મીઠીરોહર પટ્ટામાં રેતીચોર- માફીયા જસાનો આતંક : ખનીજ-પોલીસ અંધારામાં કે પછી આંખમિંચામણા?
જશા પર કયા ઝભ્ભાલેંગાવાળાના ૪ હાથ?
પોલીસ અને તંત્ર મારા ખિસ્સામાં હોવાના દાવાની વચ્ચે બે રોજ પહેલા રાત્રે જાગૃત નાગરિકોનો જશાના ૩૦થી વધુ ફોલ્ડરીયાઓએ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરાયો! : મુદ્દામાલની હેરાફેરીમાં પણ ખનીજ ચોરોની ગાડીઓ વપરાતી હોવાનો સળગતો આક્ષેપ
ખાટલે મોટી ખોટ : આરટીઓતંત્ર, પોલીસ વિભાગ, ખાણખનિજ વિભાગ, રેવેન્યુ વિભાગને આટઆટલી મોટી રેતીચોરીની ગંધ કેમ નથી આવતી? આ રેતીચોરી કરનાર જશાની ગેંગને એટલી મજબુત ન બનાવો કે, પ્રશાસન, અધિકારીઓની કચેરીઓમાં જઈને જશો હુમલો કરતો પણ થઈ જાય..? જે રીતે જશો ફાટીનીે ફુલેકે ગયો છે તે જોતા હવે આ દીવસો જોના પણ બહુ દુર નથી રહ્યા..!
ખનીજ ચોરી પર ટીમ ત્રાટકે છે પણ ‘તગડી રકમના તોડ’ બાદ માફિયાઓ ફરી મેદાનેઃ જશાના રેતીના ચોરીના અડ્ડા જાગૃત નાગરિકો જાય તો જશાની બાઉન્સર ગેંગ હુમલાના ઇરાદે પાછળ પડે છે!
ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી મકવાણાની કચ્છમાં છે જરૂર..! : જશા જેવાઓને અટકાવવા જ હોય તો પૂર્વ કચ્છ ખનીજવિભાગના ભુસ્તર શાસ્ત્રી અથવા તો પ્રાંત અધિકારી કેમ નથી કરી શકતા સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણાવાળી? : મુળી-થાનગડ, પોટીલા વિસ્તારમાં શ્રી મકવાણાએ ખનીજચોરી ડામવા અપનાવી છે આધુનિક ટેકનોલોજી : કરોડોની કાર્બોસેલની ચોરી કરનાર વિસ્તારમાં ડ્રોનથી જ રખાય છે નજર, ર૪ કલાક સરકારી માણસો રાખી રહ્યા છે વોચ
ગાંધીધામ : એકતરફ સરકાર દ્વારા ખનીજચોરી ડામવાની દીશામાં વિવિધ ભગીરથ પ્રયાસો થવા પામી રહ્યા છે ત્યારે બીજીતરફ પૂર્વક ચ્છના ઔદ્યોગીક પાટનગરમાં જશા નામનો રેતીચોર ફાટીને ધુમાડે ગયો હોય તેમ રીતસરનો મીઠીરોહર વિસ્તારમાં આતંક જ મચાવતો ફરી રહ્યો છે. બેફામ અને બિનધસ્ત રીતે મીઠીરોહરમા આ જશાના વાહનો દીવસે નથી દોડતા એટલા રાતના અંધારામાં મોટાપાયે રેતી ઉસેડી અને ગેરકાયદેસર રીતે તેની હેરફેર કરતા હોવાની રાવ ઉઠવા પામી રહી છે. ખુલ્લેઆમ અહી ચાલી રહેલી કરોડોની રેતીચોતીઓમા ખનીજ કે પછી પોલીસતંત્ર અંધારામાં છે કે પછી જશા પર કોઈ ભ્રષ્ટ વહીવટદારોના ચાર હાથ હોવાથી તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામા આવતી નથી તેવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે.જાણકારોમાથી ઉઠતી ચર્ચાઓ અનુસાર મીઠીરોહર પટ્ટામાં બેફામ બનેલા ખનીજ માફિયા જસાની ગેરકાયદેસર રેતી ચોરીનો આતંક હવે સીમાઓ વટાવી ચૂક્યો છે. સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચા મુજબ, આ ખનીજ માફિયા ખુલ્લેઆમ પોલીસ અને ખનીજ તંત્ર મારા ખિસ્સામાં છે, મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તેવા ખોખારા ભરી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાના કારણે જસાના આ દાવાઓ હવે સાચા સાબિત થઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, ગઈકાલ રાત્રિના પણ એક ચોંકાવનારો બનાવ અહી સામે આવવા પામી ગયો છે. ફિલ્મી ઢબે જશાના ૪૦ માણસોએ જાગૃત લોકોનો પીછો કર્યો હોવાની ચર્ચા તેજ બની જાવ પામી છે. કહેવાય છે કે, ગઈકાલ રાત્રે મીઠી રોહર પર ધમધમતી જસાની બહુ મોટી ગેરકાયદેસર રેતી ચોરીની સાઇટ પર કોઈ અજ્ઞાત ટીમની રેડ પડી હતી, જેમાં બે બોલેરો અને ૧૨ થી ૧૩ માણસો હોવાની વિગત મળતા
જાગૃત નાગરિકોઓે ત્યાં પહોંચ્યા હતા. જો કે, તેઓ પહોંચે તે પહેલાં ટીમ નીકળી ગઈ હતી. પરંતુ ત્યારબાદ ખનીજ માફિયાના માણસોની ગુંડાગર્દી સામે આવી હતી. જસાના આશરે ૪૦ જેટલા માણસોએ બે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીઓ અને બે બાઈકો સાથે જાગૃત નાગરિકોનો પાંચેક કીમી સુધી સતત પીછો કરવાનું શરૂ કર્યું હતું. આ આખી ગેંગે મીઠી રોહરથી લઈને એ વી જોશી પુલ સુધી ફિલ્મી ઢબે પીછો ચાલુ રાખ્યો હતો. અંતે હિંમતપૂર્વક આ પીછો કરનારાઓને ઊભા રાખી પૂછપરછ કરાતા તેમણે લૂલો બચાવ કર્યો હતો કે અમને એમ લાગ્યું કે પોલીસવાળા છે! આ ઘટના સાબિત કરે છે કે જસાની સાઇટ પર કોઈ જાગૃત નાગરિક જાય તો તેના પર હુમલો કરવા કે ડરાવવા માટે જસાએ ૪૦-૫૦ માણસોની એક ખાસ ‘બાઉન્સર ગેંગ‘ સક્રિય કરી રાખી હોવાનુ ચર્ચાય છેે. અહી સવાલ થઈ રહ્યો છે કે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ, મહેસુલ વિભાગ, આરટીઓ વિભાગ, અને પોલીસતંત્ર બધાય અંધારામાં છે કે પછી વજન અને કદ પ્રમાણે દરેકના મોઢે આ જશો અને તેની ગેંગ ભ્રષ્ટાચારનો ડુચ્ચો ભરાવી દેતા હોવાથી બધાય મોન સેવીને બેસી ગયા છે?
