કેપ્ટાગોન ડ્રગ્સકાંડ : કચ્છના લાકડાના કયા બનીબેઠેલા વેપારીને દિલ્હીના કેન્દ્રીય મંત્રીના ફોનથી કલીનચીટની થઈ ગોઠવણ?
આપકા તો લગતા હે બસ યહી સપના, રામ નામ જપના-પરાયા માલ અપના..!
ટીમ મોદીમાં મોટા ગજાના આ કેબીનેટ કક્ષાના ધુરંધર મંત્રીશ્રી આંધણી ભાઈબંધી નિભાવતા પહેલા ચેતે : ડ્રગ્સ જેવા દેશવિરોધી કૃત્યોમાં જેમના પગ તળે તપાસનો રેલો લંબાતો હોય તેને બચાવવાની ભલામણ કયાંક તમારી ખુરશી લઈ ન જાય? મોદી સાહેબ
રાષ્ટ્ર પ્રથમને માને છે અને તમે કરોડોના ડ્રગ્સકાંડમાં ચકચારીઓને બચાવવા નીકળી પડો છો..? : જાણકારોનો સુચક ટોણો
એનસીબી ત્રાટકી, કેપ્ટાગોન કરોડોનું ડ્રગ્સ પકડી ગઈ, દિલ્હીથી શખ્સ દબોચાયો, બારોઈ(મુદરા)માંથી માત્ર ફોલ્ડરીયો જ ઉઠાવાયો, પરંતુ આ આખાય કૌભાંડ-ડ્રગ્સકાંડ-દેશવિરોધી કૃત્યને અંજામ આપનાર બંટી-રાજુ અને લાકડાના બની બેઠલ ઠગ ધુતારા વેપારી હજુય ફરી રહ્યા છે બિનધાસ્ત..તેની પાછળનું પણ રહસ્ય આવ્યું ચર્ચામાં : સંકુલના કયા મુકેશે-કેન્દ્રીય મંત્રીને ફોન કરી-ભાઈબંધી જાળવવા લાકડાના બની બેઠેલા વેપારી તથા રાજુ પર પગલા ન લેવા, દસ્તાવેજી સસ્પેન્સન ન કરવા સહિતની કરી દીધી ભલામણ?
જીએસટીનો એક પૂર્વ અધિકારી અને કસ્ટમના અજયના પણ લેવા જોઈએ કડક પુછાણા : તો પ્રમોદ-અજય દ્વારા બંટી-લાકડાના ઠગ બની બેઠલા વેપારી અને રાજુ સાથેના બેનામી વ્યહવારોથી વસાવાયેલ સુરત સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોકાણોનો થશે પર્દાફાશ? કસ્ટમના સ્થાનિકના ભ્રષ્ટ કઈક તત્વોના ચહેરા પણ થઈ શકે છે બેનકાબ?
દિવસે સુંદરકાંડના પાઠા-રામ નામના ઝાપ અને બાદમાં લાકડાના વેપારની આડમાં ડ્રગ્સકાંડને અંજામ? આ બની બેઠેલ ધુતારો-ઠગભગત લાકડાનો વેપારી કોણ? સંકુલમાં જામી ચર્ચા
કેબીનેટ મંત્રીની ભલામણથી ડ્રગ્સકાંડમાં લાકડાના કયા બની બેઠલ ઠગ વેપારી ’’હેમ-ખેમ’’ નીકળવાના અજમાવ્યા પેંતરા ?
ગાંધીધામ : નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો દ્વારા અફઘાનીસ્તાનથી રવાના થઈ મુંદરાથી દિલ્હી અને ત્યાથી અન્ય ગલ્ફના દેશો સુધી પહોચનાર જેહાદી ડ્રગ્સ કેપ્ટાગોનના પ્રકરણમાં સ્થાનિક કડીઓને લઈને રોજ બરોજ સંકુલમાં નવી ચર્ચાઓ તેજ બનવા પામી રહી છે.એનસીબીએ ત્રાટકીને કરોડોના ડ્રગ્સની સાથે બારોઈના એક ફોલ્ડરીયાને પકડયો હતો અને દિલ્હીમાથી એક શખ્સને પકડી અન્યનું નામ ખુલતા તેની તપાસ હાથ ધરવામા આવીહતી. તથા આ ડ્રગ્સની બનાવટ માટે દહેરાદુનમાં ધમધમતી ડ્રગ્સની મોટી લેબ પણ ઝડપાવવા પામી હતી. તેની સાથે જ કચ્છમાં ખાસ કરીને સ્થાનીકના જુના અને કુખ્યાત દાણચોર પૈકીના ત્રણ તત્વોના નામો આ ડ્રગ્સ કાંડની કડી સાથે જોડાવવા પામી રહ્યા હતા.
