બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રણ તકતી અનાવરણ સમારોહ યોજાયો
બિદડા - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ભવ્ય અને ધાર્મિક ભાવનાથી ભરપૂર સમારોહમાં ત્રણ સ્મૃતિ તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મ, તપ અને સેવા ભાવનાનું અનોખું સંકલન જોવા મળ્યું હતું.
કાર્યક્રમમાં નશનવ્રતધારી પૂજ્ય સુવિધિબાઈ મહાસતીજીની ઉછામણી નિમિત્તે રૂ. ૧૧ લાખનું દાન હા.મનીષભાઈ વોરા તથા ખીલતીબેન વોરા (અમરસંસ પરિવાર, નવીનાળ - કચ્છ) તરફથી અર્પણ કરવામાં આવ્યું હતું અને તે તકતીનું અનાવરણ થયું હતું. ત્યારબાદ માલતીબેન મહેશભાઈ શાહની સ્મૃતિમાં રૂ.૫ લાખનું દાન સાધુ-સાધ્વી વૈયાવચ માટે હા. બકુલભાઈ શાહ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય પદ્મગીતાજી માં.સા.અને ચારૂશીલાજી માં.સા.ની પ્રેરણાથી અને પૂ મોહોદય કવિંદ્રસાગરસૂરીજીના ૫૦૦૦થી વધુ ઉપવાસ કરનાર તપસમ્રાટ અજોડ શાસન પૂજ્ય આ.ભા. કવિન્દ્રસાગર સૂરીજી મ.સા.ના ૨૫મા વર્ષીતપ અનુમોદના તથા ગિરનાર નવ્વાણું યાત્રા સંઘપતિ પરિવારોના સહયોગથી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સર્વ સંઘના મહાસતીજીઓ તથા સાધુ ભગવંતોની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી અને સૌએ આશીર્વાદ પાઠવ્યા હતા, જેમાં પ પૂ.આચાર્ય મોહોદયસાગરે જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી અવિરત સેવાની ગંગા વહે છે. પહેલા કલ્યાણજી માવજી પટેલ બાદમાં બચુભાઈ રાંભીયા અને વિજયભાઈ છેડા એટલ એક પછી એક મહાપુરુષો દ્વારા અહીં માનવ સેવા કરવામાં આવે છે અને અહીં સાધુ સંતોના લીધે પોઝીટીવ વાતાવરણ જોવા મળે છે. દાતાઓ યોગ્ય માર્ગે દાન આપે છે એવા આશીર્વાદ આપ્યા હતા. ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા તમામ ગચ્છના સંતો માટે કોઈ પણ ભેદભાવ વગર સેવા આપવામાં આવે છે. સંતોના આરોગ્ય માટે તાત્કાલિક રિફરની સુવિધા માટે નવી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે, જે માટે રૂપિયા ૩૧ લાખની રકમ માટે જયપદ્મજીમાં માં સા. પ્રેરણા આપી હતી. દાતા માતુશ્રી ધનબાઈ લક્ષ્મીચંદ છેડા હ.ખુશાલભાઈ છેડા લાયજા (યુએસએ)એ અર્પણ કરેલ છે સાથે સાથે અહીં રહેવા, ગોચરી અને શુદ્ધ પાણીની વ્યવસ્થા સંપૂર્ણ કાળજીપૂર્વક કરવામાં આવે છે.
આ પ્રસંગે બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા સાધુ-સાધ્વીઓની વૈયાવચ માટે રૂ. ૨૫ લાખની રકમ વિજયભાઈ છેડા દ્વારા જાહેર કરવામાં આવી હતી અને રૂપિયા ૧૧ લાખ માતુશ્રી મોંઘીબેન ટોકરશીભાઇ ફુરિયા હ.પ્રવિણભાઇ ફુરિયા (યુએસએ) અને રૂપિયા અઢી લાખ મનોજભાઈ સાવલા - તલવાણા પ્રેરક જયપદ્મજીમાં માં.સા, રૂપિયા અઢી લાખ તૃપ્તિબેન સંજીવભાઈ નંદુ - બાડા પ્રેરક જયપદ્મજી માં સા. રહ્યા હતા.આ પ્રસંગે પૂ. આ.ભા. આચાર્ય મોહોદયસાગર સૂરિજી મા.સા. થાણા ૨, પૂ.માં.સા. અનંતરતનજી સાધુ મારાજ થાણા ૨, પૂ.માં સા. જયપદ્મજી માં સા થાણા ૪, પૂ.માં સા.જીનપ્રભાજી માં સા, પૂ માં સા જગત્ર્યાજી માં સા, પૂ માં સા નિજાનંદગણાશ્રી માં , પૂ.માં.સા તારાબાઈ મહાસતી થાણા ૩, પૂ.કોકિલાભાઈ મહાસતીજી થાણા ૫, પૂ. સ્મિતાબાઈ મહાસતી થાણા ૧, પૂ. આશાબાઈ મહાસતી થાણા ૩, પૂ.પિયુષાબાઈ મહાસતી થાણા ૫, પૂ. પદ્માગીતજી માં સા થાણા ૨, કલ્યાણજીભાઈ સાવલા, મનોજભાઈ સાવલા, વલભજીભાઈ, શશિકાંતભાઈ, જગદીશભાઈ, કેશવજીભાઈ અને મયુરભાઈ મોતા સહિત અનેક સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મેહુલ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે વ્યવસ્થા ભરતભાઈ સગાર, ઉમરશીભાઈ ચંદે, ભાવિનભાઈ ગોર અને જેનીલ ગોર દ્વારા સંભાળવામાં આવી હતી.
----------

Comments