ગાંધીધામમાંથી ૪૩.૯૩ કરોડના આંતર-રાષ્ટ્રીય ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
૪ ઝડપાયાઃ ગરીબોના નામે ૧૦પ બેંક ખાતા ખોલાવી દેશભરમાથી થતી કરોડોની ઉઘાડી લુંટ : કુરીયર અને વોટસએપ દ્વરા બેકીંગ ડેટા છેક શ્રીલંકા સુધી મોકલાયા હતા : ટીમ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની વધુ એક યશસ્વી કામગીરી
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન મ્યુલ હંટ ૨.૦” અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં ચાલતા બેંક એકાઉન્ટ ભાડે આપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી
પાડ્યા છે. તપાસ દરમિયાન ૧૦૫ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૪૩.૯૩ કરોડથી વધુની શંકાસ્પદ નાણાકીય હેરફેર સામે આવી છે.સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવતા હતા. ત્યારબાદ તેમના નામે વિવિધ બેંકોમાં બચત તથા કરંટ ખાતા ખોલાવી તે ખાતાઓ સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા હતા.તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક મારફતે કુલ ૧૦૫ બેંક ખાતાઓમાં રૂ. ૪૩,૯૩,૮૦,૧૧૩ જેટલી રકમ જમા થઈ હતી. આ નાણાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન ફ્રોડ,ર્ ંન્ઠ ફ્રોડ, વોટ્સએપ છઁદ્ભ હેકિંગ ફ્રોડ, ફેક ક્લોથિંગ વેબસાઈટ ફ્રોડ તથા છૈં આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના વિવિધ સાયબર ગુનાઓમાંથી મેળવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સાથે સંકળાયેલી કુલ ૯૦ ફરિયાદો નોંધાઈ છે. કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના અનેક રાજ્યોના ભોગ બનનારાઓના નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીધામ વિસ્તારમાંથી સંચાલિત આ નેટવર્ક દ્વારા બેંક કીટ, ઇમેઇલ આઈડી તથા પાસવર્ડ જેવી મહત્વની માહિતી કુરિયર અને વોટ્સએપ મારફતે શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતી હતી.સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓમાં દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કાર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા તથા શબ્બીર અકબર લુઠારનો સમાવેશ થાય છે. જ્યારે જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવાયું છે.પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ ૭ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.સાયબર ક્રાઈમ પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, છ્સ્ કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ, નેટબેંકિંગ યુઝર આઈડી અથવા પાસવર્ડ કોઈપણ વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આપવું નહીં. આવા કૃત્યો સાયબર ગુનેગારોને મદદરૂપ બનતા હોવા ઉપરાંત કાયદેસર ગુનો પણ બને છે.
.........
આ કૌભાંડની મોટી અને ચોંકાવનારી વાતો
તપાસ દરમિયાન સામે આવેલી સૌથી મહત્વની અને ચોંકાવનારી બાબતો આ પ્રમાણે છેઃ • કરોડોનું ટ્રાન્ઝેક્શનઃ આ નેટવર્ક દ્વારા માત્ર થોડા સમયમાં જ ૧૦૫ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કુલ ૪૩,૯૩,૮૦,૧૧૩ (આશરે ૪૪ કરોડ રૂપિયા) ની શંકાસ્પદ નાણાકીય હેરફેર કરવામાં આવી છે. • શ્રીલંકા કનેક્શન (આંતરરાષ્ટ્રીય લિંક)ઃ ગાંધીધામમાંથી ઓપરેટ થતા આ કૌભાંડના તાર વિદેશ સાથે જોડાયેલા છે. આરોપીઓ ભારતીય બેંકોની કીટ, ઇમેઇલ આઈડી અને પાસવર્ડ જેવા ગુપ્ત ડેટા કુરિયર અને વોટ્સએપ મારફતે છેક શ્રીલંકા મોકલતા હતા. • ગરીબોનો શિકારઃ આરોપીઓ ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના અસલી દસ્તાવેજો મેળવતા હતા અને તેમના નામે કરંટ તથા સેવિંગ એકાઉન્ટ ખોલાવી સાયબર ગુનેગારોને વેચી દેતા હતા. • દેશવ્યાપી જાળ (૧૨ થી વધુ રાજ્યો)ઃ આ બેંક ખાતાઓમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ કર્ણાટક, રાજસ્થાન,
પંજાબ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત દેશના ૧૨ થી વધુ રાજ્યોના ભોગ બનનારા લોકોના પૈસા ટ્રાન્સફર થતા હતા. આ ખાતાઓ વિરુદ્ધ દેશભરમાં ૯૦ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. • આધુનિક ફ્રોડની
પદ્ધતિઓઃ સાયબર ગુનેગારો આ ખાતાનો ઉપયોગ કોઈ એક રીતે નહીં, પણ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન, વોટ્સએપ છઁદ્ભ હેકિંગ અને છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા અત્યાધુનિક ગુનાઓ આચરવા માટે કરતા હતા. • મુખ્ય સૂત્રધારો હજુ ફરારઃ પોલીસે દિવ્યરાજસિંહ રાણા અને ચિરાગસિંહ ઝાલા સહિત ૪ આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર જેવા આ કૌભાંડના મુખ્ય ચહેરાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
..........
કમિશનની લાલચે બેંક ખાતા ભાડે આપનારાઓ સાવધાન, કડક કાર્યવાહી થશે” : એસપી સાગર બાગમાર
પોલીસની જનતાને અપીલ : તમારું બેંક ખાતું ભાડે આપશો નહીં* કોઈપણ વ્યક્તિને ATM કાર્ડ, ચેકબુક કે બેંક ખાતાની વિગતો ન આપો.* કમિશન કે આર્થિક લાભની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપવું ગુનો છે. * નેટબેંકિંગ યુઝર આઈડી, પાસવર્ડ OTP કોઈની સાથ શેર ન કરો. * શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ અથવા ૧૯૩૦ હેલ્પલાઈનનો સંપર્ક કરો. * સાયબર ગુનેગારો સામે લડવામાં નાગરિકોની સાવચેતી સૌથી મોટું હથિયાર છે.
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટા સાયબર ફ્રોડ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લાપાંચથી છ મહિનાથી ‘મ્યુલ એકાઉન્ટ’ નેટવર્ક મારફતે સાયબર ગુનેગારોને બેંક ખાતાઓ અને જરૂરી કીટ ઉપલબ્ધ કરાવી રહ્યા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિવ્યરાજસિંહ અનિરૂદ્ધસિંહ રાણા, જયનિતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બળવંતસિંહ ઝાલા અને શબીર અકબર લુહારનો સમાવેશ થાય છે. જ્યારે જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુભાઈ વાઘેલા, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર હજુ પોલીસ પકડથી દૂર છે.તપાસ દરમિયાન દેશભરના વિવિધ રાજ્યો સાથે જોડાયેલા કુલ ૧૦૫ બેંક એકાઉન્ટ્સ સામે આવ્યા છે. ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ ખાતાઓને લગતી અંદાજે ૯૦ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના રાજ્યોના નાગરિકો આ ફ્રોડનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ તપાસમાં આ નેટવર્કના તાર શ્રીલંકા સુધી જોડાયેલા હોવાનું પણ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રિમાન્ડ દરમિયાન વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
..........

Comments