સંકુલમાં થતી ચર્ચાઓ અનુસાર અગાઉ પણ વરસો પહેલા ઈન્ડોનેશીયાથી આવેલી સોપારીને શ્રીલીંકાની બતાવના કેસમાં જે ટોળકીનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતના કારનામાઓ છતા થવા પામ્યા હતા તેવા લાકડાના બની બેઠેલા ઠગભગત વેપારી, બંટી અને રાજુની ત્રિપુટીની ભુમિકા મોટી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ કેસમાં કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા તાબડતોડ જ લાકડાના બની બેઠેલા ઠગ વેપારીને બોલાવી બે દીવસ સુધી કલાકો પુછાણા લેવામા આવ્યા હતા અને દેશહિતમાં કડક કાર્યવાહી થવાની સંભાવનાઓ પણ જણાતી હતી પરંતુ કેન્દ્રીય કક્ષાના એક મોટા ગજાના મંત્રીને તેના જુના ભાઈબંધ મુકેશ કે જે આ લાકડાના બની બેઠલા ઠગ વેપારીનો નજીકનો જ મનાય છે અથવા તો સિન્ડીકેટનો જ ભાગ બનાય છે તેના મારફતે ફોન કરાવી અને લાકડાના બની બેઠેલા વેપારી ઉપરાંત રાજુને હાલમાં કોઈ કડક કાર્યવાહીમાં ન લેવા, તેમના લાયસન્સ રદ ન કરવા, તપાસને તપાસની રાહે જેમ ચાલે છે તેમ રૂટીન ચલાવવા સબબના આદેશો આપી દેવાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. અને તે બાદ જ લાકડાનો આ બની બેઠલ ઠગ વેપારી મુંદરાથી તે જ સાંજે મુંબઈ અને ત્યાથી વિદેશ જાન ન પહેચાન, માન ન સન્માન ફીર ભી મે તેરા મહેમાનના તાલે એક લાકડાની મોટી મીટમાં હાજર થવા પહોચી ગયો હતો. આ ઘટનાક્રમને લઈને જાણકારો કહી રહ્યા છે કે, એકતરફ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ પ્રથમના સુત્રથી આગળ વધી રહ્યા છે અને તેમના જ ટીમના ટોંચના ઉચ્ચ કક્ષાના એક મંત્રી ડ્રગ્સકાંડમાં ફસાયેલા દાણચોરો-દેશદ્રોહી જેવા તત્વાને પોતાના જુના મિત્રનાફોન માત્રથી છોડાવવાના આદેશો આપી રહ્યા છે? જો મોદી સાહેબને આ બાબતે ખ્યાલ આવશે તો આ કેનીનેટ મંત્રીનો તો
તપેલો જ ચડી જવા પામી શકે તેમ છે. આખોબોલ વર્ગ તો કહી રહ્યો છે કે, મંત્રીશ્રી ચેતજો, ડ્રગ્સમાફીયાઓને બચાવવામાં કયાંક તમારી ખુરશી ન જતી રહે..? સ્થાનિકની આ ત્રિપુટીનો જીએસટીના એક પૂર્વ રીટાયર્ડ ટોંચના
અધિકારી તથા કસ્ટમના અજયની સાથે શું કડીઓ રહેલી છે? તે પણ ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂરી છે. આ બન્નેનો પણ મોટો બેનામી દલ્લો ત્રિપુટી સાથે સીધો કે પરોક્ષ રીતે જોડાયેલ હોવાનુ ચર્ચાય છે.
.........................
એનઆઈએ ત્રાટકે, મોખા ચોકડી-મુંદરામાં લાકડાના કયા બની બેઠલા ઠગના છે વેરહાઉસ.?
જો આ વેરહાઉસમાં એનઆઈએ અથવા એટીએસ જેવી ટુકડીઓ ત્રાટકશે તો ડ્રગ્સ, ડીઝલ દાણચોરીયુકત, ઉપરાંત અનેકવિધ દેશવિરોધી કાવતરાંઓ સાથેના કરોડોના દાણચોરીયુકત કૃત્યના નેટવર્કનો થશે ખુલાસો
ગાંધીધામ : એનસીબી તો ત્રાટકી છે હવે એનઆઈએ પણ આ કેસમાં ઝંપલાવે અને સ્થાનિકની કડીમાં મુંદરા મોખા ચોકડી આસપાસમાં લાકડાના કયા બની બેઠલા ઠગ વેપારીના મોટા મોટા વેરહાઉીસ ધમધમી રહ્યા છે? ત્યાં ત્રાટકવાની જરૂર છે. જો આ ઠગ લાકડાના વેપારી પર એનઆઈએ જેવી એજન્સી તપાસ બોલાવશે તો એક મોટા નેટવર્ક-નેકસસનો ખુલાસો થશે. અહીથી ડ્રગ્સ, દાણચોરીયુકત ડીઝલ સહિતની કઈક બેનામી સિન્ડીકેટનો ભાંડાફોળ થવા પામી શકે તેમ છે.
................
બંટી પર આખાય કૌભાંડનું ઠીકરું ફોડવાની વેતરણ
ગાંધીધામ : કેપ્ટાગોન ડ્રગ્સનો જથ્થો એનસીબી જેવી એજન્સી આવી અનુ મુંદરામાંથી જડપી ગઈ છે અને તેની પાછળ બંટી-લાકડાનો બની બેઠેલ ઠગ વેપારી તથારાજુની ત્રિપુટીનોમોટો હાથ છે. પરંતુ લાકડાનો ઠગ બની બેઠલ વેપારી અને રાજુતો આ કાંડમાથી છટકવાની ગોઠવણ કરી ચૂકયા હોવાનુ મનાય છે. પરંતુ હવે તેનો ત્રીજો સાગરીત બંટી જે મોટા ભાગે કચ્છ-ગુજરાત બહાર જ ભાગતો રહે છે તેના પર આ પ્રકરણનું ઠીકરું ફોડવાની ગોઠવણ કરી રહ્યા છે. બંટી મોટા ભાગે વિદેશ જ રહેતો હોય છે. એટલે તે એજન્સીના હાથે આવશે નહી. આમ આ આખાય પ્રકરણમાંથી આ ત્રિપુટી પોતાનો હાથ કઢાવી અને કસ્ટમ જેવી ઉચ્ચ એજન્સીને પણ હાથ તાળી આપી હેમખેમ નીકળી જવાની ગોઠવણીઓ કરી બેઠા હોવાનુ ચર્ચાય છે.

Comments