Trending News
ક્રાઈમ

નાના દિનારામાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, ૫૦ લાખનું હિટાચી મશીન સીઝ

05 June


રેતી ઉસેડવા માટે કોઈ આધાર પુરાવા ન મળ્યા : એલસીબીએ દરોડો પાડી ખનીજ વિભાગને જાણ કરી   : નોખાણીયાવાળો ભરત અગાઉ પણ ખનીજ ચોરીમાં નામ ચમકી ચૂક્યો છે 


ભુજ -કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી વધી રહી છે ત્યારે એલસીબીએ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા હિટાચી મશીનને ઝડપી અંદાજે ૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
નાના દિનારા ગામની સીમમાં હિટાચી મશીન વડે ગેરકાયદે રેતી ખનન થતું હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતાં હિટાચી મશીન ખોદકામ કરતી હાલતમાં મળી આવ્યું હતું. મશીન ચલાવનાર મૂળ મધ્યપ્રદેશના હાલે નાના દીનારા રહેતા કૃષ્ણદાસ અશોકનાથ ગોસ્વામી પાસેથી ખનન માટેના રોયલ્ટી પાસ કે અન્ય કોઈ આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ તે રજૂ કરી શક્યો નહોતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના માલિક ભરતભાઈ આહિરના કહેવા મુજબ ખોદકામ કરતો હોવાની કબૂલાત આપી હતી ત્યારબાદ ફ્લાઈંગ સ્ક્વોડ અને ખાણ-ખનીજ વિભાગને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળની માપણી કરવામાં આવી હતી અને ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાયેલ હિટાચી મશીનને સીઝ કરી રૂ. ૫૦ લાખનો સીઝર મેમો તૈયાર કરવામાં આવ્યો હતો ખાણ-ખનીજ વિભાગ દ્વારા થયેલા ખોદકામની માપણીના આધારે દંડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.  
અત્રે ઉલ્લેખનીય છે કે, ખનીજ ચોરીમાં અવાર - નવાર અમુક શખ્સો ચોરી સહિત ગેરપ્રવૃત્તિમાં પકડાય છે. અમુકમાં તો માત્ર દંડ આપી ત્યાં સંકેલી લેવાય છે. અવાર - નવાર ખનીજ ચોરીની ગેરપ્રવૃત્તિમાં પકડાય તેની સામે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. 

Comments

COMMENT / REPLY FROM