Trending News
સ્થાનિક સમાચાર

જનભાગીદારીથી સ્વચ્છ અને સ્વસ્થ સમાજ નિમાર્ણ કરવા નાગરિકો કટિબદ્ધ બને : ત્રિકમભાઇ છાંગા

10 June


રાજ્યમંત્રીએ અંજાર ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું

અંજાર - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે અંજાર ખાતે જનભાગીદારી સાથે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર શહેરના ગાંધીચોક, બસ સ્ટેશન સહિતના જાહેર વિસ્તારમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે ત્યારે સ્વચ્છતાને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવીએ. જે રીતે આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે શેરી, મહોલ્લા તથા જાહેર વિસ્તારોમાં સફાઇ પ્રત્યે કટિબદ્ધ બનીએ. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા મહાનુભાવો ગાંધીજી તથા શ્રી શ્યામાપ્રસાદ મુખરખજીની પ્રતિમાઓને જળાભિષેક કરીને સ્વચ્છ કરવામાં આવી હતી. આદરપૂર્વક ફૂલહાર ચડાવી ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 
આ સફાઈ અભિયાનમાં અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેક, તાલુકા પંચાયત પ્રમુખ સંદીપ ચાવડા, અંજાર પાલિકા ઉપપ્રમુખ પરેશ માલસત્તર, અંજાર પાલિકા કારોબારી ચેરમેન પ્રકાશ લોદરીયા, જિલ્લા પંચાયત સદસ્ય નરેશ ધારૂ, આશીષ ઉદવાણી, હિતેન વ્યાસ, વસંત કોડરાણી, ડેની શાહ સહિતના આગેવાનો, કાઉન્સિલરો, વહીવટી તંત્રના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર જોડાઈને શહેરની સફાઇ કાર્યમાં ભાગ લીધો હતો. 
-------

Comments

COMMENT / REPLY FROM