Trending News
સ્થાનિક સમાચાર

મખણા રબારી સમાજ આયોજીત શિવ મહાપુરાણ કથાનો ૯મીથી થશે પ્રારંભ

06 June



ભુજ-કચ્છઉદય :  મખણા ગામ મધ્યે રબારી સમાજ શિવપુરાણ  કથાનું તા. ૯-૬ થી તા. ૧૭-૬ કથાનું આયોજન વક્તા આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર ધ્રુવકુમાર શાસ્ત્રી (ઓમ સંસ્કારધામ મંદિર ભુજ) વાળા કથામૃતનું સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.
દીપ પ્રાગટય, આશીર્વચન પૂ.શ્રી જગતગુરૂ મહામંડલેશ્વર કનીરામ દાસજી બાપુ (ગુરૂગાદી) વડવાળા મુદિર દુધરેજ્યામ પૂ. લઘુ મહંત નાગર દાસજી બાપુ, કોઠારી મુંકુદરામજી દાસજી બાપુ, કોઠારી સુંદરદાસજી બાપુ, પૂ. મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલક દાસજી બાપુ ( શ્રીવડવાળા મંદિર દુધઈધામ), ભાગવતાચાર્ય મહેશભાઈ ભટ્ટ (અધ્યક્ષ ઓમ સંસ્કારધામ મંદિર ભુજ) કથા દરમ્યાન પૂ. સાધુ, સંત,  મહંત, પૂ. ભુવાજી, ભગવતીદેવી આશીર્વચન દેવા પધારશે.  
સામાજીક, રાજકીય, મહાનુભાવો તથા વ્યક્તિવિશેષો પધારી પ્રસંગ શોભાવશે. કથા દરમ્યાન ત્રણ દિવસ કલ્યાણેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિઠા મહોત્સવ ધામધુમથી ઉજવાશે. કથા દરમ્યાન, શિવપુરાણ, રૂદ્વાક્ષ, ભસ્મ, બીલીપત્ર, શીવવિવાહ, બારજયોતલીગ, ધર્મસભા, આરાધીવાણી, દાંડીયારાસ, સંતવાણી ધામધુમથી પ્રસંગો ઉજવવામાં આવશે. કથા સમય સવારે ૯ થી ૧ર, બપોરે ૩ થી પ.૩૦ સુધી. સમગ્ર કથાનું પ્રસારણ ડી.જે. ડીજીટલ લાઈવ (યુ-ટ્યુબ પર) પ્રસારણ થશે.
-------

Comments

COMMENT / REPLY FROM