ભુજ આરટીઓ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સીપીઆઈ કરાવવા કેમ્પનું આયોજન
ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા જૂન માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સીપીઆઈ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ૧૮ જૂનના રોજ નલિયા ખાતે સવારે ૧૦ઃ૩૦ થી બપોરે ૧૨ કલાક સુધી, દયાપર ખાતે બપોરે ૧ થી ૨ કલાકે અને નખત્રાણા ખાતે બપોરે ૩ થી સાંજે ૪ઃ૩૦ કલાકે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સ્થળ પર જ નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સીપીઆઈની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીમાં પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની યાદીમાં જણાવાયું છે.
------

Comments