Trending News
સ્થાનિક સમાચાર

બીજેએસ દ્વારા ટ્રેઝર હન્ટ ૨૦૨૬નું કરાયું આયોજન

09 June



ભુજ-કચ્છઉદય : બીજેએસ ભુજ ચેપ્ટર દ્વારા આયોજિત ટ્રેઝર હન્ટ ૨૦૨૬ પ્રોજેક્ટ ચેરમેન ભાવિન દેઢિયા, મેહુલ દેસાઈ, ભવ્ય દોશી ઉત્સાહ, સાહસ અને ટીમવર્કનો અનોખો સમન્વય સાબિત થયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ વિશે વધુ માહિતી આપતાં ધીરેનભાઈ શાહે જણાવ્યું હતું કે આ ટ્રેઝર હન્ટ દરમિયાન શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક જગ્યાઓને આવરી લેતા વિવિધ ક્લૂ અને ટાસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા. જેના દ્વારા સ્પર્ધકોએ પોતાની બુદ્ધિ, ચતુરાઈ અને ટીમ સ્પિરિટનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. લોકો ભુજ શહેરની ઐતિહાસિક વિરાસતથી માહિતગાર થયા હતા. શહેરની ઐતિહાસિક આઠ જગ્યાને કુલુ ઉપરથી શોધી અને ત્યાં પહોંચી એક ટાસ્ક કરી સૌથી આખરી સ્થળ પર ટ્રેઝેર શોધી પ્રમુખ ધીરેન શાહને આપે એ પહેલી ત્રણ ટીમ ને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. આ ઐતિહાસિક જગ્યાઓ શોધવામાં બીજેએસ ભુજ ચેપ્ટરના મહામંત્રી મનીષભાઈ નાગડા અને કેતનાબેન નાગડાનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.
આ સમગ્ર આયોજન માટે સંઘવી હોસ્પિટલ ભુજ અને જીગર તારાચંદભાઇ છેડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આયોજક મંડળ તમામ ભાગ લેનાર ટીમો, સ્વયંસેવકો, સહયોગીઓ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે. ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો દ્વારા યુવાનોને જોડવાનો પ્રયાસ ચાલુ રહેશે. આ આયોજનમાં પ્રથમ નંબર ફેરલેસ ફેમેલી, બીજા નંબર સ્વેગ હન્ટર, ત્રીજા નંબરે ગોલ્ડ ડીર્ગસ આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોને ગીફ્ટ આપવા આવી હતી. સમગ્ર ટ્રેઝેર હન્ટ દરમિયાન એક રીલમાં પહેલો નંબર જૈન-ઝી- જાસૂસ ટીમ નો આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ઉમંગ સંઘવી, રાજેશભાઈ શાહ, તુષારભાઈ સ્નેહલ ઝવેરી, પ્રેમ ઝવેરી, સેહુલ શાહ, સમીર પારેખ, હિતેશ પારેખ, પારસ દલાલ, ગિરીશ સાવલા, મનીષ દોશી, સમીર દોશી, મહેશ ગાંધી, વિરાજ ગાંધી, જૈનિલ દોશી, નીલ શાહ, અંકિત ગાલા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન મનિષભાઈ નાગડા તથા આભારવિધિ ધીરેનભાઈ શાહ કરી હતી. તેમજ બીજેએસ ભુજ ચેપ્ટરના મિડીયા કન્વીનર અંકિત ગાલાએ જણાવ્યું હતું.
--------

Comments

COMMENT / REPLY FROM