Trending News
સ્થાનિક સમાચાર

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ

05 June




પર્યાવરણ દિવસે ડીઆરએમે ૧૦૦ છોડ સાથે કરી શરૂઆત : વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું વિશેષ ધ્યાન કેન્દ્રિત
 

અમદાવાદ - કચ્છઉદય : વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરતા વટવા થી સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે ગ્રીન કોરિડોર વિકસાવવાની યોજનાનો પ્રારંભ કર્યો. મંડલ રેલ પ્રબંધક વેદ પ્રકાશે ૧૦૦ વૃક્ષોનું રોપણ કરીને આ મહત્ત્વાકાંક્ષી અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદ મંડળ દ્વારા ૧૫મેથી ૫ જૂન ૨૦૨૬ સુધી ચાલેલા ૨૧ દિવસીય વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનનું સમાપન વૃક્ષારોપણ, સ્વચ્છતા તથા જનજાગૃતિ કાર્યક્રમો સાથે થયું. અભિયાન દરમિયાન સમગ્ર મંડળમાં ૧૨૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા, જ્યારે અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર મુસાફરો અને નાગરિકો વચ્ચે ૨૦૦-૨૦૦ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન વટવા સ્થિત આરપીએફ બેરેક પરિસરમાં ડીઆરએમ વેદ પ્રકાશ, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા શેફાલી ગુપ્તા, મહિલા કલ્યાણ સમિતિની સભ્યાઓ, શાખા અધિકારીઓ તથા રેલ કર્મચારીઓએ સામૂહિક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ગ્રીન કોરિડોર યોજનાના અંતર્ગત હવે વટવા થી સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે રેલવે કર્મચારીઓ તબક્કાવાર રીતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરશે. તેનો હેતુ રેલવે પરિસર અને રેલ માર્ગ આસપાસ હરિયાળું આવરણ વધારવું, હવાની ગુણવત્તામાં સુધારો લાવવો તથા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવું છે.વેદ પ્રકાશે જણાવ્યું કે અમદાવાદ મંડળ પર્યાવરણ સંરક્ષણ, પાણી અને ઊર્જા બચત તથા સતત વિકાસ પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વટવા - સાબરમતી ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ રેલવે પરિસરોને વધુ હરિયાળા, સ્વચ્છ અને પર્યાવરણ - અનુકૂળ બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. વૃક્ષારોપણ આ રીતે કરવામાં આવશે કે રેલવે ટ્રેક, ઓવરહેડ વિદ્યુત તાર, સિગ્નલિંગ સિસ્ટમ તથા ટ્રેન સંચાલનમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો ન થાય. રેલવે સુરક્ષા ધોરણોનું સંપૂર્ણ પાલન કરીને જ વૃક્ષોની પસંદગી અને રોપણ કરવામાં આવશે.અભિયાનમાં સ્વચ્છતા શપથ અને મુસાફર જાગૃતિ, મુસાફરોને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા તેમજ મુસાફરી દરમિયાન પોતાની પાણીની બોટલ સાથે રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા,     સ્ટેશન સ્ટોલ સંચાલકો અને વેચાણકર્તાઓને પ્લાસ્ટિકમુક્ત તથા પર્યાવરણમૈત્રી કટલરી અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાહેર જાહેરાત પ્રણાલી દ્વારા સતત જાગૃતિ સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવ્યું, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન, સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવી પ્લેટફોર્મ પર કચરાના અલગકરણની સુનિશ્ચિતતા કરવામાં આવી, સ્થાનિક સમુદાયો અને બિનસરકારી સંસ્થાઓના સહયોગથી જૈવિક કચરાના વ્યવસ્થાપન તેમજ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી, પ્લાસ્ટિક ઘટાડો અને સતત પ્રયાસો, હરિત અને ટકાઉ રેલ સંચાલન, એક વૃક્ષ માતાના નામે” અભિયાન અંતર્ગત રેલવે કોલોનીઓ અને પરિસરોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરાયું, કોલોનીઓમાં ટકાઉ જીવનશૈલી અને સ્વચ્છ હવાના આરોગ્યલક્ષી લાભો અંગે જાગૃતિ સત્રોનું આયોજન, કર્મચારીઓ માટે ચિત્રકલા, નિબંધ લેખન અને પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ યોજવામાં આવી, જેથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બને, જળ અને ઊર્જા સંરક્ષણ કરવામાં આવ્યું હતું. અભિયાનના અંતિમ દિવસે, આ વર્ષની મુખ્ય થીમ ‘જલવાયુ પરિવર્તન’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મુસાફરો અને સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે મુખ્ય રેલવે સ્ટેશનો, કાર્યસ્થળો અને રેલવે કોલોનીઓમાં સ્કાઉટ્‌સ, સામાજિક સંગઠનો અને પ્રતિષ્ઠિત નાગરિકોની ભાગીદારી સાથે વિશેષ જાગૃતિ અભિયાનો યોજવામાં આવ્યા હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM