની ફાળવવાની માંગ કરાઈ છે. પરંતુ  જનતામાં ચર્ચા છે કે, શું આ ખરેખર જરૂરિયાત મુજબનું કામ છે કે પછી પ્રોજેક્ટનું ઓવર-એસ્ટીમેશન કરીને કોઈ મોટું આર્થિક કૌભાંડ આચરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે?



...............


બ્રિજનો અસલી માલિક કોણ?

ગાંધીધામ : હાલ આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ (ઇશ્મ્), જીયુડીસી, ગાંધીધામ નગરપાલિકા, જીઆઇડીસી  અને બીએસએફ  વચ્ચે ફૂટબોલ બની ગયો છે. ઇશ્મ્ વિભાગે રૂ. ૩૦ કરોડની વધારાની દરખાસ્ત નગરપાલિકાને મોકલી, 
નગરપાલિકાએ તે ય્ૈંડ્ઢઝ્રને મોકલી, અને હવે ય્ૈંડ્ઢઝ્ર આ રકમ ફાળવવામાં વ્યવહારિક નિયમો આગળ ધરીને આનાકાની કરી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે આ બ્રિજનો અસલી માલિક કોણ છે? કોણ પૂરી કરશે આ કામગીરી?

Comments

COMMENT / REPLY FROM