ભચાઉ પોલીસની હોટલ-ધાબા ચેકિંગ ડ્રાઈવઃ ૨૨ હોટલ ચેક, ૧૦૦ વાહનોની તપાસ
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શનથી ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાની મોટી કાર્યવાહી
ભચાઉ - કચ્છઉદય : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા હોટલ-ધાબા ચેકિંગની વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના સુપરવિઝન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ૈઁં અને સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં આવેલી હોટલો અને ધાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.ડ્રાઈવ દરમિયાન ૨૨ હોટલ-ધાબાઓની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ૧૦૦ વાહનો ચેક કરાયા, ૩૯ શકમંદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જી.પી. એક્ટ હેઠળ ૯ કેસ નોંધાયા, ૮ વાહનો ડિટેઈન કરાયા તેમજ એમ.વી. એક્ટ હેઠળ ૨૪ એન.સી. કેસ કરવામાં આવ્યા, જેમાં ૧૧ કાળા કાચ અને ૧૩ અન્ય નિયમભંગના કેસોનો સમાવેશ થાય છે.

Comments