Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના ભુજપુરમાં મામલતદાર દ્વારા દબાણ દૂર કરાયા 

10 June



મુંદરા - કચ્છઉદય : તાલુકાના ભુજપુરમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ મોટી ભુજપર સમીર હાસમ ચાકી દ્વારા સરકારી ટ્રાવર્સ સ.નં. ૭૧૩ પૈકી ની ૪૦૦ ચો.મી.ની જમીનમાં થયેલ વાણિજ્ય હેતુના દબાણ કરાયું હતું. મુંદરા મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરી રજુઆતની પૂર્ણ તક આપ્યા બાદ વાદગ્રસ્ત જમીનમાં દબાણ દુર કરવા બાબતનો હુકમ કરવામાં આવેલ છે. ૪૦૦ ચો.મી. જમીન વાણિજય હેતુ માટેની જંત્રી દર મુજબ બજાર કિંમત ૩ લાખ ૬૦ હજાર થાય છે. વાણિજ્ય હેતુના દબાણવાળી જમીન પર કલેકટર અનિલ રાણાવસિયા, અને પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કે.એસ. ગોંદિયા મુંદરાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સવાલવાળી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દુર કરેલ હતું.
------

Comments

COMMENT / REPLY FROM