Trending News
સ્થાનિક સમાચાર

નલિયા પાસે બ્લેકટ્રેપ ખનીજ ભરેલી ઓવરલોડ ટ્રક સીઝ કરાઈ

08 June


રૂ.૧૦.૧૦ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત


ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના નલીયા પાસે ઓવરલોડિંગ બ્લેકટ્રેપ ખનીજનું વહન કરતી એક ડમ્પર ટ્રકને ઝડપી પાડી સીઝ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અબડાસાના નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા વીર અબડા દાદા ચાર રસ્તા, નલીયા પાસેથી પસાર થતી ડમ્પર ટ્રક નંબર જીજે ૧૯ એક્સ ૯૦૯૧ ને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રોયલ્ટી પરમીટ તથા વજનકાંટાની વિગતો ચકાસતા ટ્રકમાં ૯.૩ મેટ્રિક ટન બ્લેકટ્રેપ ખનીજ ઓવરલોડ હોવાનું જણાઈ આવ્યું હતું. આથી મામલતદાર અબડાસા એ. આર. નિનામા તથા તેમની ટીમને જપ્તીની આગળની કાર્યવાહી સોંપવામાં આવી હતી. તંત્ર દ્વારા અંદાજિત ૧૦ લાખ રૂપિયાની કિંમતની ઓવરલોડ ટ્રક સહિત કુલ રૂપિયા ૧૦,૧૦,૫૫૩/- નો મુદ્દામાલ સીઝ કરી નલીયા પોલીસ સ્ટેશનને કબજો સુપ્રત કરવામાં આવ્યો છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM