અંજારમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ૯ જુગારીઓ રંગેહાથ ઝડપાયા : સંચાલક ફરાર
ટીમશ્રી જાડેજાની અસમાજીક તત્વો સામે અવિતરત લાલઆંખ
ગાંધીધામ : આ સૂચનાના આધારે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ.જાડેજાએ સ્ટાફના માણસોને આવા કેસો શોધી કાઢવા માટે સખત આદેશ આપ્યા હતા. બાતમીના આધારે સવાસરનાકા પાસે ખુલ્લી શેરીમાં દરોડો અંજાર પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, સવાસરનાકા પાસે આવેલ લુહાણા સમાજવાડી નજીકની જમાદાર વાળી ખુલ્લી શેરીમાં અનવર હુશેન સીદ્દી (રહે. અંજાર) બહારથી માણસો બોલાવીને જાહેરમાં ધાણી પાસા વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે. આ હકીકત મળતા જ પોલીસ સ્ટાફે બાતમી વાળી જગ્યાએ તાકીદે રેઇડ કરી જુગાર રમતા આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને અંજાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો (ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૩૨૬ ૦૭૦૭/૨૦૨૬) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવ જુગારીઓ રંગેહાથ ઝડપાયા, સંચાલક ફરારપોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં (૧) પારશ મણીલાલ કોઢીયા (ઉ.વ.૩૫, રહે. રામનગર, અંજાર), (૨) અક્રરમ ઇબ્રાહીમશા શેખ (ઉ.વ.૨૯, રહે. હેમલાઈ ફળીયુ, અંજાર), (૩) જેસાભાઈ ઉર્ફે મહેશ રાઘાભાઈ રબારી (ઉ.વ.૩૮, રહે. ભાદ્રોઈ, તા. અંજાર), (૪) શામજીભાઈ પ્રેમજીભાઈ
દેવીપુજક (ઉ.વ.૨૬, રહે. મણીનગર, આદીપુર, તા. ગાંધીધામ), (૫) દિનેશ વીજુભાઈ દેવીપુજક (ઉ.વ.૨૯, રહે. વિજયનગર, અંજાર), (૬) અલી અસગર આલીશા શેખ (ઉ.વ.૨૪, રહે. હેમલાઈ ફળીયુ, અંજાર), (૭) જમનશા મામદશા શેખ (ઉ.વ.૩૨, રહે. મદીનાનગર, અંજાર), (૮) સૈયદ કાસમ આરબ (ઉ.વ.૩૫, રહે. હેમલાઇ ફળીયુ, અંજાર) અને (૯) સમીર આદમ મેમણ (ઉ.વ.૩૮, રહે. સોરફીયા ફળીયુ પાસે, અંજાર) નો સમાવેશ થાય છે. જ્યારે જુગાર રમાડનાર મુખ્ય આરોપી (૧૦) અનવર હુશેન સીદ્દી (રહે. અંજાર) રેઇડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ ટીમઅંજાર
પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી રોકડા રૂ. ૪૫,૭૦૦/- તથા રૂ. ૦૦/- ની કિંમતના ૨ નંગ ધાણી પાસા મળીને કુલ રૂ. ૪૫,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવાની સફળ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.એ.જાડેજા,
પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.

Comments