Trending News
સ્થાનિક સમાચાર

ભુજથી બાંદ્રા ટર્મિનસ જતી સ્પેશિયલ ટ્રેનો આંશિક રીતે રદ

06 June


બોરીવલી સ્ટેશને જ શોર્ટ ટર્મિનેટ થશે

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી પસાર થતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોના મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પરિચાલન સંબંધિત અનિવાર્ય કારણોસર ભુજ અને વેરાવળથી મુંબઈના બાંદ્રા ટર્મિનસ તરફ જતી ત્રણ સ્પેશિયલ ટ્રેનોને બોરીવલી સ્ટેશન પર જ ટૂંકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે આ તમામ ટ્રેનો બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે, જેથી મુસાફરોએ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરવું.
આ યાદી અનુસાર આગામી તારીખ ૭/૬ ના રોજ ભુજથી ઊપડનારી ટ્રેન નંબર ૦૯૦૩૮ ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ થશે. તેવી જ રીતે તારીખ ૮/૬ ના રોજ ઊપડનારી ટ્રેન નંબર ૦૯૦૧૮ વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ પણ બોરીવલી સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાંથી આગળની મુસાફરી રદ રહેશે. આ ઉપરાંત તારીખ ૧૦/૬ ના રોજ દોડનારી ટ્રેન નંબર ૦૯૦૧૨ ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલને પણ બોરીવલી સ્ટેશન પર જ ટૂંકાવી દેવામાં આવશે. આ ત્રણેય ટ્રેનો બોરીવલીથી બાંદ્રા વચ્ચે ઉપલબ્ધ નહીં રહે, તેથી પ્રવાસીઓને રેલવે તંત્ર દ્વારા સહકાર આપવા અને સમયસર વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી લેવા વિનંતી કરવામાં આવી છે.
-----------

Comments

COMMENT / REPLY FROM