Trending News
સ્થાનિક સમાચાર

નલ સે જલ યોજનાના ૧૩૩ કરોડ પર સવાલો મહીસાગરથી મોટું કૌભાંડ ગાંધીધામમાં?

05 June

અધૂરા કામો અને પૂર્ણ બિલો? ગાંધીધામની ‘નલ સે જલ’ યોજનામાં ગેરરીતિના આક્ષેપ




૧૩૩ કરોડથી વધુના કામોની મહાનગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડી તટસ્થ તપાસ કરાવે : દોષિતો સામે દાખલ કરે એફઆઈઆર

નવી મહાનગરપાલિકા બોડી દ્વારા ટેકનિકલ અને નાણાકીય ઓડિટ કરાવવાની ઉઠી માંગ :  ખોદકામ દરમિયાન બહાર દેખાતી પાઇપલાઇનોથી કામોની ગુણવત્તા સામે ઉઠ્યા પ્રશ્નો : મુખ્ય લાઇન નાખાઈ પરંતુ અનેક વિસ્તારોમાં ઘરઘર જોડાણ ન મળ્યાની ચર્ચા : અધિકારીઓ, જવાબદારો અને ઠેકેદારોની ભૂમિકા તપાસવાના અવાજો તેજઃ પંચમહાલ-મહીસાગર જેવી કાર્યવાહી ગાંધીધામમાં પણ થશે કે કેમ તે ચર્ચાનો વિષય કરોડોના બિલો કોના કહેવાથી મંજૂર થયા તેની ઊંડાણપૂર્વક તપાસની માંગ  : પ્રજાના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તે અંગે સવાલો : તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની જાણકારોની શક્યતા.



ગાંધીધામ : ગાંધીધામ શહેરમાં કેન્દ્ર અને ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલી ૧૩૩ કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરી વિસ્તારોમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી મળી રહે અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે હેતુથી આ યોજના અમલમાં મુકાઈ હતી, પરંતુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.જાણકાર વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે યોજનાના અમલીકરણ દરમિયાન વિવિધ તબક્કે ગંભીર બેદરકારી, લાપરવાહી અથવા તો મોટા પાયે ગેરરીતિઓ થઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આ જ યોજનાને લઈને થયેલી ફરિયાદોના આધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ઠેકેદારો સામે ફોજદારી કાર્યવાહી સુધીની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. ત્યારે ગાંધીધામમાં પણ સમાન પ્રકારની ગેરરીતિઓ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે તે સમયના નગરપાલિકાના જવાબદારો અને સંકળાયેલી ઠેકેદાર પેઢીઓની સાંઠગાંઠના કારણે અનેક કામો અધૂરા અથવા ધોરણવિહોણા રીતે કરવામાં આવ્યા હોઈ શકે છે. શહેરના કેટલાક વિસ્તારોમાં મુખ્ય વોટર લાઇન હોવા છતાં ઘરઘર સુધી જરૂરી પાઇપ જોડાણો આપવામાં આવ્યા ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હાલમાં શહેરમાં વિવિધ વિકાસકાર્યોને પગલે ખોદકામ દરમિયાન ઘણી જગ્યાએ પાઇપલાઇન બહાર દેખાઈ રહી છે, જેના કારણે કામોની ગુણવત્તા અને પૂર્ણતાને લઈને નવા પ્રશ્નો ઉભા થયા છે.આશ્ચર્યની વાત એ પણ છે કે ૧૩૩ કરોડથી વધુના ખર્ચ છતાં આજદિન સુધી કોઈ જાગૃત નાગરિક, સામાજિક સંસ્થા કે અન્ય કોઈ પક્ષ દ્વારા સમગ્ર યોજનાની વિગતો મેળવી ઊંડાણપૂર્વક તપાસની માંગ કરવામાં આવી નથી. જેના કારણે સમગ્ર મામલે અનેક શંકાઓ વધુ મજબૂત બની રહી છે.તાજેતરમાં ગાંધીધામ મનપામાં નવી બોડી સત્તામાં આવી છે. શહેરના હિતમાં નવી ચૂંટાયેલી પાંખે પૂર્વ નગરપાલિકા કાળ દરમિયાન ‘નલ સે જલ’ યોજના હેઠળ થયેલા તમામ કામોની તટસ્થ અને ટેકનિકલ ચકાસણી કરાવવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. યોજનામાં મંજૂર કરાયેલા કામો વાસ્તવમાં પૂર્ણ થયા હતા કે નહીં, બિલો કોના આધારે મંજૂર કરાયા, કયા અધિકારીઓએ મંજૂરી આપી, કઈ ઠેકેદાર પેઢીઓને કરોડો રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું અને પ્રજાના કરવેરાના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી હોવાનું જણાવાઈ રહ્યું છે.સ્થાનિક જાણકારોના મતે જો સમગ્ર પ્રકરણની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પંચમહાલ-મહીસાગર જિલ્લામાં સામે આવેલા કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ ગાંધીધામની ‘નલ સે જલ’ યોજનામાં બહાર આવવાની શક્યતા રહેલી છે. તેથી રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને સંબંધિત તપાસ એજન્સીઓએ સમગ્ર મામલે ગંભીરતા દાખવી પારદર્શક તપાસ હાથ ધરે તેવી લોકમાગ ઉઠીરહી છે.


........................

આ મુખ્ય સવાલો કરશે કંઈક ધડાકા ?

• ૧૩૩ કરોડની રકમમાંથી કયા કામ પાછળ કેટલો ખર્ચ થયો? • કેટલા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને કોને મળ્યા? • કેટલા કિલોમીટર 
પાઇપલાઇન નાખવામાં આવી? • કેટલા ઘરગથ્થુ જોડાણો આપવાના હતા અને કેટલા આપવામાં આવ્યા? • 
પૂર્ણતા પ્રમાણપત્ર કોણે આપ્યા?• કામો પૂર્ણ થયા પહેલાં બિલો ચૂકવાયા હતા કે નહીં? • ગુણવત્તા ચકાસણીના અહેવાલો ક્યાં છે? • પાણીની સમસ્યા યથાવત કેમ છે? • નાગરિકોને યોજનાનો વાસ્તવિક લાભ કેટલો મળ્યો?
જો વર્તમાન બોડી આ તમામ મુદ્દાઓ પર નિષ્પક્ષ તપાસ કરાવે તો ‘નલ સે જલ’ યોજનામાં થયેલા ખર્ચ અને કામોની વાસ્તવિક સ્થિતિ પ્રજા સમક્ષ આવી શકે છે અને ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહીનો માર્ગ ખુલ્લો બની શકે છે.

.................

વર્તમાન બોડીએ તાત્કાલિક ધોરણે લેવા જેવા પગલાં...


ગાંધીધામમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત થયેલા ૧૩૩ કરોડથી વધુના ખર્ચ અંગે ઉઠી રહેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની નવી બોડીએ 
પારદર્શિતા અને જવાબદારીના ધોરણે નીચે મુજબની તપાસ અને કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
૧. સમગ્ર યોજનાનું સ્પેશિયલ ઓડિટ : યોજનાના પ્રારંભથી અંત સુધીના તમામ ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ, માપપુસ્તકો (સ્ીટ્ઠજેિીદ્બીહં ર્મ્રજ), ચુકવણીઓ અને ટેકનિકલ મંજૂરીઓનું સ્વતંત્ર એજન્સી દ્વારા વિશેષ ઓડિટ કરાવવું. 
૨. થર્ડ પાર્ટી ટેકનિકલ ઇન્સ્પેક્શન : સરકારી વિભાગથી અલગ અને નિષ્પક્ષ ટેકનિકલ સંસ્થા દ્વારા શહેરભરમાં નાખવામાં આવેલી પાઇપલાઇન, વાલ્વ, ઓવરહેડ ટાંકી, પમ્પિંગ સ્ટેશન અને ઘરગથ્થુ જોડાણોની ભૌતિક ચકાસણી કરાવવી. 
૩. પાઇપલાઇનનું ય્ૈંજી અને ગ્રાઉન્ડ વેરિફિકેશન : નકશા મુજબ જે 
પાઇપલાઇન દર્શાવવામાં આવી છે તે ખરેખર જમીન પર અસ્તિત્વમાં છે કે નહીં તેની ય્ૈંજી મેપિંગ અને ગ્રાઉન્ડ સર્વે દ્વારા ચકાસણી કરવી. 
૪. બિલ સામે કામની સરખામણી : જે કામોના બિલો ચૂકવાઈ ગયા છે તે કામો વાસ્તવમાં પૂર્ણ થયા છે કે નહીં તેની સ્થળ પર જઈ ચકાસણી કરવી. જ્યાં કામ અધૂરું હોય ત્યાં જવાબદારો નક્કી કરવા.
 ૫. ઘરગથ્થુ જોડાણોની તપાસ : કેટલા ઘરોને પાણીના જોડાણ આપવાના હતા અને વાસ્તવમાં કેટલાને મળ્યા તેની વોર્ડવાર યાદી તૈયાર કરીને જાહેર કરવી. 
૬. જવાબદાર અધિકારીઓ અને ઠેકેદારોની ભૂમિકા નક્કી કરવી : યોજનાના અમલીકરણ દરમિયાન ફરજ બજાવનાર મુખ્ય અધિકારીઓ, ઇજનેરો, કન્સલ્ટન્ટ અને ઠેકેદારોની જવાબદારી નક્કી કરવી. 
૭. વિજિલન્સ અથવા એન્ટી કરપ્શન તપાસની ભલામણ : પ્રાથમિક તપાસમાં ગેરરીતિ જણાય તો રાજ્ય સરકારને વિજિલન્સ, છઝ્રમ્ અથવા અન્ય સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા તપાસ સોંપવાની ભલામણ કરવી.
૮. તમામ દસ્તાવેજો જાહેર કરવા : ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ, પૂર્ણતા પ્રમાણપત્ર અને ટેકનિકલ મંજૂરીઓ મહાનગરપાલિકાની વેબસાઇટ પર જાહેર કરવી. 
૯. વોર્ડવાર જાહેર સુનાવણી : નાગરિકો પાસેથી ફરિયાદો અને 
સૂચનો મેળવવા માટે વોર્ડવાર જાહેર સુનાવણીઓ યોજવી જેથી જમીની હકીકતો બહાર આવી શકે. 
૧૦. જવાબદારો સામે વસૂલાતની કાર્યવાહી : જો તપાસમાં અધૂરા અથવા ધોરણવિહોણા કામો સામે આવે તો સંબંધિત ઠેકેદારો પાસેથી નુકસાનની વસૂલાત અને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવી. 
૧૧. ફોજદારી ગુનો નોંધાવવો : ખોટા બિલ, ખોટા પ્રમાણપત્રો, કાગળ ઉપર કામ દર્શાવવાના અથવા સરકારી નાણાંના દુરુપયોગના પુરાવા મળે તો જવાબદારો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવી. 
૧૨. હાઇ લેવલ કમિટી રચવી : નિવૃત્ત ન્યાયાધીશ, ટેકનિકલ નિષ્ણાત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાગરિક પ્રતિનિધિઓની સમિતિ બનાવી સમગ્ર મામલાની દેખરેખ રાખવી.


 

Comments

COMMENT / REPLY FROM