Trending News
ક્રાઈમ

ભુજની સરકારી વસાહતમાં પુરઝડપે કાર ચલાવી ચાર શખ્સોએ અધમ મચાવ્યો

05 June



સરકારી કર્મચારીઓએ રોકીને અટકાવતા ગાળાગાળી કરી આરોપીઓ ફરાર

ભુજ - કચ્છઉદય : શહેરમાં વ્યાયામ શાળા મેદાન પાસે આવેલ સરકારી વસાહતમાં પુરઝડપે કાર ચલાવી અધમ મચાવાયો હતો. હાલમાં ગરમીના કારણે રાતના સમયે બાળકો રમતા હોય, પુરૂષો અને મહિલાઓ અલગ અલગ બેઠા હોય ત્યારે આ રીતે પુરઝડપે કાર ચલાવી રીતસર ભય ફેલાવાયો હતો. લોકોેએ અટકાવીને પુછપરછ કરતા આરોપીઓ ગાળાગાળી કરીને ભાગી ગયા હતા. 
આ બાબતે કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા ભરતભાઈ દેવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાતના સમયે ૧૩ થી ૧૪ કર્મચારીઓ બેઠા હતા અને બાળકો રમતા હતા ત્યારે સરકારી વસાહતના આંતરીક રોડ પર બે કાર પુરઝડપે આવી જેમાં એક કાળા કલરની સ્વીફટ નંબર જી.જે.૧ર.એફએફ ૮૬પ૧ અને બીજી જી.જે.૧ર એફઈ ૧૮૦૧ વાળી હતી. બન્ને કારમાં બબ્બે જણા બેઠા હતા. તેઓ પાસે જઈને કહ્યું હતું કે, આ સોસાયટીનો આંતરીક રસ્તો છે. અહીં બધા વોકીંગ કરે છે. નાના બાળકો રમે છે. દેખાતું નથી ? આવી ફુલ સ્પીડમાં ગાડી ચલાવો છો. આ ફુલસ્પીડમાં ગાડી ચલાવવાની જગ્યા છે ? ત્યારે ચારેય જણા ઉશ્કેરાઈ ગયા અને ગાડીમાં બેઠા બેઠા ગાળો આપી ડરાવી - ધમકાવી કહ્યું કે, પરીણામ સારૂં નહીં આવે તેઓએ કહ્યું કે, અમે એક માણસને પૈસા 
આપ્યા છે. તે પૈસા આપતો નથી. તેને શોધવા માટે આવીએ છીએ. પરંતુ ફુલ સ્પીડમાં ગાડી ચલાવી ભય ફેલાવ્યો હતો. લોકોએ ઠપકો આપતા બન્ને ગાડીના ડ્રાઈવરો ફુલ સ્પીડમાં રેસ આપીને ભાગી ગયા હતા. મહિનાથી આ રીતે સોસાયટીમાં આવીને અધમ મચાવતા હોવાનું ફરીયાદમાં જણાવાયું છેે. સુખપરના મનીષપુરી સંતોષપુરી ગોસ્વામી, સોહિલ ઈબ્રાહીમ નોતિયાર, કમલેશગીરી રતનગીરી ગુસાઈ અને ભુજના ઋતીક ધર્મેન્દ્ર ગોસ્વામી સામે ભુજ એ ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં 
આવ્યો હતો. 


..................



વોકવેની બહાર બાઈકર્સનો અધમ : નેત્રમને અંધાપો !


વેકેશનના અંતિમ તબક્કા અને ગરમીના કારણે વોકવેમાં રાત પડતા હજારોની પબ્લીક વોકીંગ કરવા માટે આવે છે. બાળકો અંદર રમતા હોય છે ત્યારે હમીરસરથી લેકવ્યુ અને ખેંગારબાગ સુધીના રોડ પર બાઈકર્સ અધમ મચાવી રહ્યા છે. ફુલસ્પીડમાં બાઈક ચલાવી, અવાજ કરવો, બાઈકમાંથી ફટાકડા ફોડવા સહિત સીનસપાટાની પ્રવૃતિ કરવામાં આવે છે. અહીં નેત્રમના કેમેરા હોવા છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વિસ્તાર એ ડીવીઝન પોલીસની હદમાં આવે છે. પરંતુ એ ડીવીઝન કે સીટી કે જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા આવા બાઈકર્સ સામે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વિસ્તાર રાતના સમયે લોકોની અવરજવરથી ધમધમતો હોય અને પુરઝડપે વાહનો ચલાવી લોકોના જીવ જોખમમાં મુકવા સાથે શાંતિ હણનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી ? તેવો સવાલ લોકો પુછી રહ્યા છે. ચાલુ વાહને વાત કરતા કે ત્રિપલ સવારીમાં નેત્રમ મારફતે મેમો મોકલવામાં આવે છે પરંતુ આવા અસામાજીક તત્વોને મેમો મોકલવામાં નેત્રમને કોની શરમ નડે છે ? તે સવાલ પણ ઉઠી રહ્યો છે..

Comments

COMMENT / REPLY FROM