Trending News
સ્થાનિક સમાચાર

ભુજ શહેર તાજિયા કમિટીના હોદ્દેદારોની કરાઈ વરણી

10 June


ભુજ - કચ્છઉદય : ભુજ શહેર તાજિયા કમિટીની એક મિટીંગનું આયોજન ભુજના સરાઈવાળા માતામ ખાતે કરાયું હતું. આગામી પવિત્ર મોહરમ માસ અંતર્ગત યોજાનાર તાજિયાના ઝુલુશની પૂર્વ તૈયારીઓ તેમજ કમિટીની રૂપરેખા નક્કી કરવાના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સર્વસંમતિથી આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે નોડે અભ્ભાસ ઈલયાસ, ઉપપ્રમુખ કુંભાર ગની ગની તાલબ, રફીક બાવા, સુરંગી નૂરમામદ રમજુ, મહામંત્રી ધોબી ઈકબાલ ઇસ્માઈલ, સમા શહેજાદ અનવર, સહમંત્રી નોડે સાલેમામદ, ખલીફા અહેમદ, તુર્ક સલીમ, પઠાણ દાઉદ ફકીરમામદ, મંત્રી રાઠોડ ઈમરાન ઉમર, મુકરશી મુબારક, કુરેશી મામદ હુશેન, ખજાનચી તરીકે લોટા ઈદ્રેમાન તથા સલાહકાર તરીકે મણિયાર હાજી અલ્તાફ, કોઠારી અજીજભાઈ, ખત્રી રશીદભાઈ હુશેનભાઈ અને હાજીઆમદભાઈ એ. જતની વરણી કરાઈ હતી.
નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભુજ શહેરનો ભાઈચારો અને કોમી એકતાની પરંપરા જાળવી રાખીને આગામી મહોરમ તાજિયાના ઝુલુશ ખૂબજ શાંતિપૂર્ણ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે થાય તે માટે સમગ્ર ટીમ તૈનાત રહેશે. આ બેઠકમાં ભુજ શહેરના વિવિધ વિસ્તારોના તાજિયાના માતામીઓ, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM