Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ‘લોટ, પાણી ને લાકડા’ :  વરસાદી નાલાની વચ્ચે જ પાણીની પાઇપલાઇન નાખી દેવાતા આશ્ચર્ય!

10 June





અગાઉની બોડીએ કેવા કેવા ધતીંગો ચલાવ્યા છે, ઠરાવનું ઉલ્લઘન કરી અને પક્ષના જ નગરસેવકની એજન્સીને કરોડો રૂપીયાના કામો તાસકમાં ધરી દીધા હોવાની પણ ઉઠે છે બુમરાડ : વિચાર તો કરો કામ તો આપ્યુ પણ પક્ષના એવા વ્યકિતની એજન્સીને આપ્યુ કે જેને નીતી નિયમોના ધજાગરા બદલ રપ લાખનો દંડ પણ થવા પામી ચૂકયો છે : આ એજન્સી સામે અન્ય પણ વિવાદો હોવાનુ કહેવાય છે : 
નવી બોડી તપાસ કરે, આ કઈ એજન્સી છે, અને ઠરાવના ઉલ્લઘન કરીને તેને અપાયેલા કામો કયા કયા છે? તે બાબતે પણ કડકાઈ થવી જોઈએ

 હકીકતમાં આંખમિચીને આડેધડ કામો કરવનારા આ એન્જીનીયરોને જેલ ભેગા જ કરવા જોઈએ, સરકારી રકમની ગેરવલ્લે કરનારા એન્જીનીયને તો કડક ધાક બેસાડતો દાખલો પુરવાર થાય તેવી સજા ફટકારવી જ ઘટે : અગાઉના થયેલા કામોમાં રાહત આપવી હશે તો હવે આડેધડ તોડફોડ પણ કરવાની આવશે નોબત : પ્રબુદધવર્ગની કડક ટકોર



ગાંધીધામ : ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગાંધીધામ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને માળખાગત વિકાસના કામોમાં ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ટેન્ડરના નિયમોને નેવે મૂકીને એન્જિનિયરો અને ઠેકેદારોની મીલીભગતથી થઈ રહેલા કામોને કારણે આગામી ચોમાસામાં શહેરમાં મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો પોસ્ટ કરીને તંત્રની 
પોલ ખોલવામાં આવી છે. ભારત નગર નેહરુ પાર્કની સામે હાલ વરસાદી નાલાનું કામ ચાલી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આખા નાલાની બિલકુલ વચ્ચેથી જ એક બીજી પાણીની લાઇન 
પસાર થઈ રહી છે! સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો નાલાની વચ્ચે જ આખી પાઇપલાઇન આડી આવતી હોય, તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે થશે?તંત્રની આવી જ ઘોર બેદરકારીનો બીજો કિસ્સો સુંદરપુરી પાણીના ટાંકાની સામે જોવા મળ્યો છે. અહીં છેલ્લા એક મહિનાથી ઘરની બિલકુલ બહાર રસ્તો તૂટેલો અને જોખમી હાલતમાં પડ્યો છે. બે દિવસ પહેલા જ એક આઠ વર્ષનો માસૂમ બાળક અહીં અકસ્માતનો ભોગ બનતા બચ્યો હતો. આ ગંભીર સમસ્યા છેલ્લા બે મહિનાથી વણઉકલાયેલી પડી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.શહેરમાં ચર્ચાતી અને જાણકારો દ્વારા મળતી વિગતો મુજબ, માળખાગત વિકાસના આવા મોટાભાગના કામોમાં કોન્ટ્રાક્ટરો અને મનપાના એન્જિનિયરો વચ્ચે પહેલેથી જ ‘સેટિંગ‘ થઈ જતું હોય છે. એડવાન્સમાં જ કમિશનની ટકાવારી નક્કી થઈ જતી હોવાને કારણે સીધી અસર કામની ગુણવત્તા પર 
પડે છે. નાલાના કામો આડેધડ કરીને મસમોટા બિલો પાસ કરાવી લેવામાં આવે છે, પરંતુ મનપાના એન્જિનિયરો કોઈ જ જાતની સ્થળ તપાસ કે ચકાસણી કરતા નથી, જે તેમની ગુનાહિત બેદરકારી દર્શાવે છે.ગાંધીધામની જનતા હવે આ ભ્રષ્ટાચાર સામે લાલઘૂમ થઈ છે. નાગરિકોની માંગ છે કેઃ વરસાદી નાલાના નબળા કામોને કારણે જો ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના ઘટે કે અકસ્માત સર્જાય, તો તાત્કાલિક અસરથી સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર એન્જિનિયર સામે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. આવી દુર્ઘટનાઓમાં વળતર સહિતની તમામ રકમ અત્યારથી જ જવાબદારો પાસેથી વસૂલવાની તૈયારી રાખવી જોઈએ. મહાનગરપાલિકા ના ભ્રષ્ટ અને બેદરકાર એન્જિનિયરોનો કડકમાં કડક ‘નોધડો’ (સરભર) લેવો જરૂરી બન્યો છે.હાલ ગાંધીધામ મનપામાં નવનિયુક્ત ટીમ કાર્યદક્ષ છે અને નવા કમિશનર શ્રીએ પણ ચાર્જ સંભાળી લીધો છે, ત્યારે જનતાને તેમની પાસેથી મોટી અપેક્ષાઓ છે. નવી બોડી અને કમિશનર શ્રી બંને સંયુક્ત રીતે આ મામલે કડકાઈ દાખવી તુરંત તપાસના આદેશ આપે તે જરૂરી છે. શહેરમાં માત્ર અને માત્ર ટેન્ડરની શરતો અને નિયમો અનુસાર જ ગુણવત્તાયુક્ત કામો થાય અને વરસાદી નાલાઓ સુઘડ બને તે માટે ત્વરિત એક્શન લેવાય તેવી લોકમાંગ ઉઠી છે.

