ચોટીલા પાસે એસએમસીનો સપાટો : કેમીકલ કૌભાંડ નો પર્દાફાશ : ગાંધીધામ - કચ્છ કડીથી અનેક સવાલો : બે શખ્સો દબોચાયા
ચોટીલા હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકીને ૪૫ લાખથી વધુનો મુદામાલ કર્યો કબ્જે
પકડાયેલા શખ્સોના કડક રીમાન્ડ લેવાય તો કચ્છમાં આઈબીના બની બેઠેલ ભ્રષ્ટ પીઆઈ સુધી રેલો લંબાશે? દેશ સુરક્ષા-ગુપ્ત માહીતીઓ એકત્રીત કરી સરકારને અહેવાલો આપી કાયદોવ્યવસ્થા જાળવવાના બદલે બેઝઓઈલ-બાયોડીઝલ-મિક્ષઓઈલના બેનામી ધંધાઓમાં આ બની બેઠેલ ભ્રષ્ટ પીઆઈ ગળાડુબ પરોવાયેલો હોવાની છે ચર્ચા..!
ગાંધીધામ : રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પેટ્રોલ, ડીઝલ, બાયોડીઝલ અને જ્વલનશીલ કેમિકલની ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરથી આવેલી એસએમસીની ટીમે નાની મોલડી ગામ પાસે દરોડો પાડી રૂ.૪૫.૯૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.દરોડા દરમિયાન ૮,૩૩૦ કિલો પ્રતિબંધિત કેમિકલ, પ્લાસ્ટિકના બેરલો, રોકડ રકમ, મોબાઇલ ફોન, એક ટેન્કર અને બોલેરો પિકઅપ સહિતનો મોટો જથ્થો ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ટેન્કરોમાંથી કેમિકલ અને ઇંધણની ચોરી કરીને તેને ગેરકાયદે રીતે સંગ્રહ કરી કાળાબજારમાં વેચવાનો ધંધો ચાલી રહ્યો હતો.ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના મૂળ વતની અને હાલ નાની મોલડીમાં રહેતા ચુન્નીલાલ તુલસીરામ ગામેતી તેમજ કચ્છના ગાંધીધામ સાથે સંબંધ ધરાવતા આશિષકુમાર બદ્રીપ્રસાદ યાદવનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બંને આરોપીઓ અગાઉ પણ ચોટીલા વિસ્તારમાં કેમિકલ ચોરી અને કાવતરાના ગુનામાં ઝડપાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
............................
એસપીશ્રી બાગમાર કરાવે તપાસ : પૂર્વ કચ્છમાં આવા ધંધાઓ ચલાવે છે કોણ?
ચોટીલામાં તવાઈ તો કચ્છ પોલીસ કેમ અંધારામાં રહી ગઈ?પોલીસને બદનામ કરવાનુ કૃત્ય કોણ-કઈ ટોકળી કરીરહી છે? આઈબીના નામે ફિલમ ચલાવનાર ભ્રષ્ટ પીઆઈ કોઈને ટકો પણ નથી આપતો અને કરી રહ્યો છે ઠેર-ઠેર દાદાગીરી, મારા માણસો છે, તેને કોઈ હાથ પણ ન અડજો : એકાદ વખત આ બની બેઠેલ ભ્રષ્ટ પીઆઈને મદદગારીમાં ફીટ કરી નાખો એટલે થઈ જશે ડાયો, ખબર પડશે કે કેમ, બેનામી ધંધાઓ થાય છે?
ગાંધીધામ : આ સમગ્ર પ્રકરણમાં હવે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો કેમિકલ અને ઇંધણથી ભરેલા વાહનો કચ્છમાંથી નીકળીને સેકડો કિલોમીટર દૂર ચોટીલા સુધી પહોંચી શકે તો પૂર્વ કચ્છમાં જવાબદાર તંત્ર શું કરી રહ્યું હતું? ટેન્કરોમાંથી ચોરી કરાયેલો જથ્થો કચ્છમાંથી બહાર નીકળે, અન્ય વાહનોમાં ટ્રાન્સફર થાય અને ચોટીલા સુધી પહોંચે છતાં સ્થાનિક સ્તરે કોઈને ગંધ પણ ન આવે તે કેવી રીતે શક્ય બન્યું?
...................................
શું બે શખ્સો આટલા મોટાકાંડને અંજામ આપી શકે ખરા ? તેમની પાછળના મુખ્ય મોટા માથાઓ કોણ છે ?
ગાંધીધામ : ગાંધીધામ અને કચ્છ સાથે જોડાયેલા આ કનેક્શનને લઈને હવે સવાલો વધુ તીવ્ર બન્યા છે. શું આ માત્ર બે વ્યક્તિઓનો ખેલ છે કે પછી તેની પાછળ મોટું સંગઠિત નેટવર્ક કાર્યરત છે? અગાઉ પણ ગુનામાં ઝડપાયેલા શખ્સો ફરી એ જ પ્રકારના કૌભાંડમાં કેવી રીતે સક્રિય બન્યા? શું તેમની હિલચાલ પર કોઈ નજર રાખવામાં આવી રહી હતી? સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીએ કેમિકલ અને ઇંધણ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, પરંતુ સાથે સાથે કચ્છ અને ગાંધીધામ વિસ્તારમાં દેખરેખ રાખતા તંત્રની કાર્યક્ષમતા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. હવે તપાસ એ દિશામાં આગળ વધવી જરૂરી બની છે કે આ કૌભાંડની મૂળ જડ ક્યાં સુધી ફેલાયેલી છે અને તેમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે. ?

Comments