Trending News
સ્થાનિક સમાચાર

લુડબાય અને ઢોરો વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો હટાવાયા

10 June




૬૬૮૫ ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ


ભુજ - કચ્છઉદય : નખત્રાણા તાલુકાના લુડબાય અને ઢોરો વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત કોમર્શિયલ દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. નખત્રાણાના મામલતદાર આર.ડી. પટેલ દ્વારા અગાઉ તમામ દબાણકારોને જમીન મહેસૂલ કાયદાની કલમ-૨૦૨ હેઠળ દબાણ હટાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જે અંતર્ગત બુધવારે નખત્રાણાના પ્રાંત અધિકારી  ઉત્કર્ષ ઉજ્જવલ અને મામલતદાર  આર.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર વહીવટી કાર્યવાહી દરમિયાન નખત્રાણાના સર્કલ ઓફિસર એન.વી. જોષી, ધોરડો પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.ડી. ચુડાસમા, હાજીપીર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.ડી. ગોહિલ, નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.સી. પરમાર, નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. આહિર તેમજ પીજીવીસીએલનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો. આ સંયુક્ત કામગીરી દરમિયાન કુલ ૫ મોટા કોમર્શિયલ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીના પરિણામે કુલ અંદાજિત ૬૬૮૫ ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરી ખાલી કરાવવામાં આવી છે, જેની જંત્રી મુજબની કિંમત રૂપિયા ૮,૦૪,૬૨૫ થાય છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM