Trending News
ક્રાઈમ

ગોધરામાં કેરી ચોરી કરનારા પકડાયા ત્યારે માંડવી પોલીસે ફરિયાદ નોંધી!’

11 June


ઝડપાયેલા ચાર શખ્સો પાસેથી મળેલ ખેત ઉપયોગી વસ્તુઓ મોટા લાયજાની વાડીમાંથી ચોર્યાની કબુલાત

ભુજ - કચ્છઉદય : પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવાના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ માંડવી વિસ્તારમાં થયેલી કેરીની ચોરી બાબતે દસ દિવસ પછી પોલીસે ફરિયાદ નોંધી અને તાત્કાલિક આરોપી પકડાઈ પણ ગયા તે વાતે આશ્ચર્ય ઉભું કર્યું છે.માંડવી તાલુકાના ગોધરા ગામે આવેલી વાડીમાંથી ૩૦ થી ૩૧ મે દરમ્યાન ૬૦ હજારની કેરીની ચોરી કરવામાં આવી હતી. જેની ફરીયાદ માંડવી પોલીસે ગઈકાલે રાત્રે ૯ વાગ્યે નોંધી હતી. આજે એલસીબીએ જાહેર કર્યું છે કે, આ ચોરીના આરોપીઓ પકડાઈ ગયા છે. પોલીસે વિનોદ લક્ષ્મણ પટ્ટણી, નવુભા રતનજી સોઢા, ગોવિંદ જયંતી પટ્ટણી, સચીન કાંતિભાઈ પટ્ટણીની અટકાયત કરી છે. ગોધરા નદીના કિનારે આરોપીઓને ઝડપી લેવાયા હતા. તેઓ પાસેથી બે ઝટકા મશીન, બે બેટરી, બે સોલારની પ્લેટ, ર૯ કેરેટ મળી આવ્યા હતા. ઝટકા મશીન, બેટરી અને સોલાર મોટા લાયજા ગામે તળાવની બાજુમાં આવેલ વાડીમાંથી જયારે અન્ય ઝટકા મશીન, બેટરી અને સોલાર મોટા લાયજા ગામના વાડી વિસ્તારમાંથી ચોરી હોવાની કબુલાત આપી હતી. કેરેટ બાબતે પુછતા તોસીફ મેમણ સાથે મળીને ગોધરાની વાડીમાંથી કેરીની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

Comments

COMMENT / REPLY FROM