સાયબર સેલ ભુજનો સપાટો : નાની ચિરઈમાં દારૂના કટીંગનો પર્દાફાશ, ૨૭.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત
ભચાઉ : સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ ભુજની ટીમે નાની ચિરઈ ગોકુળ ગામ નજીક આવેલા સાગર સમ્રાટ સી-વેઝ પ્રા. લિ.ના ટ્રક પાર્કિંગમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. સાયબર સેલ ભુજને મળેલી ચોક્કસ બાતમીના આધારે પંચોની હાજરીમાં રેઈડ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચતા એક ટ્રક અને બોલેરો કેમ્પર વાહનમાંથી દારૂનો જથ્થો અન્યત્ર ખસેડવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. ટીમે સ્થળ પરથી ટ્રક નં. ઇત્ન-૪૬-ય્છ-૩૪૭૧ તથા બોલેરો કેમ્પર નં. ય્ત્ન-૦૮-છરૂ-૪૭૬૯ કબ્જે કર્યા હતા. તપાસ દરમિયાન બંને વાહનોમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ અને બિયરની કુલ ૧૭૫ પેટીઓમાંથી ૬,૩૨૦ બોટલ અને ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની કિંમત રૂ. ૧૧.૭૩ લાખ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટ્રક, બોલેરો કેમ્પર, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૨૭.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં અરશદ રફીક શાહ, જીતુ ગોપાલ ગ્વાલા, ઉત્તમ
ગોપાલ ગ્વાલા અને રેવન સમયલાલ આદિવાસીની ધરપકડ
..........
વાગડમાં ૮ પોલીસ સ્ટેશન હોવા છતાં દારૂ અને ગાંજો એલસીબી જ કેમ પકડે છે ?
ડીવાયએસપી ઉપરાંત ૭ પીઆઈ અને ૧ પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનમાં મોટો સ્ટાફ ફરજ બજાવે છે, પણ બાતમી મળતી નથી કે, આંખ આડા કાન કરાય છે ?
ભચાઉ - કચ્છઉદય : ભચાઉથી આડેસર અને રાપર સુધીનો વાગડ વિસ્તાર હાલમાં ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક હેઠળ વિસ્તારમાં ૭ પીઆઈ અને ૧ પીએસઆઈ કક્ષાનું
પોલીસ સ્ટેશન કાર્યરત છે. સાથે જ અંદાજે ૩૦૦થી ૪૦૦ જેટલો પોલીસ સ્ટાફ ફરજ પર હોવા છતાં દારૂ, ગાંજો અને વિવિધ ગુનાઓ સામે સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે નજીવા સ્ટાફ સાથે કાર્યરત એલસીબી સતત શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. વાગડ વિસ્તારમાં સૌથી વધુ એલસીબી અને એસએમસીની રેડ જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક પોલીસની કાર્યવાહી ખૂબ મર્યાદિત દેખાતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે બહારથી આવતી એલસીબી અને એસએમસીને ચોક્કસ બાતમી મળી જાય છે, તો સ્થાનિક પોલીસને કેમ નથી મળતી ? શું સ્થાનિક પોલીસનું બાતમી તંત્ર નબળું પડી ગયું છે કે પછી “ગાંધીબાપુ” જ વચ્ચે આવી જાય છે. વિસ્તારમાં દારૂની હેરાફેરી, ગાંજાનો વેપાર અને ગુનાહિત તત્વોની અવરજવર અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. તેમ છતાં ઘણીવાર એલસીબી અને એસએમસી જ દરોડા
પાડી સફળતા મેળવે છે, જ્યારે સ્થાનિક સ્તરે રોજબરોજની હલચલ છતાં ગંભીર કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે. હવે લોકોમાં ચર્ચા એ પણ છે કે આજે વાગડ વિસ્તારમાં દરેકના મુખે એલસીબીની વાહવાહી સાંભળવા મળે છે, તો સ્થાનિક પોલીસ આવી વાહવાહી મેળવવા કેમ માંગતી નથી? કે પછી કાર્યવાહી કરતાં ફક્ત “ગાંધીબાપુ”માં જ રસ છે. લોકોના સવાલ છે કે, જો એલસીબી મોટી કાર્યવાહી કરી શકે છે, તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે, શું સ્થાનિક
પોલીસના બાતમીદારો નબળા પડી ગયા છે, વાગડમાં સૌથી વધુ એલસીબી અને એસએમસીની જ રેડ કેમ પડે છે, દારૂ અને ગાંજાની હેરાફેરી સામે સ્થાનિક સ્તરે સતત કડક કાર્યવાહી કેમ થતી નથી, શું કેટલાક તત્વોને સ્થાનિક સ્તરે છૂટછાટ મળતી હોવાની ચર્ચાઓમાં સચ્ચાઈ છે, વાગડ વિસ્તારમાં વહીવટદારોની બોલબાલા વધી રહી છે તેવી હાલ લોકોમાં ચર્ચા છે. વાગડમાં ખરેખર કાયદાનો ડર સ્થાનિક પોલીસનો છે કે પછી માત્ર એલસીબી અને એસએમસીનો છે તેવો સવાલ ઉઠાવી રહ્યા છે.
.........
ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી અટકાવવા કલેક્ટરને રજૂઆત
ભચાઉ - કચ્છઉદય : ભચાઉ તાલુકાના ભરૂડીયા, કકરવા અને આધોઈ સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ જાતની લીઝ વિના મોટાપાયે ગેરકાયદેસર રેતી તેમજ ખનિજ ચોરી પ્રવૃત્તિ ધમધમી રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. સામાજિક કાર્યકર મોહનભાઈ હરીભાઇ દરજી દ્વારા આ અંગે કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. સ્થાનિક અસામાજિક તત્વો અને દબંગો દ્વારા દિવસ-રાત ભારે વાહનો તેમજ મશીનો વડે ખુલ્લેઆમ બિનઅધિકૃત ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું છે. આ તત્વો હથિયારો સાથે ચોકીદારી કરતા હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપેલો છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાના મહેસૂલનું નુકસાન થઈ રહ્યું છે, સાથે જ કુદરતી પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. બેફામ પ્રદૂષણ અને ભારે વાહનોના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેનાથી સ્થાનિક લોકોનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. અગાઉ સ્થાનિકો દ્વારા અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. અરજદારે માંગ કરી છે કે આ વિસ્તારમાં ચાલતા ડમ્પરો, હિટાચી અને ટ્રેક્ટર જેવા વાહનો તાત્કાલિક ડિટેન કરવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક પોલીસ કાર્યવાહી કરીને તેમના નામ જાહેર કરવામાં આવે. જો આગામી સાત દિવસમાં આ ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સ્થાનિક લોકો સાથે મળીને ભચાઉ મામલતદાર કચેરી સામે અચોક્કસ મુદતના ઉપવાસ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
...........

Comments