..........


અમુક એન્જીનીયરની સિન્ડીકેટનો આતંક? : આડેધડ કામો 
થયા : શહેરમાં સમસ્યાનો ભરડો : નવી ટીમને મુસીબત

વરસાદી નાળા કહો કે રોડ-રસ્તાના કામો, અગાઉની ટીમના નેતૃત્વમાં એન્જીનીયરોએ એટલા આડેધડ કરી દીધા છે કે હવે શહેરને પડનારી છે મોટી સમસ્યાઓ : ચોમાસામાં શહેર પાણી-પાણી થઈ જવાનુ છે


ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરને મનપા તો મળવા પામી ગઈ છે અને પ્રથમ કમિશ્નરશ્રીએ પણ શહેરને રૂડુ બનાવવાની દીશામાં રાત-દિવસ મહેનત કરી છે. પરંતુ તેઓની ટુકાંગાળામાં જ બદલી થઈ જતા હાલમાં શહેર ખાડાઓથી ખોદાયેલ છે, રોડરસ્તાઓના કામો આડેધડ પૂર્ણ બતાડી દેવાયા છે, નાળાના કામોમાં પણ લોટપાણીને લાકડા જ કરાયા હોય તેમ દેખાય છે. આ બધાયની પાછળનુ કારણ અમુક એન્જીનીયરોની બની ગયેલી સિન્ડીકેટ કારણભુત હોવાનુ દર્શાય છે. ગત બોડીમાં અમુક એન્જીનીયરોની ભ્રષ્ટ સિન્ડીકેટ જ બની જવા પામી અને તેમને જે કામો કર્યા છે તે હવેની બોડીની સામે સુધારવા પડકાર બની રહ્યા છે. વર્તમાન નવી બોડી માટે મુસીબત જ ઉભી થવા પામી રહી છે. આડેધડ કામો કર્યા, રોડ રસ્તાઓ ઉંચા રાખી દીધા, નાળાના કામોમાં પણ લાપરવાહી જ દાખવી છે, હવે ચોમાસુ માથે ટકોરા મારી રહ્યુ છે ત્યારે શહેરીજનોની સુવિધા માટે તોડફોડ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બનતો નથી? ખરેખર આવા અમુક બની બેઠેલા એન્જીનીયરો અને તેમની સિન્ડીકેટને શોધી, તેમની લાપરવાહી ફીટ કરી અને તેને તો જેલ ભેગા જ કરવા જોઈએ. સરકારી રકમના થયેલા કામોમાં બેદરકારી દાખવનારની સામે એફઆરઆઈ જ દાખલ કરવી જોઈએ. શહેર આખાયમાં થયેલા કામોના નિરિક્ષકોથઈ અને ટેકનીકલ ક્ષતીઓ ન રહે તે જોવાની જવાબદારી આ તમામની બની રહેતી હોય છે. જો કામો આજે પીડાદાયક થયા હોવાનુ ફલીત થતુ હોય તો આ એન્જીનીયરોએ તેમની ફરજ શું નિભાવી?

........



 

Comments

COMMENT / REPLY FROM