અંતરજાળ દુર્ઘટના : ERC ની ભૂમિકા ચર્ચામાં : તંત્રના હસ્તક્ષેપ બાદ ૧૬ કલાકે મૃતદેહ મળ્યો !
ગાંધીધામ : અંતરજાળના પાતળીયા હનુમાન નજીક તળાવમાં ડૂબી ગયેલા ૧૪ વર્ષીય બાળકની શોધખોળ દરમિયાન ગાંધીધામ સ્થિત ઈઇઝ્ર (ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર)ની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના અંધારાને કારણ દર્શાવી શોધખોળની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી , ડેપ્યુટી કમિશનર શ્રી રામાનુજ અને ગાંધીધામ મામલતદાર જાવેદભાઈ સિંધીના હસ્તક્ષેપ બાદ ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું.સતત ૧૬ કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાએ સ્થાનિકોમાં સવાલ ઊભા કર્યા છે કે અદ્યતન સાધનો અને વિશેષ તાલીમ ધરાવતી ઈઇઝ્ર જેવી એજન્સી રાત્રિના સમયે અસરકારક કામગીરી કરવામાં કેમ અસમર્થ રહી? બીજી તરફ સ્થાનિકો તંત્રના અધિકારીઓની સમયસૂચકતા અને સતત દેખરેખને કારણે કામગીરીને ફરી ગતિ મળી હોવાનું જણાવી રહ્યા છે.
.................
મહિલા મેયરની સંવેદનશીલતાના દર્શન : મધરાતે માસુમની શોધખોળ માટે ખુદ ઘટનાસ્થળે ધસી ગયા
માસૂમ બાળકને શોધવા માટે દિવ્યાબેન નાથાણીએ ઘટનાસ્થળે દોડી જઈને તંત્રને દોડતું કર્યું
મેયર દિવ્યાબેન નાથાણી ઘટનાસ્થળે પહોચ્યા બાદ અધિકારીઓ પણ દોડતા થયા : બંધ કરી દેવાયેલ રેસ્કયુ કામ-ઓપરેશન પણ ફટાફટ હાથ ધરાતા અંતે કલાકોની જહેમત બાદ બાળકનો મળ્યો મૃતદેહ
પ્રાંત અધિકારી, મામલતદાર, મનપાના ડે.કમિશ્નર સહિતનાઓ ઘટનાસ્થળે રહ્યા હાજર : ઈઆરસીએ તો અંધારાનું કારણ આગળ ધરી અને રેસ્કયુ કાર્ય બંધ કરી દીધુ હતુ, જનરેટર તથા લાઈટ જેવી સુવિધાઓ પણ સ્થાનીકના જાગૃત લોકોએ કરી હતી’
ગાંધીધામ : એક તરફ વહીવટી તંત્રની બેદરકારી તો બીજી તરફ પ્રથમ મહિલા મેયરની સંવેદનશીલતા! હાલમાં જ એક હૃદયદ્રાવક ઘટનામાં જ્યારે તંત્રએ અંધારાનું બહાનું કાઢીને બાળકને શોધવાની કામગીરી અધવચ્ચે અટકાવી દીધી હતી, ત્યારે મેયર દિવ્યાબેન નાથાણીએ જાતે ઘટનાસ્થળે પહોંચીને આખા ઓપરેશનમાં નવી ગતિ ભરી હતી. ઘટના એવી બની હતી કે, એક માસૂમ બાળકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. જોકે, ત્યાં હાજર રહેલી જીડ્ઢઇહ્લ જેવી બચાવ ટીમોએ ‘અંધારું છે’ તેવું કારણ આપીને કામગીરી સ્થગિત કરી દીધી હતી. જ્યારે આ વાતની જાણ મેયર દિવ્યાબેન નાથાણીને થઈ, ત્યારે તેઓ જરા પણ વિલંબ કર્યા વિના મધ્યરાત્રિએ સીધા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મેયરના આગમન બાદ આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. તેમની તત્પરતા અને આદેશને પગલે પ્રાંત અધિકારી, મામલતદાર અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ સહયોગ આપીને જનરેટર અને લાઈટની વ્યવસ્થા કરી હતી, જેથી અંધારામાં પણ શોધખોળ શરૂ કરી શકાય. મેયરની અંગત દેખરેખ અને સક્રિયતાના કારણે જે રેસ્ક્યુ ઓપરેશન ખોરંભે ચડ્યું હતું, તેને ફરી વેગ મળ્યો. પરિણામે, ગણતરીના કલાકોમાં જ માસૂમ બાળકની ભાળ મળી ગઈ હતી. એક તરફ જે બચાવ ટીમો ‘શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ હતી, તેની સામે મેયર દિવ્યાબેન નાથાણીની જાગૃતિ અને એક બાળક પ્રત્યેની તેમની સંવેદનશીલતાની સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી છે. મધ્યરાત્રિએ પણ નાગરિકની મદદ માટે દોડી જનારા મેયરના આ પગલાએ સાબિત કર્યું છે કે જ્યારે વહીવટી તંત્ર નિષ્ફળ જાય, ત્યારે લોકપ્રતિનિધિની સક્રિયતા ઘણી મહત્વની બની જાય છે.

Comments