રાપર આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા ઈચ્છુકો જોગ
રાપર - કચ્છઉદય : ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાયર્યની અખબાર યાદી જણાવે છે કે, રોજગારી અને સ્વ રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી આઈટીઆઈ રાપર ખાતે પ્રવેશસત્ર -૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા.૨૩/૬ છે. ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયન ૬૦, ફિટર ૪૦, સોલાર ટેક્નિશિયન ૬૦, કોપા ૭૨, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર ૭૨, અને ધોરણ ૮ પાસ માટે વેલ્ડર ૨૦, વાયરમેન ૬૦, સુઇંગ ટેકનોલોજી (મહિલા) ૨૦ બેઠક પર પ્રવેશ મેળવી શકાશે. એડમિશન માટે જરૂરી ધોરણ ૮,૯,૧૦ ની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિ નો દાખલો, આવક નો દાખલો, તમજ શારીરિક ખોડખાંપણ કે માજી સૈનિકના આશ્રિત હોવા અંગેના પ્રમાણપત્રો, આધારકાર્ડ, જેવા જરૂરી દસ્તાવેજો તથા તેની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાના રહેશે. એડમિશન મેળવવા ઈચ્છુક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈટીઆઈ રાપર ખાતે સવારે ૯ઃ૩૦ કલાકથી ૫ કલાક દરમિયાન અથવા વેબસાઇટ https:// itiadmission. guja®a. gov.in પર ફોર્મ ભરી નજીકની આઈટીઆઈ ખાતે વેરિફિકેશન માટે મુલાકાત લેવા જણાવવામાં આવે છે.
----------

Comments