Trending News
સ્થાનિક સમાચાર

શિવજી કલ્યાણનું સ્વરૂપ : ધ્રુવકુમાર શાસ્ત્રીજી

09 June


મખણા રબારી સમાજ આયોજિત શિવ કથાનો પ્રારંભ

ભુજ - કચ્છઉદય : મખણા ગામ ખાતે રબારી સમાજ આયોજિત શિવ મહાપુરાણનો પ્રારંભ કરાયો હતો. કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી કથા મંડપ સુધી યોજાયેલી શોભાયાત્રામાં મખણા ગામના ગ્રામજનો વાજતે-ગજાતે જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર ધ્રુવકુમાર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, કળિયુગમાં જીવાત્માનું શિવના નામ માત્રથી કલ્યાણ થાય છે. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય - આશીર્વચન ભુવાજી સુરાભાઈ, ભુવાજી હિરાભાઈ, ભાગવતાચાર્ય મહેશભાઈ ભટ્ટે પાઠવ્યા હતા. મુળુભાઈ રબારી, વિક્રમભાઈ રબારી, રવજીભાઈ રબારી, જેસાભાઈ રબારી, દેવાભાઈ રબારી, મોહનભાઈ રબારી, રવિભાઈ રબારી, શિવજીભાઈ રબારી, ભીખાભાઈ રબારી, સાજનભાઈ રબારી, મખણા રબારી સત્સંગ મંડળ, મખણા રબારી સત્સંગી મહિલા મંડળ રસોડા વિભાગમાં મહાપ્રસાદની સેવા આપી રહ્યા છે. કથા સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી પ.૩૦નો છે. કથાનું સંચાલન રવિભાઈ રબારી કરી રહ્યા છે.
------------

Comments

COMMENT / REPLY FROM