કચ્છ કોકેઈનકાંડમાં નવો ફણગો!ઃ શું ડ્રગ્સ-સીઝરના ૨૦% સ્ટ્રીટ વેલ્યુ ઈનામનો લાભ આતંકી ફંડિંગ માટે તો નથી ને?
સિક્કાની બીજુ બાજુની ભીતરમાં ડોકીયું : સરકાર-એજન્સી ચેતે
૧૧૮ર કરોડનું કોકેઈન આવી રહ્યુ છે, કયાથી નીકળ્યુ, કયારે મુંદરા પહોચી રહ્યુ છે, તે સહિતની તમામ માહીતીઓ ચોકકસ એજન્સીને મળી ગઈ, પરંતુ એક શખ્સ એજન્સીના રસાલાનીવચ્ચે દરીયામાં ઓઝલ થઈ ગયો? આવુ કેવી રીતે બની શકે? શું તે માહીતી આપનારો જ વ્યકિત હતો?
આતંકીસંગઠનોએ ટેરર ફડીગનો નવો કીમીયો તો નથી શોધી લીધો ને? ડ્રગ્સ મુકત ગુજરાતની જાહેર થયેલી પોલીસીનો કયાંક ને કયાંક હવાલા-ટેરર ફડીંગ માટે આવા કૃત્યો-પ્લાન્ડ સિઝર કરાવી અને ગેરલાભ નથી ઉઠાવાતો ને..?
કોકેઈનની મેકસીકોમાં કોડીની છે કિમંત.! ત્યાથી ડ્રગ્સ વાયા કરાંચી ભારતમાં દરીયાઈ માર્ગે ઠાલવે, એજન્સીને બાતમી આપી પકડાવી દે, વિચાર તો કરો ૧૧૮ર કરોડના ર૦ ટકા કેટલા થયા? ઈમ્પોર્ફરને કેટલી રકમ મળી ગઈ? કોકેઈન-ડ્રગ્સ પકડાઈ ગયુ, એજન્સીની કામગીરી દેખાઈ, અધિકારીઓ-કર્મચારીઓને પણ પોલીસ અનુસાર આવા કિસ્સાઓમાં મળે છે અલગથી રીવોર્ડઝ..!
ગાંધીધામ : ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના રાજ્ય સરકારના ઉમદા અભિયાન વચ્ચે, તાજેતરમાં કચ્છમાં ઝડપાયેલા ૧૧૦૦ કરોડથી વધુના કોકેઈનકાંડે સુરક્ષા એજન્સીઓ અને સામાન્ય નાગરિકોમાં ગંભીર ચર્ચાઓ જગાવી છે. સરકારે ડ્રગ્સની બાતમી આપનારને પકડાયેલા જથ્થાની ‘સ્ટ્રીટ વેલ્યુ’ના ૨૦ ટકા પુરસ્કાર તરીકે આપવાની જે નીતિ જાહેર કરી છે, તે હવે અનેક સવાલોના ઘેરામાં આવી ગઈ હોય તેવો એક નવો ફણગો મુદરાના કરોડોના કોકેઈન કાંડ પ્રકરણમાં પણ સમો આવતો જોવાઈ રહ્યો છે.
પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ?શું ‘રિવોર્ડ’ની રકમ આતંકીઓની તિજોરી ભરી રહી છે? વાત સહેજ વિગતે કરીએ તો સરકારની આ નીતિ પાછળનો હેતુ ડ્રગ્સ માફિયાઓને નેસ્તનાબૂદ કરવાનો છે. પરંતુ, જો ૧૧૦૦ કરોડના ડ્રગ્સના ૨૦ ટકાની ગણતરી કરીએ, તો તે રકમ ૨૦૦ કરોડથી પણ વધી જાય છે. શું આટલી મોટી રકમ કોઈ વ્યક્તિગત ઇન્ફોર્મરને મળે છે? કે પછી આ રકમ કોઈ આતંકી સંગઠન અથવા ટેરર ફંડિંગના ભાગરૂપે આયોજનબદ્ધ રીતે મેળવવાનો ખેલ છે? આ શંકા એટલા માટે પણ મજબૂત બને છે કારણ કે કયાંક ને કયાંક જે ઘટનાક્રમ દર્શાવાયો છે તે આયોજનબદ્ધ સીઝર તો નથી કરાયુ ને? શું આ ડ્રગ્સનું સીઝર એટલા માટે કરવામાં આવ્યું જેથી ઇન્ફોર્મરને મળતા ૨૦ ટકા સીધા રોકડ રૂપે ભારતની અંદર, કાયદેસરની પ્રોત્સાહન રકમના નામે મળી જાય? ખુબ ઉંડાણથી આ ઘટનાક્રમનો અભ્યાસ કરનારાઓ કહી રહ્યા છે કે, હવાલા કે અન્ય જોખમી માધ્યમોને બદલે, ડ્રગ્સના સીઝર દ્વારા સરકારના પોતાના ખર્ચે ભારતની અંદર નાપાક પ્રવૃત્તિઓ માટે નાણાં ઠાલવવાનો આ એક અત્યાધુનિક માર્ગ તો નથી ને? દરિયામાં ગાયબ થયેલો શખ્સ એ જ આ ઘટનાક્રમમાં એક મોટું રહસ્ય સર્જી જાય છે. એટીએસ દ્વારા પકડાયેલા આ કાંડમાં એક શખ્સ દરિયામાં ગાયબ થઈ ગયો હોવાનું દર્શાવાય છે. અહીં તર્ક એ છે કે, રસ્તા પર તો કોઈ વ્યક્તિ ક્યાંક સરકી શકે, પરંતુ અધવચ્ચે દરિયામાં ગાયબ થયેલો વ્યક્તિ શું તરતો-તરતો મેક્સિકો કે બ્રાઝિલ પહોંચી જશે?તર્ક કહે છે કે, કદાચ આ શખ્સ પોતે જ તે ‘ઇન્ફોર્મર’ હોઈ શકે, જેણે ડ્રગ્સ મોકલનાર અને પકડનાર બંને પક્ષે ભૂમિકા ભજવી હોય અને સલામત રીતે ત્યાંથી નીકળી ગયો હોય. શું આ માત્ર એક સંયોગ છે કે મેક્સિકોથી નીકળેલા ડ્રગ્સની ચોક્કસ માહિતી એજન્સીઓને મળે છે, જથ્થો પકડાય છે અને તે જ સમયે એક મુખ્ય કડી ગણાતો વ્યક્તિ ગાયબ થઈ જાય છે?આ સમગ્ર પ્રકરણ એક ઊંડી તપાસની માંગ કરે છે. શું આપણે સુરક્ષાના નામે અજાણતા જ કોઈ એવી વ્યવસ્થા તો નથી બનાવી રહ્યા જે આતંકવાદીઓ માટે ‘કેશ-બેક’ સ્કીમ જેવી સાબિત થઈ રહી છે? જો ડ્રગ્સ સીઝરના નામે થતી ચૂકવણીની યોગ્ય મોનિટરિંગ નહીં કરવામાં આવે, તો આ રકમ ભારતીય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.
........................
તો આ તો ‘ઘરના જ ઘા’ જેવી સ્થિતિ સર્જાઈ
ગાંધીધામ : આ ઉપરાંત એક સંકેત એવો પણ આવે છે કે, સરકારની આ નીતિમાં અધિકારીઓ માટે પણ પ્રોત્સાહન રકમની જોગવાઈ છે. આ એક અત્યંત સંવેદનશીલ વિષય છે. જો આવી રીતે આતંકી સંગઠનો (જેમ કે અલ-કાયદા કે અન્ય જૂથો) ની મીલીભગત હોય, તો આ તો ‘ઘરના જ ઘા’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારી તંત્રના પ્રોત્સાહનના નામે આતંકીઓ પોતાના જ ડ્રગ્સને પકડાવીને ભારતની અંદર અબજો રૂપિયાનું ફંડિંગ ઉભું કરી રહ્યા હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

Comments