.......................
તગડી રકમના ‘તોડ’ અને મિલીભગતની આશંકા
ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે, જશાની રેતીચોરીના કારનામા પર પાછલા બે ત્રણ દીવસ દરમ્યાન જ એક ટીમ ત્રાટકી હતી પરંતુ બાદમાં બધુ જ સમુસુથરૂ પાર પડી ગયુ. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, તાજેતરમાં જ જસાની ખનીજ ચોરી પર એક ટીમ ત્રાટકી હતી. પરંતુ આ વિસ્તારમાં એવી જોરદાર ચર્ચા છે કે પકડાયા બાદ મોટી રકમના તોડ કરી બધું જ ‘સમૂસૂતરું’
પાર પાડી દેવાય છે. તગડી રકમની પતાવટ થતાં જ જસો ફરીથી બમણી તાકાતથી મોટી માત્રામાં રેતી ચોરીના કાળા કારોબારમાં મંડી પડે છે.
....................
પોલીસ અને ખનીજ ચોરોની સાંઠગાંઠ? મુદ્દામાલ લાવવા ચોરોની ગાડી વપરાઈ!
ભ્રષ્ટ વહીવટદાર ગલાલના જોરે જશો ફાટીને ધુમાડે ગયો હોવાની ચકચાર : પૂર્વ કચ્છ એસપીશ્રી કરે કડક તપાસ
ગાંધીધામ : મીઠીરોહર પટ્ટામાં તંત્રની મિલીભગત કેટલી હદે છે તેનો પુરાવો બે દિવસ પહેલાં જ જોવા મળ્યો હતો. મીઠીરોહર પરથી જે ગેરકાયદેસર કોલસો પકડાયો હતો, તે મુદ્દામાલને પોલીસ સ્ટેશને લઈ જવા માટે ખુદ પોલીસ તંત્ર દ્વારા આ જશા ખનીજ ચોરની ગાડીઓ વાપરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ ઉઠ્યો છે! કોલસા ચોરીનો મુખ્ય સૂત્રધાર ‘ગલાલ’ અને રેતી ચોર ‘જશો’ બંને એકબીજાના ખાસ સાગરીતો હોવાનું અને સાથે મળીને જ ચોરી કરતા હોવાનું જગજાહેર છે, તેમ છતાં મુદ્દામાલ હેરફેર કરવા માટે પોલીસ દ્વારા તેમની જ ગાડીઓનો ઉપયોગ કરાતા અનેક સવાલો ઉભા થયા છે. ?આ આખો મામલો હવે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છે. એક તરફ સરકાર ખનીજ માફિયાઓ સામે કડક પગલાંની વાતો કરે છે, ત્યારે બીજી તરફ મીઠી રોહર પર જસાની ગુંડાગર્દી અને ખનીજ ચોરી સામે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે કડક કાનૂની સકંજો કસાશે તે જોવું રહ્યું.
................................
પાંચ ડમ્પર-૧ જેસીબીને છોડી મુકવા પેટે રપ લાખની તોડ કોણ કરી ગયું?
ગાંધીધામ : મીઠીરોહરમાં જશાની રેતીચોરીનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યુ હોવાનુ ચર્ચાય છે ત્યારે તાજેતરમાં જ બે દીવસ પહેલા રાત્રીના સમયે જશાની રેતીચોઈના અડ્ડાઓ પર ટુકડી ત્રાટકી હતી, બે બોલેરો વાહનમાં આવેલી આ ટુકડીએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વિના પરત જતી રહી હોવાથી સવાલો સામે આવી રહ્યા છે અને જાણકારો કહી રહ્યા છે કે, સ્થળ પર ચોરીની કામગીરમાં રહેલા પાંચ ડમ્પરો અને એક જેસીબી મશીન ટુકડીનાહાથે ચડી ગયા હતા.પરંતુ તેની સામે કાર્યવાહી થવાના બદલે રપ લાખનો મોટો તોડ કરી લેવામા આવ્યો હોવાની ચકચાર ઉઠવા પામી છે. રપ લાખની જોડ તોડ કરાઈ હોય તો વિચાર કરો, રેતીચોરી કેટલા કરોડોની કરવામા આવતી હશે?

Comments