Trending News
ક્રાઈમ

દેશલપર વાંઢાયમાં એસટી બસ અને બાઇકના અકસ્માતમાં આધેડનું મોત

05 June




દેશલપર ત્રણ રસ્તા પાસે અવારનવાર અકસ્માત છતાં રોડ સેફટી બાબતે પગલા નથી લેવાતા 

ભુજ - કચ્છઉદય : તાલુકાના દેશલપર વાંઢાય નજીક નલિયા-નખત્રાણા-દેશલપર ત્રિભેટે માર્ગ પર આજે સવારે એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક આધેડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલ પુત્રીને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસ ભુજથી નલિયા તરફ જતી હતી. જયારે બાઈક ચાલક નખત્રાણા તરફથી આવતા હતા અને ત્રણ રસ્તા પાસે સામ સામે ટક્કર થઈ હતી. બસ ચાલકે પુરતા પ્રયાસો કર્યા છતાં અકસ્માત અટકાવી શકાયો ન હતો. બનાવની જાણ થતા ભુજ એસટી ડેપોના મેનેજર સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બસમાં સવાર મુસાફરોને અન્ય બસમાં ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્તને નજીકમાં આવેલ મંગવાણા સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ દેશલપર ત્રણ રસ્તા નજીક અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, છતાં સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ ત્રિભેટે માર્ગ પર સ્પીડ બ્રેકર સહિતના જરૂરી ટ્રાફિક સુરક્ષા સાધનો મુકવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. માનકુવા અને નખત્રાણા પોલીસમાં આ બાબતે તપાસ કરતા બપોર સુધી કોઈ નોંધ દાખલ થઈ ન હતી. 

 

Comments

COMMENT / REPLY FROM