Trending News
સ્થાનિક સમાચાર

ભૂતકાળમાં ભુજ બસ સ્ટેશન પરથી કોન્સ્ટેબલે ઝડપી પાડ્યું હતું બાંગ્લાદેશીઓનું મોટું જુથ

04 June


ભુજ - કચ્છઉદય : રાજ્ય સરકારના આદેશ બાદ હાલમાં કચ્છ સહિત ગુજરાતમાં બાંગ્લાદેશીઓ પર ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે એક જૂની સ્મૃતિ જાણવી રસપ્રદ બની રહેશે. ભુજના સિનિયર સિટીઝન જગદીશચંદ્ર છાયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એક કોન્સ્ટેબલે ભુજનાં બસ સ્ટેશનેથી બાંગ્લાદેશીઓનાં મોટાં જુથને પકડી પાડ્યું હતું. શ્રી છાયાએ આ અંગે વિસ્તારમાં સ્મૃતિ વાગોળતા જણાવ્યું હતું કે, નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ ઇશાકભાઈ હિંગોરા સાથે થયેલી વાતચીત મુજબ એ વખતે ભુજ બસ સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. જંગબહાદુર ભીમબહાદુરે સોથી વધુ બાંગ્લાદેશીઓને પકડ્યા હતા. તે વખતે ઈશાક હિંગોરા પણ ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. 

Comments

COMMENT / REPLY FROM