ભુજના નવનિર્વાચિત નગરપતિ શીતલભાઈ શાહનું જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજ દ્વારા સન્માન
ભુજ - કચ્છઉદય : નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ શીતલભાઈ શાહનું જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજ દ્વારા કચેરી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના વિકાસ માટે નવી જવાબદારી સંભાળનાર શીતલભાઈ શાહને શુભેચ્છાઓ પાઠવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં ગ્રૂપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજના પ્રમુખ અભિલાષભાઈ મહેતા, ડિરેક્ટર ભુપેન્દ્રભાઈ મહેતા, મંત્રી બીપિનભાઈ ઠક્કર, ડિરેક્ટર વિનોદભાઈ ગોર સહિતના આગેવાનોએ શીતલભાઈ શાહને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. શીતલભાઈ શાહે સન્માન બદલ જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભુજ શહેરના વિકાસ માટે સૌના સહકાર અને સૂચનોને સાથે રાખીને કાર્ય કરવામાં આવશે.
-------

Comments