માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિને તુલસીરોપા, કાપડની થેલી, કુંડા-ચકલી ઘર વિતરણ કરાયા
ભુજ - કચ્છઉદય : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભુજના જયુબીલી ગ્રાઉન્ડ, વાણીયાવાડ, શાક માર્કેટ તથા ભીડ ગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસીરોપા તથા કાપડની થેલી, કુંડા-ચકલીઘર વિતરણ કરાયા હતા તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા તથા તેનું જતન કરવા અપીલ કરાઇ હતી.
માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ગરમી અને તાપમાં થતો સખત વધારો માનવ સર્જીત છે. વધારેમાં વધારે વૃક્ષો વાવીને તેને ઉછેરશું તો ગરમી-તાપમાંથી મુક્તિ મેળવી શકશું. વધુને વધુ વૃક્ષો વાવો... વરસાદ લાવોનાં નારાઓ બોલાવવામાં આવેલ. લોક જાગૃતિ રુપે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી તેનું જતન કરવા અપીલ કરવામાં આવેલ. માનવજ્યોતનું હરતું-ફરતું વાહન શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. અને લોકોને નિઃશુલ્ક તુલસીરોપાઓનું વિતરણ કરવામાં આવેલ. કચ્છ જિલ્લા ભાજપ મંત્રી રાજેશ પલણ, લોહાણા મહિલા મંડળ ભુજના એડવાઇઝર મમતાબેન ઠક્કરની ઉપસ્થિતિમાં વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, આનંદ રાયસોની, ગોવિંદ પાટીદાર, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, રફીક બાવા, ભરતભાઇ વી. સોનીએ જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.
------------

Comments