ધોળાવીરાના ખારોડા ના કરોડોના જમીનકૌભાંડ ની તપાસ ઠંડાબક્ષામાં? જમીન શ્રીસરકાર થઈ, બાબુઓ કેમ આબાદ?
સમરથ કો નહીં દોષ..નો તાલ તો નથી ને..!
૧૩૦ એકરથી વધુની સરકારી જમીન ખાનગી પાર્ટીને તાસકમાં ધરી દેવાયાની જાગૃત લોકો, ગ્રામજનો, સહિતનાઓને અરજી બાદ કચ્છના તત્કાલીન કલેકટરશ્રીએ આ જમીન રાજયસાત કરવાનો ઓર્ડર કરી દીધો છે, તો પછી સરકારી કરોડોની જમીનનો વેપલો કરનારા પૂર્વ કચ્છના મહેસુલી અધિકારી, જવાબદારો સામે હજુ સુધી કેમ કોઈ પગલા નહી?
ખાટલે મોટી ખોટ : મામલતદા, નાયબ કલેકટર સહિતનાઓ પર હજુ સુધી કેમ કોઈ જ ધાક બેસાડતા પગલા નહી? જમીન રાજયસાત કરાઈ તેનો મતલબ કે ખોટી રીતે જ સરકારી જમીન વેંચી દેવાઈ હતી? તો આ દસ્તાવેજોમાં સહીકર્તા મહેસુલી તમામ જવાબદારોને કેમ હજુ સુધી સસ્પેન્ડ કરી અને તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી નથી થઈ?
રાજયના મહેસુલ વિભાગ, રાજયના એન્ટી કરપ્શન બ્યુરો સુધી ફરીયાદો પહોચી છે, સ્થાનિક અધિકારીઓએ અરજદારોના નિવેદનો પણ લઈ લીધા છે, તમામઆધાર-પુરાવાઓ રજુ કરી દેવાયા છે છતા ભચાઉના આ કેસના ઓર્ડર પાસ કર્તા નાયબ કલેકટર, મામલતદાર સહિતના રેવેન્યુ અધિકારીઓનો કેમ કેાઈ વાળ પણ વાંકો નથી કરી શકતુ? : શું મોટાપાયે ઉચ્ચકક્ષાએ પૈસા ફેંક-તમાસા દેખનો ખેલ ખેલાઈ ગયો છે?
ગાંધીધામ : પૂર્વ કચ્છના ધોળાવીરાના ખારોડામાં ૧૩૦ એકર જેટલી સરકારી જમીન ખોટા આધારો ઉભા કરી અને બારોબાર જ ખાનગી પાર્ટીને પધરાવી દેવાનો મુદો થોડા સમય પહેલા બરાબરનો ચર્ચામાં આવ્યો હતો. જાગૃત ગ્રામજનોની ધારદાર અવીરત રજુઆતો બાદ તંત્રને તેમાં કાર્યવાહી કરવાની ફરજ પડી જ હતી. ભચાઉના તત્કાલીન જવાબાદર મહેસુલના અધિકારીઓની ગુનાહિત લાપરવાહીથી આ કૃત્ય આચરાયુ છે અને તેમની સામે કડક રાહે પગલા લેવાની માંગ પણ જાગૃત વર્ગ્ દ્વારા કરવામાં આવતી હતી.
દરમ્યાન જ આ આખાય કેસમાં અભ્યાસ કરી અને તત્કાલીન કચ્છ કલેકટરશ્રી ડો. આનંદ પટેલે આ જમીનને રાજયસાત-શ્રી સરકાર કરવાનો હુકમ કરી દીધો હતો અને તે બાદ તરત જ સૌમાં આશાવાદ જન્મયો હતો કે, આ પ્રકારે કરોડોની ૧૩૦ એકર જેટલી સરકારી જમીન ખાનગી પાર્ટીને ખોટા આધારો ઉભા કરી અને પધરાવાયા હોવાનુ તો ફલિત કલેકટરના શ્રી સરકાર કરવાના આદેશથી થઈ જ રહ્યો છે ,પરંતુ આ પ્રકારના કૃત્ય કરનારા તે વખતના નાયબ કલેકટર, મામલતદાર સહિતના રેવેન્યુ અધિકારીઓની સામે પણ ધાક બેસાડતી કાર્યવાહી થવાની સૌ આશા સેવી રહ્યા હતા. પરંતુ આ જમીન રાજય સરકાર હસ્તક લેવાનો આદેશ થઈ ગયાને આજે છ માસનો સમય કદાચ વીતી જવા આવ્યો હશે પરંતુ હજુ સુધી આ પ્રકારે કરોડોની સરકારી જમીનનો વેપલો જેમની સહીઓથી થવા પામી ગયો હશે તેવા ભચાઉના તે વખતના મામલતદાર, નાયબ કલેકટર સહિતનાઓ હજુય આબાદ ફરી રહ્યા છે અને જમીન રાજય સાત કર્યા બાદ જાણે કે આખેઆખા પ્રકરણ પણ એકચોટથી પડદો જ પાડી દેવાયો હોય તેમ તપાસ ઠંડાબક્ષામાં જ જતી રહી હોવાનુ દર્શાય છે. આ આખાય પ્રકરણમં જમીન પ્રકરણોથી લઈ અને લાપરવાહ અધિકારીઓની સામે ભ્રષ્ટાચાર સબબના પણ સવાલો ન માત્ર ઉભા થયા હતા બલ્કે તેને લઈને જાગૃત વર્ગ્ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો સુધી તથા રાજયના મહેસુલી વિભાગ સુધી અનેકવીધ આધાર પુરાવાઓ સાથે ફરીયાદ-અરજી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મહેસુલીતંત્ર તરફથી કે પછી એસીબી તરફથી પણ કોઈ ધારદાર અહેવાલ રજુ કરી અને ધાક બેસાડતી કાર્યવાહી આ કેસમાં થવા પામી નથી. રાજય કક્ષાએ અરજી-ફરીયાદો કરાઈ હોવાથી સ્થાનિકે આ મામલે જાગૃત વર્ગના નિવેદન લેવાયા પરંતુ તે બાદ કાઈ જ ઠોસ કાર્યવાહી સરકારી બાબુઓ સામે થતી જોવાઈ ન હોવાથી સવાલો વધુ ઘેરાઈ રહ્યા છે. સરકારી જમીન ખાનગી પાર્ટીને અપાઈ એ તો જમીન કલેકટરશ્રીએ શ્રી સરકાર કરી હોવાથી ફલિત થયુ, તો આ કૃત્ય મહેસુલી અધિકારી-કર્મચારીઓની સંડોવણી વિના તો થઈ જ ન શકે? તેમની સહીઓ રહેલી હોય તો જ આ કૃત્યો થઈ શકે છે? પરંતુ નાયબ કલેકટર ભચાઉ, મામલતદાર ભચાઉ સામે કોઈ જ પ્રકારની લાલઆંખ ભરી કાર્યવાહી ન થતા સૌ કોઈમાં આશ્ચર્ય ઉભા થવા પામ્યુ છે અને અલગ અલગના સવાલો પણ સર્જાવવા પામી રહ્યા છે.

Comments